Home /News /career /

Niti Aayog Recruitment 2022: યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ભરતી થશે, 1.45 લાખ સુધી મળશે પગાર

Niti Aayog Recruitment 2022: યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ભરતી થશે, 1.45 લાખ સુધી મળશે પગાર

Niti Aayog Recruitment 2022

Sarkari Naukari: નીતિ આયોગના આ ભરતી અભિયાન (Niti ayog recruitment 2022) દ્વારા કુલ 28 જગ્યાઓ ભરવામાં આવશે. 28 જગ્યાઓમાંથી 22 યંગ પ્રોફેશનલ્સ માટે છે, જ્યારે 6 કન્સલ્ટન્ટ ગ્રેડ 1 માટે છે. રસ ધરાવતા ઉમેદવારો યોગ્યતા, પગારધોરણ, અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો અહીં ચકાસી શકે છે.

વધુ જુઓ ...
    Niti Aayog Recruitment 2022: નીતિ આયોગે યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો niti.gov.in પર જઈને અરજી કરી શકે છે. વેબસાઈટ પર અરજી માટેની લિંક તારીખ 12 ઓક્ટોબર સુધી રહેશે.

    અહીં ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગના આ ભરતી અભિયાન દ્વારા કુલ 28 જગ્યાઓ ભરવામાં આવશે. 28 જગ્યાઓમાંથી 22 યંગ પ્રોફેશનલ્સ માટે છે, જ્યારે 6 કન્સલ્ટન્ટ ગ્રેડ 1 માટે છે. રસ ધરાવતા ઉમેદવારો યોગ્યતા, પગારધોરણ, અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો અહીં ચકાસી શકે છે.

    ઇચ્છુક ઉમેદવારોએ અહીં જણાવેલા સ્ટેપ્સને ફોલો કરીને આ જગ્યાઓ પર અરજી કરવાની રહેશે. આ કરાર આધારિત ભરતી છે અને પસંદ કરેલા ઉમેદવારોને નોકરી 2 વર્ષના કરાર પર આપવામાં આવશે. ભરતીની નોટિફિકેશન અને ગાઈડન્સ લિંક્સ નીચે આપવામાં આવી છે.

    આ પણ વાંચો:  મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક જગ્યાઓ માટે થશે ભરતી


    ભરતીનું નોટિફિકેશન અને ગાઈડલાઈન


    લાયકાતના માપદંડ


    કન્સલ્ટન્ટ ગ્રેડ I


    વિજ્ઞાન/અર્થશાસ્ત્ર/સ્ટેટીસ્ટીકસ/ઓપરેશન રિસર્ચ/પબ્લિક પોલિસી/ ડેવલપમેન્ટ સ્ટડીઝ/ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી કે તેની સમકક્ષ અથવા BE/B.Tech કે MBBS કે LLB કે CA કે ICWA કે ધો. 10+2 પછી કરવામાં આવેલા 4 વર્ષ કે તેથી વધુ સમયના અભ્યાસ બાદ મેળવેલી કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી જરૂરી છે.

    યંગ પ્રોફેશનલ્સ


    વિજ્ઞાન/અર્થશાસ્ત્ર/સ્ટેટીસ્ટીકસ/ઓપરેશન રિસર્ચ/પબ્લિક પોલિસી/ ડેવલપમેન્ટ સ્ટડીઝ/ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી કે સમકક્ષ ડીગ્રી અથવા BE/B.Tech કે MBBS કે LLB કે CA કે ICWA કે ધો. 10+2 પછી કરવામાં આવેલા 4 વર્ષ કે તેથી વધુ સમયના અભ્યાસ બાદ મેળવેલી કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી જરૂરી છે.

    પગારધોરણ


    કન્સલ્ટન્ટ ગ્રેડ-I માટે પગારની રેન્જ રૂ. 80,000થી રૂ. 1.45 લાખ વચ્ચે છે. જ્યારે યંગ પ્રોફેશનલ માટે પગાર રૂ. 70,000 જેટલો રહેશે.

    કઈ રીતે કરવી અરજી?


    - પાત્ર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ niti.gov.in પર જવું.

    - ત્યાં homepage પર work@niti ટેબ શોધો અને ‘What’s new at NITI tab’ પર ક્લિક કરો.

    - હવે 'Advertisement for the position of YP and Consultant Grade-I in DMEO to be engaged on contract basis’ પર ક્લિક કરો.

    - બાદમાં ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે રજિસ્ટ્રેશન અને લોગઇન જરૂરી છે. જે માટે તમારે પ્રોફાઈલ બનાવવી પડશે.

    ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા આપેલી ગાઈડલાઈનને વાંચી લેવી હિતાવહ છે. ફોર્મ સબમિટ કર્યા પછી ફોર્મમાં વિગતો બદલી શકાતી નથી. ઉમેદવારોને છેલ્લી ઘડીએ અફરાતફરી ટાળવા માટે સમયમર્યાદા પહેલાં સારી રીતે અરજી કરવાની સલાહ પણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ niti.gov.in પર જઈ શકાય છે.
    First published:

    Tags: Jobs, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन