NLC Recruitment 2021: NLC માં 56 ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની પદ માટે ભરતી, 22,000 સ્ટાઇપેન્ડથી કરો શરૂઆત

NLC ઇન્ડિયામાં ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઇની માટેની 56 જગ્યા પર ભરતી.

NLC Recruitment 2021: નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment  2021) ઈન્ડિયા લિમિટેડ તેના અનેક પ્રોજેક્ટ્સ માટે યોગ્ય ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની (NLC Recruitment  2021 Updates)  માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે.

  • Share this:
    નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (NLC Recruitment  2021) ઈન્ડિયા લિમિટેડ તેના અનેક પ્રોજેક્ટ્સ માટે યોગ્ય ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની (NLC Recruitment  2021 Updates)  માટેના ઉમેદવારની ભરતી કરવા જઈ રહ્યું છે. સત્તાવાર જાહેરાત અનુસાર ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈની તરીકે કામ કરવાનો સમયગાળો 12 મહિનાનો રહેશે. જે તારીખથી જોઈન થયા હશો, તે તારીખથી 12 મહિના પૂર્ણ થાય ત્યાં સુધીનો સમયગાળો રહેશે. કુલ 56 ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેઈનીની ભરતી કરવામાં આવશે. ટ્રેઈનીને માસિક રૂ. 22,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત (Eligibility Qualification) - વર્ષ 2020 અને 2021 માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય તે, તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (OR) ની કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ (CMA) ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ હોય તે ઉમેદવાર આ ભરતી માટેનું ફોર્મ ભરી શકશે.

    વય મર્યાદા- જનરલ/EWS: 28 વર્ષ, OBC: 31 વર્ષ, SC/ST: 33 વર્ષ

    PWD માટે વયમર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. (OBCNCL સાથે સંબંધિત PWD માટે 13 વર્ષ અને SC/ST કેટેગરી સાથે સંબંધિત PWD માટે 15 વર્ષની છૂટ આપવામાં આવી છે.) ભારત સરકારના નિયમ અનુસાર એક્સ-સર્વિસમેન માટેની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

    પસંદગી માટેની પ્રક્રિયા-

    CA/CMA ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં પ્રાપ્ત થયેલ ગુણ અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ આ નોકરી માટે ડિટેઇલ્ડ વેબસાઇટ ચકાસવાની રહેશે.

    કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે



















































    પ્રોજેક્ટ ટ્રેઈનિંગ સ્લોટ
    નૈવેલી યુનિટ્સ 24
    કોર્પોરેટ ઓફિસ 07
    બારસિંગાર પ્રોજેક્ટ 03
    NTPL/ તુતિકોરિન 06
    NUPPL, કાનપુર 05
    રિજનલ ઓફિસ/ચેન્નઈ 02
    રિજનલ ઓફિસ/ચેન્નઈ કમર્શિયલ 02
    રિજનલ ઓફિસ/ન્યૂ દિલ્હી 02
    તાલાબીરા પ્રોજેક્ટ 04
    સાઉથ પાહવારા-ડુમકા 01
    કુલ 56



    કેવી રીતે અરજી કરવાની રહેશે

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે અને NLCILની વેબસાઈટ (www.nlcindia.in)ના કરિયર પેજ પર NLCILના ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પર જણાવેલ ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરીને અપલોડ કરી શકે છે. અરજી કરતા પહેલા અરજીકર્તાએ NLCIL દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનને યોગ્ય રીતે વાંચી લેવું ત્યારબાદ અરજી કરવી.

    અરજી કરવાની તારીખ

    ઓનલાઈન અરજી કરવાની તારીખ:

    01-11-2021 થી સવારે 10 વાગ્યાથી 22-11-2021 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકાશે. અરજી કરવા માટે  www.nlcindia.in ક્લિક કરો

    આ અરજીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    First published: