NEET PG Counselling 2021 Verdict: નીટ પીજી કાઉન્સેલિંગ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય આપી અને કાઉન્સેલિંગ શરૂ કરવાનું જણાવ્યં છે. આ સાથે આબીસી અનામતને આ સત્રમાં યથાવત રાખ્યું છે.
NEET PG Counselling 2021 Verdict: નીટ પીજી કાઉન્સેલિંગ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (NEET PG Counselling 2021 Supreme Court Verdict) ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે કાઉન્સેલિંગ શરૂ કરવા જણાવ્યું છે. આ સાથે કાઉન્સેલિંગમાં ઓબીસી અને ઈડબલ્યૂએસ (NEET PG Counselling EWS OBC Reservation Verdict) અનામત આ સત્રમાં લાગૂ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે કાઉન્સેલિંગ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ગત દિવસોમાં આ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને નીટ પીજી કાઉન્સેલિંગમાં 27 ટકા અનામત મળશે આ સાથે ઈડબલ્યૂએસ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ આ અનામતનો લાભ આ સત્રથી જ મળશે.
કોર્ટે કહ્યું છે કે કાઉન્સેલિંગને જલદી શરૂ કરવામાં આવે. કોર્ટે આ કેસમાં આગામી માર્ચ મહિનામાં વિગતવારે સુનવણી કરશે. કોર્ટના નિર્ણયથી નીટ પીજીના વિદ્યાર્થીઓને રાહત મળશે કારણ કે તેમના માટે કાઉન્સેલિંગનો રસ્તો આસાન થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં ઓલ ઈન્ડિયા કોટા મેડિકલ સીટમાં ઓબીસીને 27 ટકા અને ઈડબલ્યૂએસને 10 ટકા અનામત આપવા માટે કેન્દ્ર અને મેડિકલ કાઉન્સિલ કમિટીના 29મી જુલાઈના ઠરાવને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે દેશહિતમાં કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ કરવી જોઈએ.
વિલંબની અસર
નીટ કાઉન્સેલિંગમાં વિલંબ થવાના કારણે એડમિશન અટકી પડ્યા હતા. કોરોનાકાળમાં હૉસ્પિટલોમાં ડૉક્ટરો પર વધી રહેલા ભારણ સામે તબીબી તંગી સર્જાઈ હતી. આ અંગે દિલ્હીમાં ડૉકટોરનું વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જલદી સુનાવણી કરવાની પ્રાર્થના કરી હતી.
વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષથી OBC અને EWS કોટાને લાગૂ કરવા માટે 29 જુલાઈ 2021ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંગે નીટ પીજીના કેટલાક ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમના માતે આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાના માપદંડને લાગુ કરવાનો સરકારનો નિર્ણય અયોગ્ય હતો. આ ઉમેદવારોનો આરોપ હતો કે સરકારે આ મામલે કોઈ અભ્યાસ કર્યો નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર