Home /News /career /NIT Hamirpurના સ્ટુડન્ટ નિશાંતને દોઢ કરોડનું વાર્ષિક પેકેજ, અમેરિકાની કંપનીમાં થઈ નિયુક્તિ

NIT Hamirpurના સ્ટુડન્ટ નિશાંતને દોઢ કરોડનું વાર્ષિક પેકેજ, અમેરિકાની કંપનીમાં થઈ નિયુક્તિ

નિશાંત હાડાની પસંદગી અમેરિકાની ફાઇનાન્સ કંપની બ્લૂમબર્ગ માટે થઈ છે. (ફાઇલ તસવીર)

નિશાંત હાડાએ પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તોડી દીધા, અમેરિકાની કંપની Bloombergએ 1.51 કરોડના પેકેજમાં કર્યો હાયર

જસબીર કુમાર, હમીરપુર. હિમાચલ પ્રદેશના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી હમીરપુરના (NIT Hamirpur) સ્ટુડન્ટ નિશાંત હાડાને (Nishant Hada) દોઢ કરોડ રૂપિયાનું રેકોર્ડ પ્લેસમેન્ટ પેકેજ મળ્યું છે. કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગની ડબલ ડિગ્રી બીટેક અને એમટેક પ્રોગ્રામના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ નિશાંતની પસંદગી અમેરિકાની ફાઇનાન્સ કંપની બ્લૂમબર્ગ (Bloomberg) માટે થઈ છે.

વાર્ષિક 1.51 કરોડ રૂપિયાનું પેકેજ મેળવીને નિશાંત હાડાએ સંસ્થાનના પ્લેસમેન્ટ પેકેજના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ ઉપરાંત, આ ઉત્તર ભારતનું સૌથી મોટું પેકેજ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા જૂન 2019માં એનઆઇટી હમીરપુરના (NIT Hamirpur) જ કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગના ડબલ ડિગ્રી બીટેક અને એમટેક પ્રોગ્રામના સ્ટુડન્ટ પરમ સિંહની 1.20 કરોડના વાર્ષિક પેકેજની સાથે અમેરિકાની એક સોફ્ટવેર કંપનીમાં નિયુક્તિ થઈ હતી.

2022માં કરશે જોઇન

નિશાંત આ વર્ષે ડિસેમ્બરમાં પોતાની ડિગ્રી પૂરી કરશે જ્યારે અમેરિકાની કંપનીમાં સપ્ટેમ્બર 2022 પહેલા જોઇનિંગ કરી દેવાનું છે. નિશાંત મૂળે રાજસ્થાનનો છે. તેના પિતા દેવેન્દ્ર સિંહ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે અને માતા સરિતા સિંહ સ્કૂલમાં કાર્યરત છે. NIT Hamirpurના કાર્યકારી નિદેશક પ્રો. લલીત કુમાર અવસ્થી, રજિસ્ટ્રાર પ્રો. યોગેશ ગુપ્તા અને કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગના વિભાગાધ્યક્ષ ડૉ. ટી.પી. શર્માએ નિશાંત અને તેના માતા-પિતાને આ ઉપલબ્ધિ માટે શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો, રેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી

પ્રો. અવસ્થીએ જણાવ્યું કે, સંસ્થાનનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમને નવી શિક્ષણ નીતિ વિશેષ રીતે બહુ-પ્રવેશ-એકાધિક નિકાસની સુવિધા શરૂ કરી છે. સ્ટુડન્ટ્સને લઘુ નોધ નિબંધ કાર્યની સાથે ઇન્ટર્નશિપ અને સ્ટુડન્ટના ભવિષ્યમાં ઉદ્યોગમાં એક સેમેસ્ટરની ઇન્ટર્નશીપની મંજૂરી આપવા માટે સંસ્થાન યોજના બનાવી રહી છે. શરત માત્ર એટલી છે કે તેઓ સ્ક્લોરશિપ સહિત પ્રશિક્ષણ મેળવવાની સ્થિતિમાં હોય. તેનો ફાયદો થશે કે તેઓ ભવિષ્યમાં સંબંધિત કંપનીમાં નોકરી મેળવવા સમર્થ થશે. નિશાંતની આ ઉપલબ્ધિથી પરિજનો તથા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો, IBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો

દેશભરમાં કુલ 31 સંસ્થાન

નોંધનીય છે કે, એનઆઇટી હમીરપુર (NIT Hamirpur) દેશની 31 NIT પૈકી એક છે, જે 7 ઓગસ્ટ, 1986ના રોજ સરકારના એક સંયુક્ત અને સહકારી ઉદ્યમ તરીકે ક્ષેત્રીય એન્જિનિયરિંગ કોલેજના રુપમાં અસ્તિત્વમાં આવી. સ્થાપના સમયે સંસ્થાનમાં માત્ર બે વિભાગ હતા, સિવલ અને ઇલેક્રીત કલ એન્જિનિયરિંગ. જેમાં પ્રત્યેકમાં 30 સ્ટુડન્સ્બને પ્રવેશ અપાતો હતો. ત્યારબાદ 26 જૂન, 2002ના રોજ આરઇસી હમીરપુરને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો અને રાષ્ટ્રીય ટેક્નોલોજી સંસ્થાનમાં (National Institute of Technology) અપગ્રેડ કરવામાં આવી.
First published:

Tags: Bloomberg, NIT Hamirpur, Placement, કેરિયર, શિક્ષણ, હિમાચલ પ્રદેશ