Home /News /career /Jamnagar: સુપરવાઇઝર સહીત અનેક પદ માટે આ કંપનીમાં બહાર પડી ભરતી, પગાર 25 હજારથી વધુ, વાંચો સંપૂર્ણ વિગત

Jamnagar: સુપરવાઇઝર સહીત અનેક પદ માટે આ કંપનીમાં બહાર પડી ભરતી, પગાર 25 હજારથી વધુ, વાંચો સંપૂર્ણ વિગત

ખાનગી કંપનીમાં નોકરીની તક

    Sanjay Vaghela, Jamnagar: આજના સ્પર્ધાત્મક યુગમાં મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ રોજગારીની શોધમાં છે, ઘણા યુવાનો લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ સરકારી નોકરીની તૈયારી કરવા લાગે છે અને અનેક વર્ષો સુધી મહેનત કરવા છતાં નોકરી મળતી નથી, જો કે અનેક એવી ખાનગી કંપનીઓ છે જ્યાં લાયક યુવાનોને નોકરીની તક આપે છે અને સાથે સારો પગાર પણ આપે છે. એટલું જ નહીં ખાનગી કંપનીમાં પણ અનુભવ પ્રમાણે પગાર વધારો અને પ્રમોશનનો પણ લાભ તો મળતો રહે છે. ન્યુઝ18ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજગારની શોધમાં રહેલા યુવક-યુવતીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ખાસ આવા સ્થાનિક નોકરીદાતાઓનો સંપર્ક કરી વેકેન્સીના આર્ટિકલ પબ્લિસ કરવામાં આવશે જેની મદદથી જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળતી રહે.

    જામનગરમા વિશાળ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર આવેલો છે જ્યાં અનેક મોટી મોટી કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં છાશવારે મેનપાવરનું જરૂરિયાત રહેતી હોય છે. આવી જ એક કંપની કેબટેક એન્જીનીયરિંગ છે જેમાં લાયકાત ધરાવતા યુવાનોની ભરતી બહાર પડી છે. આ કંપનીમાં અનુભવીથી લઈને ફ્રેશર ઉમેદવારોને સારા પગાર સાથે નોકરી આપવામાં આવી રહી છે.

    લેબટેક એન્જીનીયરિંગ દરેડ GIDC ફેઝ 2માં આવેલી છે. કેબટેક એન્જીનીયરિંગ LLP ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પડી છે, જેમાં લાયક ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે.

    કયાં પદ પર બહાર પડી ભરતી?

    1. ઇનવર્ડ આઉટવર્ડ :- (Male)

    અનુભવ - 0 to 2 વર્ષ.- Excel ના કામનો અનુભવ હોવો જરૂરિયાત છે.- પગાર - 10 હજારથી 15 હજાર- શૈક્ષણિક લાયકાત - ગ્રેજ્યુએટ (સ્નાતક)

    2. સ્ટોર સુપર વાઇઝર (Male)- અનુભવ - 1 to 2 વર્ષ.- Excel ના કામનો અનુભવ હોવો જરૂરિયાત છે.- પગાર - 12 હજારથી 20 હજાર- શૈક્ષણિક લાયકાત - ગ્રેજ્યુએટ (સ્નાતક)

    3. કવાલીટીકંટ્રોલ:-- અનુભવ - 0 to 2 વર્ષ.-Excel ના કામનો અનુભવ હોવો જરૂરિયાત છે.- પગાર - 11 હજારથી 20 હજાર- શૈક્ષણિક લાયકાત - મિકેનિકલ એન્જીનીયરિંગ

    4. ટૂલ રૂમ સુપરવાઇઝર.
    અનુભવ - 0 to 5 Year.- તમામ મશીન અને ડ્રોઈંગનું જ્ઞાન હોવું જરૂરિયાત છે.- પગાર - 10 હજારથી 25 હજાર- શૈક્ષણિક લાયકાત - ITI, ડિપ્લોમા.

    આ પણ વાંચો:  શું છે પિતૃ કાર્યનું મહત્વ, કેવી હોય છે તેમાં વિધિ, જુઓ Video

    કેવી રીતે કરવી અરજી?

    ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતી મેળવી લાયક ઉમેદવાર જો અરજી કરવા ઈચ્છે તો તે માટેhr@cabtecheng.comપર બાયોડેટા મોકલવાનો રહેશે, તથા મો - 9023062991 પર સંપર્ક કરવાનો રહેશે. કોઈ ઉમેદવાર રૂબરૂ કંપનીની મુલાકાત લેવા ઈચ્છે તેઓ માટે સંપનીનું સરનામું છે એનકોરા ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક, SMI સર્કલ, ફેઝ-3 પ્લોટ નંબર - 17, દરેડ જીઆઈડીસી, જામનગર.

    નોંધ:- આ આર્ટિકલનો હેતુ જરૂરીયાતમંદ યુવાનોને નોકરી મળે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળે એટલો જ છે, નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે News 18 જવાબદાર રહેશે નહીં.
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन