Home /News /career /

NIFT Recruitment 2022: આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, મળશે 56,000થી વધુ પગાર

NIFT Recruitment 2022: આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, મળશે 56,000થી વધુ પગાર

NIFT Recruitment 2022 : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશનલ ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બમ્પર ભરતી

NIFT Recruitment 2022 : નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)એ આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor)ના પદો માટે ભરતી બહાર પાડી છે. નિફ્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે અરજી (NIFT Recruitment 2022) કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે.

વધુ જુઓ ...
    NIFT Recruitment 2022:  નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. NIFTમાં નોકરીની સુવર્ણ (Jobs in NIFT) તકો બહાર પાડવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)એ આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor)ના પદો માટે ભરતી બહાર પાડી છે. નિફ્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે અરજી (NIFT Recruitment 2022) કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે. નિફ્ટ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો NIFTની વેબસાઇટ nift.ac.in પર જઈને અરજી કરી શકે છે. નોટિફીકેશન અનુસાર NIFTમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર ભરતી થવા માટે ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં PG ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ત્રણ વર્ષનો ટીચિંગ અથવા રીસર્ચનો અનુભવ હોવો જરૂરી છે.

    વેકેન્સી ડિટેલ્સ :  કુલ પોસ્ટ – 190 , UR – 77 પોસ્ટ, SC – 27 પોસ્ટ

    ST – 14 પોસ્ટ, OBC – 53 પોસ્ટ, EWS – 19 પોસ્ટ



    કેટલું રહેશે પગારધોરણ?

    નિફ્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદો પર પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 56,100 પગાર અને પગાર ભથ્થા મળશે.

    વયમર્યાદા

    નિફ્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદો માટે ઉમેદવારોની ઉંમર મહત્તમ 48 વર્ષ હોવી જોઇએ.

    આ પણ વાંચો : BCPL Recruitment 2022: મેનેજર સહિતની 36 પોસ્ટ માટે ભરતી, રૂ. 73 હજાર સુધી મળશે પગાર

    શૈક્ષણિક લાયકાત

    માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી {પ્રી-ક્વોલિફીકેશન (પોસ્ટ-યુજી ડિગ્રી) અનુભવ સહિત} અને ત્રણ વર્ષનો ભણાવવાનો અનુભવ અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાં સંબંધિત વિષયમાં રીસર્ચ કરેલું હોવું જોઇએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા190
    શૈક્ષણિક લાયકાતમાન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી {પ્રી-ક્વોલિફીકેશન (પોસ્ટ-યુજી ડિગ્રી) અનુભવ સહિત} અને ત્રણ વર્ષનો ભણાવવાનો અનુભવ
    પસંદગી પ્રક્રિયાપસંદગી 3 તબક્કામાં કરવામાં આવશે. બે પરીક્ષા અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ વગેરે
    અરજી કરવાની ફી1180 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ31-1-2022
    ભરતીની જાહેરાત જોવા  માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    કઇ રીતે થશે પસંદગી

    આ પદો માટે ઉમેદવારની પસંદગી 3 તબક્કામાં કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા લેખિત ટેસ્ટ આપવાની રહેશે. તેમાં બે ભાગ રહેશે. પહેલા ભાગમાં પ્રથમ ભાગમાં જનરલ એબિલિટી, કોમ્યુનિકેશન એબિલિટી, જનરલ અવેરનેસ, એનાલિટિકલ એબિલિટી, ટેસ્ટ ઑફ રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશનનો સમાવેશ થાય છે. તે 50 માર્કસનો હશે. બીજો ભાગ પણ 50 માર્ક્સનો હશે. જેમાં જેમાં પ્રોફેશનલ લાયકાતને લગતી બાબતો સામેલ હશે.

    આ પણ વાંચો : GMRCL Recruitment 2022 : નવા વર્ષે મેટ્રોની ભરતીમાં કરો અરજી, એકલાખ સુધી મળશે પગાર

    લેખિત પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે સ્ક્રીનીંગ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલ પાત્ર ઉમેદવારોને ત્યાર બાદ પ્રેઝન્ટેશન અને ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો નિફ્ટની ઓફિશ્યલ વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી 31 જાન્યુઆરી, 2022 સુધી કરી શકે છે.

    કેટલી રહેશે અરજી કરવાની ફી?

    નિફ્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે અરજી કરવાની ફી તરીકે તમારે રૂ. 1180 ચૂકવવાના રહેશે. ફી પણ તમે ઓનલાઇન ચૂકવી શકશો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: NIFT Recruitment, કેરિયર

    આગામી સમાચાર