Career in Medical line! NEET આપ્યા વગર પણ મેડિકલ લાઈનમાં બની શકે છે કારકિર્દી, જાણો કેવી રીતે
Career in Medical line! NEET આપ્યા વગર પણ મેડિકલ લાઈનમાં બની શકે છે કારકિર્દી, જાણો કેવી રીતે
Neet વગરના મેડિકલ કોર્સ
Without NEET Medical Courses: મેડિકલ કોલેજમાં MBBS કરવું હોય તો વિધાર્થીઓએ NEET આપવી ફરજીયાત છે. પણ કેટલાક એવા પણ કોર્ષ છે જર મેડિકલ લાઈનના જ છે પરંતુ તેમાં NEET આપવી જરૂરી નથી.
કેરિયર ડેસ્કઃ ધોરણ 12 સાયન્સ બાદ (Std 12 Science) મેડિકલ લાઈનમાં (medical line) જવું હોય અને તેમાંય મેડિકલ કોલેજમાં MBBS કરવું હોય તો વિધાર્થીઓએ NEET આપવી ફરજીયાત છે. પણ કેટલાક એવા પણ કોર્ષ છે જર મેડિકલ લાઈનના જ છે પરંતુ તેમાં NEET આપવી જરૂરી નથી. વિધાર્થીઓ આવા કોર્સ કરીને પણ મેડિકલ ક્ષેત્રે કારકિર્દીની (career in medical line) નવી દિશા કંડારી શકે છે. એવા ક્યાં ક્યાં કોર્સ (course) છે જે 12 સાયન્સ પછી થાય છે અને તેમાં NEET આપવી પડતી નથી એ કૉર્સની માહિતી આપના માટે અગત્યની છે.
આમ તો દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે મારું બાળક ભણી ગણીને ડોકટર કે એન્જીનીયર બને. પણ દરેક વિધાર્થીના કિસ્સામાં એ શક્ય નથી બની શકતું. પરંતુ મેડિકલ લાઈનમાં આગળ વધવા માટે માત્ર ડોકટર બનવું જરૂરી નથી. ધોરણ 12 સાયન્સ પછી ઘણા એવા કોર્સ છે જે કરીને મેડિકલ લાઈનમાં આગળ વધી શકાય છે. જે માટે નેશનલ એલીજીબ્લીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી ફરજીયાત નથી.
અને આવો જ એક કોર્ષ છે બેચલર ઓફ ફિજીયોથેરાપી સાડા ચાર વર્ષનો કોર્ષ કરી ફિજીયોથેરાપીસ્ટ બની શકાય છે. ફિજીયોથેરાપી એક એવી સારવાર છે જે દર્દીઓના રોગ, ખોટ કે ઇજાની સારવાર દવાઓ કે સર્જરીના બદલે કસરત, માલિશ જેવી શારીરિક પદ્ધતિથી કરે છે. એટલું જ નહીં હવે તો ફિજીયોથેરાપીસ્ટ હોસ્પિટલમાં દરેક વિભાગમાં જરૂરી છે. ફિજીયોથેરાપી માટે રાજયમાં 43 કોલેજોમાં 2800 બેઠકો છે.