Home /News /career /NIRDPR Recruitment 2022: નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજમાં 15 જગ્યાની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NIRDPR Recruitment 2022: નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજમાં 15 જગ્યાની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NIRDPR Recruitment 2022 : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજમાં ભરતી
NIDPR Recruitment 2022 : નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (National Institute of Rural Development and Panchayati Raj, NIRDPR) દ્વારા નોકરીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
NIRDPR Recruitment 2022 Job Notification:નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ (National Institute of Rural Development and Panchayati Raj, NIRDPR) દ્વારા વિવિધ ભરતીઓ હાથ ધરવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ પર ટ્રેનિંગ મેનેજરના ખાલી પદો પર ભરતી કરવા અંગેનુ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 15 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઑનલાઇન મોડ મારફતે 13 મે 2022 સુધીમાં અરજી કરી શકે છે.
NIRDPR Recruitment 2022 અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારો પાસે માંગવામાં આવેલી યોગ્ય શૈક્ષણિક લાયકાત સાથે સારી કોમ્યુનિકેશન સ્કિલ અને અંગ્રેજીનુ જ્ઞાન હોવુ જરૂરી છે. અરજી કરવા માંગતા તમામ ઈચ્છુક ઉમેદવારો આ આર્ટિકલની મદદથી વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકે છે.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર પાસે યૂનિવર્સિટી અથવા સંસ્થામાંથી સારો એકેડમિક રેકોર્ડ હોવો જરૂરી છે. આ સાથે જ અંગ્રેજી ભાષામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે.
જરૂરી બાબત: MS-Office નુ સારુ જ્ઞાન પ્રવાસ કરવાની તૈયારી
NIRDPR Recruitment 2022: અનુભવ ઉમેદવાર પાસે નેશનલ લેવલ અથવા સ્ટેટ લેવલની એજન્સી અથવા રેપ્યુટેડ એનજીઓમાંથી ટ્રેઈનિંગ કેપેસિટી બિલ્ડીંગનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે ડેટા કમ્પાઈલેશન, કલેક્શન અને પ્રોસેસ કરવાનો અનુભવ હોવો જોઈએ.
NIRDPR Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
15
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે યૂનિવર્સિટી અથવા સંસ્થામાંથી સારો એકેડમિક રેકોર્ડ હોવો જરૂરી છે. આ સાથે જ અંગ્રેજી ભાષામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે.
NIRDPR Recruitment 2022- વય મર્યાદા આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ વય 40 વર્ષની હોવી જોઈએ. 40 વર્ષથી વધુ વય ધરાવતા ઉમેદવારો આ પદો પર અરજી કરવા પાત્ર રહેશે નહી.
NIRDPR Recruitment 2022- આ રીતે કરો અરજી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે તા. 13 મે, 2022 સાંજે 5.30 કલાક સુધી ઓફિશિયલ વેબસાઈટ મારફતે અરજી કરી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર