NIT Recruitment 2022: વારંગલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) દ્વારા પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર સહિતની વિવિધ ફેકલ્ટીની ખાલી જગ્યાઓ ભરવા (NIT Recruitment 2022) માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ (Website of NIT) nitw.ac.in પર આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ આગામી 17 માર્ચ, 2022 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખાલી જગ્યાઓ પર ભરતી માટે NITના નોટિફિકેશન મુજબ આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 99 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
NIT Recruitment 2022: અગત્યની તારીખો
આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા આગામી તા. 17 માર્ચના રોજ સમાપ્ત થશે. અરજી કરવાનો પ્રારંભ ગત તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે.
NIT Recruitment 2022: ખાલી જગ્યાની વિગતો
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા
- પ્રોફેસર: 29 પોસ્ટ
- એસોસિએટ પ્રોફેસરઃ 50 પોસ્ટ
- આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ-1: 12 પોસ્ટ
- આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ-2: 8 પોસ્ટ
NIT Recruitment 2022: નોકરી મેળવવા યોગ્યતા માપદંડ
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાતો હોવી જરૂરી છે.
પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે આવશ્યક લઘુતમ શૈક્ષણિક લાયકાત સંબંધિત શાખામાં Ph.D. છે. તેમજ અગાઉની ડિગ્રીઓમાં ફર્સ્ટ ક્લાસ (10ના સ્કેલ પર ઓછામાં ઓછા 6.5 CGPA અથવા સમકક્ષ અથવા એકંદરે 60%) હોવો જરૂરી છે.
B.Tech પછી સીધા Ph.Dની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે અને તેઓએ બેચલર કક્ષાએ ફર્સ્ટ ક્લાસમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ.
ખાલી જગ્યાઓ પરની ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.
જગ્યા | 99 |
શૈક્ષણિક લાયકાત | તમામ પોસ્ટ માટે અલગ અલગ |
પસંદગી પ્રક્રિયા | ઓનલાઇન અરજી - ઈન્ટરવ્યૂ દ્વારા |
અરજી ફી | જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC / ST / PWD કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે. |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંચા ક્લિક કરો |
NIT Recruitment 2022: અરજી માટેની ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC / ST / PWD કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
NIT Recruitment 2022: ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
આ પોસ્ટ્સ પર નોકરી.મેળવવા લાયક ઉમેદવારો NITની સત્તાવાર વેબસાઇટ nitw.ac.in પર જઈ અરજી ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ આગામી તા.17 માર્ચ સુધીમાં ભરી દેવું જરૂરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર