NHM kheda Recruitment 2022: નેશનલ હેલ્થ મિશન દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત કરી છે. ખેડામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી પડી છે જે માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે.
Jobs and Career: અત્યારે ગુજરાત (Gujarat jobs) સહિત દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સરકારી નોકરીઓની (Government jobs) બમ્પર ભરતીઓ નીકળી છે ત્યારે નેશનલ હેલ્થ મિશન (National health Mission)દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત કરી છે.
ખેડામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની (NHM Kheda Recruitment) નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.
SIHFW કોર્સ સાથે B.A.M.S/GNM/B.Sc નર્સિંગ વડોદરા બોન્ડેડ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે.
CCCH કોર્સ / B.Sc નર્સિંગ / પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ કોર્સ જુલાઈ 2020 અથવા જુલાઈ 2020 પછી B.Sc નર્સિંગ પાસ ઉમેદવારો.
ઉલ્લેખનીય છે કે અત્યારે દરેક ક્ષેત્રમાં સરકારી નોકરીઓબહાર પડી છે. નોકરીની અસંખ્ય તકો ઉપલબ્ધ છે, જરૂર હોય છે માત્ર તેને શોધતા રહેવાની મક્કમતા. જોકે, તમારી લાયકાત પ્રમાણેની પરફેક્ટ જોબ શોધવી એક મુશ્કેલ કામ છે. તમારા માટે આ સરળ બનાવવા અમે પ્રતિષ્ઠિત સંસ્થાઓ (Reputable Organisations)નું લિસ્ટ લઈને આવ્યા છીએ. જે હાલ મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી (recruitment) કરી રહ્યા છે. આ લિસ્ટ પર નજર નાખો અને તમારી સ્કિલ્સ સાથે મેળ ખાતી જોબ માટે અરજી કરો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર