NHAI Recruitment 2022 : નેશનલ હાઇવે ઓથોરોટી ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટેશન અને પ્રમોશન માટે 80 જગ્યા પર તક, જાણો કોણ કરી શકે છે અરજી, અહીં આપવામાં આવેલી માહિતીના આધારે કરો અરજી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (National Highways Authority of India, NHAI) દ્વારા જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ) ની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. ડેપ્યુટેશન અને પ્રમોશન માટે અરજીની ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ 01.04.2022 સવારે 10.00 વાગ્યાથી શરૂ થશે.
NHAI Recruitment 2022: અરજી કરવાની અંતિમ તારીખ
ઑનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 02.05.2022 અને પ્રમોશન માટે 18.04.2022 સાંજે 6.00 વાગ્યા સુધીની છે.
લાયકાતના ધારાધોરણ:
જનરલ મેનેજર (ટેક્નિકલ) –ઉમેદવારોએ ગ્રૂપ A સેવામાં 14 વર્ષના અનુભવ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ જેમાંથી રાષ્ટ્રીય / રાજ્ય હાઈ-વે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં 9 વર્ષનો અનુભવ જરૂરી છે.
ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) –હાઇવે રોડ અને બ્રિજ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં છ વર્ષના અનુભવ સાથે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી.
મેનેજર (ટેક્નિકલ) –હાઇવે, રોડ અને બ્રિજ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ત્રણ વર્ષના અનુભવ સાથે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
NHAI Recruitment 2022 – ભરતી વિશે વિગતો
સંસ્થા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)
ખાલી પદો
જનરલ મેનેજર (ટેક્નિકલ), ડેપ્યુટી જનરલ મેનેજર (ટેક્નિકલ) અને મેનેજર (ટેક્નિકલ)
અરજીઓ મેળવવાની છેલ્લી તારીખે અરજદારોની ઉંમર મહત્તમ 56 વર્ષથી વધુ ન હોય.
પગાર
પદના નામ
પે પેન્ડ ગ્રેડ પે
જનરલ મેનેજર (ટેક્નિકલ)
લેવલ-11 (Rs.67,700- 2,08,700) / (પ્રિ રિવાઈઝ્ડ) PB-3 (Rs.15,600-39,100) Rs.6600 ના ગ્રેડ પે સાથે
જનરલ મેનેજર ( ટેક્નિકલ )
લેવલ-12 (Rs.78,800- 2,09,200)/(પ્રિ રિવાઈઝ્ડ) PB-3 (Rs.15,600-39,100) Rs.7,600/- ના ગ્રેડ પે સાથે
ડેપ્યુટી જનરલ મેનેજર ( ટેક્નિકલ )
Level-13 (Rs.1,23,100- 2,15,900) / ( પ્રિ રિવાઈઝ્ડ ) PB-4 (Rs.37,400-67,000) Rs.8,700/- ના ગ્રેડ પે સાથે
મેનેજર (ટેક્નિકલ)
Level-13 (Rs.1,23,100- 2,15,900) / ( પ્રિ રિવાઈઝ્ડ ) PB-4 (Rs.37,400-67,000) Rs.8,700/- ના ગ્રેડ પે સાથે
પસંદગી પ્રક્રિયા:
પસંદગી માત્ર ડેપ્યુટેશન પર આધારિત હશે. ડેપ્યુટેશનના આધારે પસંદગીના કિસ્સામાં, અરજીઓ મેળવવાની છેલ્લી તારીખે 56 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અરજદારોએ અરજી કરવાની રહેશે નહી.
મહત્વની તારીખ:
Time lines
ડેપ્યુટેશન
પ્રમોશન
રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ
01.04.2022 (10.00 AM)
01.04.2022 (10.00 AM)
અરજી કરવાની અંતિમ તારીખ
02.05.2022 (6.00 PM)
18.04.2022 (6.00 PM)
ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ મેળવવાની છેલ્લી તારીખ.
23.05.2022 (6.00 PM)
અરજી કરવાને પાત્ર નથી
આ રીતે કરો અરજી:
Step 1: અરજદાર ઑનલાઇન અરજી કરવા માટેની લિંકને ઍક્સેસ કરવા માટે NHAI વેબસાઇટ www.nhai.gov.in પર જઈ શકે છે. લિંક Google Chrome અથવા Mozilla Firefox પર ખોલવામાં આવી શકે છે.
Step 2: About Us માં કરંટ વેકેન્સી પર ક્લિક કરો અને ભરતી જાહેરાત પર જઈ ‘Online application’ પર ક્લિક કરો.
Step 3: "એપ્લાય" પર ક્લિક કર્યા પછી સિસ્ટમ તમને NHAI પોર્ટલ પર રીડાયરેક્ટ કરશે અને નીચેની માહિતી સાથે નોંધણી બનાવો 1. યુઝર આઈડી (યુઝર આઈડી કંઈપણ હોઈ શકે છે) 2. પાસવર્ડ બનાવો 3. નામ 4. ફોન નંબર 5. ઈમેલ આઈડી 6. આધાર કાર્ડ નંબર.
Step 4: એપ્લિકેશન ફોર્મ ભરીને સેવ બટન પર ક્લિક કરો.
Step 5: એપ્લિકેશન સેવ કર્યા પછી પદ પસંદ કરી ‘submit your application’ બટન પર ક્લિક કરો.
Step 6: સબમીટ કર્યા પછી તમને વેબસીટ એક અલગ સ્ક્રિન પર લઈ જશે, જ્યાં તમને રેફરન્સ નંબર જોવા મળશે, અહીંથી તમે ડાઉનલોડનુ ઓપ્શન પણ જોઈ શકો છો.
ઓનલાઈન અરજીની યોગ્ય રીતે ભરેલી પ્રિન્ટ-આઉટ, અરજદારના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિયત 'વેરિફિકેશન સર્ટિફિકેટ' અને છેલ્લા પાંચ (05) વર્ષોના APAR/ACRની ફોટોકોપી સાથે આગળ મોકલવામાં આવે છે અને નીચેના સરનામે 23.05.2022 ના રોજ અથવા તે પહેલાં NHAI સુધી પહોંચવું જોઈએ..
GM (Tech) & DGM (Tech)માટે
Manager (Tech)માટે
DGM (HR & Admn)-IA નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્લોટ નં.G5-&6, સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્હી-110075
DGM (HR અને Admn)-IB નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્લોટ નં.G5-&6, સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્હી-110075
NHAI ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત શું છે
ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી / સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પૂર્ણ કરી હોવી જોઈએ.
NHAI ભરતી 2022 માટે વય મર્યાદા કેટલી છે?
56 વર્ષ.
NHAI ભરતી 2022 સૂચના માટે પસંદગી પ્રક્રિયા શું છે?
પસંદગી માત્ર ડેપ્યુટેશન પર આધારિત હશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર