Home /News /career /

NIA MHA Recruitment 2022: દેશભરમાં સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ અને અન્ય ઘણી પોસ્ટ્સ થઈ રહી છે ભરતી

NIA MHA Recruitment 2022: દેશભરમાં સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ અને અન્ય ઘણી પોસ્ટ્સ થઈ રહી છે ભરતી

સરકારી નોકરી

MHA recruitment: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), સેક્શન ઓફિસર/ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ (SO/OS), આસીસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને અપર ડિવિઝન ક્લાર્ક (UDC)ની પોસ્ટ માટે નોકરીઓ ઓફર કરી રહી છે.

વધુ જુઓ ...
    NIA MHA Recruitment 2022: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), સેક્શન ઓફિસર/ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ (SO/OS), આસીસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને અપર ડિવિઝન ક્લાર્ક (UDC)ની પોસ્ટ માટે નોકરીઓ ઓફર કરી રહી છે. આ નોકરીઓ માટે અરજી કરવાની સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે.

    ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે કે માત્ર એલિજિબલ અધિકારીઓ જ આ નોકરીઓ માટે અરજી કરી શકે છે. સૂચનામાં જણાવ્યા મુજબ, વિનંતી કરવામાં આવે છે કે આ સૂચના તમામ વિભાગો/સંસ્થાઓ/અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે આવે અને ઓફિશિયલ વેબસાઇટ પર પણ મુકવામાં આવે.

    રસ ધરાવતા અધિકારીઓ રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી ઓછામાં ઓછા 1 મહિનાની અંદર તેમની અરજી સબમિટ કરી શકે છે. NIAએ 13 ઓગસ્ટ 2022ના રોજગાર અખબારમાં આ સૂચના જાહેર કરી છે. આ સંજોગોમાં 13 સપ્ટેમ્બર પહેલા અરજીઓ અચૂકપણે મોકલવાની રહેશે.

    મહત્વની તારીખો


    ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : આ જાહેરાત પ્રકાશિત થયેલ તારીખથી 30 દિવસની અંદર.

    આ પણ વાંચોઃ-BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં ભરતી, પગાર 20 હજાર


    MHA NIA ખાલી જગ્યાઓની વિગતો


    અહીં પોસ્ટનું નામ અને તેની સામે કેટલી જગ્યાઓ ખાલી છે તે દર્શાવવામાં આવ્યું છે.

    સેક્શન ઓફિસર/ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ (SO/OS) – 3

    મદદનીશ– 9

    એકાઉન્ટન્ટ –1

    સ્ટેનોગ્રાફર ગ્રેડ 1— 23

    UDC —12

    આ પણ વાંચોઃ-ONGC નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ એડમિટ કાર્ડ રિલીઝ થયા, આ રીતે કરો ડાઉનલોડ


    MHA NIAમાં ખાલી જગ્યાઓ માટે પગારની વિગતો


    સેક્શન ઓફિસર/ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ (SO/OS) - રૂ. 44900થી 142400

    મદદનીશ - રૂ. 35400થી 122400

    એકાઉન્ટન્ટ - રૂ. 35400થી 122400

    સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 - રૂ. 35400થી 122400

    અપર ડિવિઝન ક્લાર્ક (UDC) - રૂ. 25500થી 81000


    MHA રિક્રુટમેન્ટ 2022 માટે કેવી રીતે અરજી કરવી?


    અધિકારીઓનું નામાંકન(nomination) તેમનો બાયોડેટા, APAR ડોઝિયરની ફોટોકોપી, ડિપાર્ટમેન્ટ ઈન્ક્વાયરી/વિજિલન્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ/ઈટિગ્રિટી સર્ટિફિકેટ/છેલ્લા 10 દિવસ દરમિયાન અધિકારી પર લાદવામાં આવેલા મોટા/નાના દંડની વિગતો સાથે 'SP (Adm), NIA Hqrs, CGO કોમ્પ્લેક્સ, લોધી રોડ, નવી દિલ્હી -110003' ખાતે મોકલવાની રહેશે. અરજીઓ યોગ્ય ચેનલ દ્વારા વહેલામાં વહેલી તકે મોકલવી. ખાસ નોંધવું કે 'રોજગાર અખબાર' માં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 1 મહિના પછી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन