Home /News /career /

NHRC Recruitment : માનવ અધિકાર આયોગમાં ભરતી, 43 જગ્યા માટે અહીંથી કરો અરજી

NHRC Recruitment : માનવ અધિકાર આયોગમાં ભરતી, 43 જગ્યા માટે અહીંથી કરો અરજી

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ભરતી

NHRC Recruitment 2022 : સરકારી નોકરીની તૈયારી (Sarkaru Naukri) કરી રહેલા ઉમેદવારો અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની તક, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં બહાર પડી છે ભાષાને લગતી ભરતી

    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Right Commission, NHRC) એ ટ્રાન્સલેટરની 43 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જેમાં ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે 31 માર્ચ પહેલા ઓફલાઈન અરજી કરવાની રહેશે.  રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામા આવેલી વિગતોના આધેર ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન ખાંસ વીંચી લેવું જોઈએ.

    વેકેન્સી (NHRC, Vacancy)

    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે 43 ટ્રાન્સલેટરની પોસ્ટ પર યોગ્ય ઉમેદવારની ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પસંદગી પામેલ ઉમેદવારને કેન્દ્ર સરકારનો કર્મચારી માનવામાં આવશે. આ પોસ્ટ માટે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ગુજરાતી માટે 3, કન્નડ માટે 2, તમિલ માટે 7, તેલુગુ માટે 5, મરાઠી માટે 2, બેંગાલી માટે 12, ઓરિયા માટે 10, ઉર્દુ અને કાશ્મીરી માટે 1 તથા આસામી માટે 1 ટ્રાન્સલેટર માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    શૈક્ષણિક લાયકાત

    • ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

    • ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું અને જે પોસ્ટ માટે અરજી કરે છે તે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

    • અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.


    આ પણ વાંચો :  HPCL Recruitment : એચપીસીએલમાં 1, 80,000 સુધીના પગારની નોકરી, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા43
    શૈક્ષણિક લાયકાત

    • ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

    • ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું અને જે પોસ્ટ માટે અરજી કરે છે તે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

    • અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.


    અરજી ફીનિશુલ્ક
    પસંદગી પ્રક્રિયાઓફલાઇન અરજી દ્વારા
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ31-3-2022
    ભરતીની માટે અરજી કરવાનું સરનામુંનેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન, માનવ અધિકાર ભવન, સી-બ્લોક, GPO કોમ્પલેક્ષ, INA, ન્યૂ દિલ્હી 110023
    ભરતીનું નોટિફિકેશન જોવા માટેઅહીંયા ક્લિક કરો



    પસંદગી પામેલ ઉમેદવારે શું કામ કરવાનું રહેશે?

    પસંદગી પામેલ ઉમેદવારોએ નીચે જણાવેલ કાર્ય કરવાનું રહેશે.

    • ઉમેદવારોએ ફરિયાદનું, કોરસપોન્ડ્સનું અને રિપોર્ટનું જે તે ભાષામાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું રહેશે.

    • અધિકારીઓએ VLT સોફ્ટવેરમાંથી ફરિયાદ લઈને અંગ્રેજીમાં ભાષાંતર કરીને તે જ સોફ્ટવેરમાં મુકવાની રહેશે.


    પગારધોરણ (NHRC Salary)

    • પસંદગી પામેલ ઉમેદવારોને 1 હજાર શબ્દ પર રૂ.350 વેતન આપવામાં આવશે.


    આ પણ વાંચો : NTPCએ 40 પોસ્ટ પર ભરતી બહાર પાડી, રૂ. 1,40,000 સુધીનો મળશે પગાર

    કેવી રીતે અરજી કરવાની રહેશે?

    • ઉમેદવારોએ NHRC ની અધિકૃત વેબસાઈટ https://nhrc.nic.in/ પર જઈને “What’s New Column” પર ક્લિક કરવાનું રહેશે.

    • ત્યારબાદ ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે.

    • ઉમેદવારોએ ફોર્મ ભરીને સેક્રેટરીને સંબોધિત કરતા નીચે જણાવેલ એડ્રેસ પર મોકલવાની રહેશે

    • નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન, માનવ અધિકાર ભવન, સી-બ્લોક, GPO કોમ્પલેક્ષ, INA, ન્યૂ દિલ્હી 110023 પર મોકલવાનું રહેશે. ઉમેદવાર nhrcestt@nic.in મેઈલ આઈડી પર પણ ફોર્મ ભરીને મોકલી શકે છે.

    First published:

    આગામી સમાચાર