NFL Recruitment 2021: NFLમાં મેનેજમેન્ટના ટ્રેઇની માટે ભરતી, 40,000 રૂ.થી પગારની શરૂઆત

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમીટેડમાં સરકારી નોકરી 40,000 રૂપિયા સુધી મળશે પગાર

NFL Recruitment 2021 : આ ભરતી પ્રક્રિયામાં મેનેજમેન્ટ ટ્રેની માર્કેટિંગ(management trainee Marketing) અને મેનેજમેન્ટ ટ્રેની એચઆર(management trainee HR)ના પદો પર કરવામાં આવશે.

  • Share this:
    નેશનલ ફર્ટીલાઇઝર્સ લિમિટેડ(National Fertilizers Limited, NFL)એ મેનેજમેન્ટ ટ્રેનીના પદો પર ભરતી(Recruitment in NFL 2021) બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયામાં મેનેજમેન્ટ ટ્રેની માર્કેટિંગ(management trainee Marketing) અને મેનેજમેન્ટ ટ્રેની એચઆર(management trainee HR)ના પદો પર કરવામાં આવશે. તેથી જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગે છે તેઓ અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા(Registration Process) 3 નવેમ્બરથી શરૂ થઇ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ(Last Date of Registration) 23 નવેમ્બર છે.

    આપને જણાવી દઇએ કે છેલ્લી તારીખ બાદ કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેથી સમય રહેતા તમે અરજી કરી શકો છો. મહત્વનું છેકે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મેનેજમેન્ટ ટ્રેની(માર્કેટિંગ)માં 12 પદો પર અને મેનેજમેન્ટ ટ્રેની(એચઆર)ના 12 પદો એમ મળીને કુલ 24 જગ્યાઓ(Total 24 Posts) માટે પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ  પદ માટે ટ્રેઇનીને 40,000 રૂપિયાથી લઈને 1,40,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો : Scholarship: વિદ્યાર્થિનીઓને કમ્યુટર સાયન્સ ભણવા ગુગલ આપશે 70,000 રૂ.ની સ્કોલરશીપ, ફટાફટ જાણો વિગતો

    શૈક્ષણિક લાયકાત

    એનએફએલ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેશન અનુસાર મેનેજમેન્ટ ટ્રેની માર્કેટિંગના પદો માટે અરજી કરનાર ઉમેદવારે અગ્રીકલ્ચરમાં M.Scની ડિગ્રી 60 ટકા સાથે મેળવેલી હોવી જોઇએ. આ સિવાય વિદ્યાર્થીઓની પાસે માર્કેટિંગમાં MBA/PGDBMની ડિગ્રી હોવી જોઇએ.

    એચઆરની પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારે 60 ટકા સાથે ફુલ ટાઇમ MBA/PG ડિગ્રી અને ડિપ્લોમા કર્યુ હોવુ જોઇએ. આ સિવાય હ્યુમસ રિસોર્સમાં સ્પેશ્યલાઇઝેશન હોવું જોઇએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 24
    શૈક્ષણિક લાયકાત : MBA-PGDM
    પસંદગી પ્રક્રિયા : પરીક્ષા- ઈન્ટરવ્યૂ
    અરજી કરવાની ફી : જનરલ, OBC અને EWS માટે 700 રૂ. બાકી નિશુલ્ક
    અરજી કરવાની છેલ્લી તારીખ : 23-11-2021
    ઓનલાઇન જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    બંને પદો માટે શૈક્ષણિક લાયકાત વિશે વધુ જાણવા તમે ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને નોટિફિકેશન વાંચી શકો છો. ઉમેદવારોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અરજી કરતા પહેલા નોટિફિકેશનમાં આપવામાં આવેલ તમામ વિગતો બરાબર તપાસી લે. કારણ કે ફોર્મ ભરતી સમયે કોઇ પણ ખોટી જાણકાર ભરવાથી કે પછી અધૂર જાણકારી આપવાથી તમારી અરજી રદ્દ કરવામાં આવશે. તેથી તમામ સૂચનો કાળજી પૂર્વક વાંચી લેવા.

    આ પણ વાંચો :   IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આવી બંપર ભરતી, આ રીતે કરો અરજી


    કેટલી છે વયમર્યાદા

    આ બંને પદો પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 29 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ અમુક છૂટછાટ આપી છે.

    આ રીતે થશે પસંદગી

    ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં ઉમેદવારના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹700/- ઉપરાંત લાગુ પડતા બેંક શુલ્ક ચૂકવવાના રહેશે. જ્યારે SC/ST/PwBD/ExSM/ કેટેગરીના કોઇ પણ ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
    First published: