Home /News /career /

NEET 2022: આતો કેવી તપાસ! પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનીઓના આંતરિક વસ્ત્રો ઉતારવાનું કહેવાયું, નોંધાવી ફરિયાદ

NEET 2022: આતો કેવી તપાસ! પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીનીઓના આંતરિક વસ્ત્રો ઉતારવાનું કહેવાયું, નોંધાવી ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

NEET 2022: એનટીએ (NTA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં રવિવારે લગભગ 95% હાજરી નોંધાઈ હતી. દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા માટે કુલ 18,72,329 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 10.64 લાખ વિદ્યાર્થીનીઓ હતી.

વધુ જુઓ ...
    NEET exam 2022 : તાજેતરમાં દેશમાં પરીક્ષાના પેપર ફૂટી જવાની સત્તત બીક રહે છે અને આ પ્રકારની ઘટનાઓ પણ બનતી રહે છે. જેને ધ્યાને લઇને પરીક્ષા એજેંસી/બોર્ડ કડક નિયમો અમલી કરાવવા પ્રયાશો કરતા રહે છે. આવી જ કંઈક ઘટના NEET ની પરીક્ષા (EXAM 2022) વખતે સામે આવી છે. પરંતુ નિયમોને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાયી હતી. આવો જાણીએ શું બન્યું હતું પરીક્ષા સમય પહેલા.

    પરીક્ષા સમય પહેલા આશરે 100 વિદ્યાર્થીનીઓને અપમાનિત કરવામાં આવી હતી. જયારે તેણીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ત્યારે મેટલ ડિટેકશન સ્ક્રિનિંગ માંથી પસાર થવાનું હતું અને તેમાં શરીરની ઉપરના ભાગના આંતરિક વસ્ત્રો દૂર કરવાનું કહેવામાં આવ્યું.

    ડ્રેસ કોડ મુજબ, પરીક્ષા ખંડમાં કોઈ પણ ધાતુની વસ્તુ પહેરવાની મંજૂરી હતી નહિ. પરીક્ષા દરમ્યાન કોઈ જાતની ચોરી કે છેતરપિંડીનો બનાવ નો બને એ ઉદ્દેશ્યથી આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે એડવાઈઝરી બેલ્ટ વિશે વાત કરેએ તો તેમાં આ પ્રકારનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ તેમાં અંડર વાયરનો સમાવેશ થઇ શકે છે. આ ઘટના કેરળ રાજ્યના કોલ્લમના પરીક્ષા કેન્દ્રમાં બની હતી.

    નાયબ પોલીસ અધિક્ષક, કોટ્ટરક્કાને કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આશરે 100 વિદ્યાર્થીનીઓને માનસિક આઘાત સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પીડિત વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ પણ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીઓએ ત્યાં સુધી કીધું કે અમને પરીક્ષા પાસ કરતા પહેલા જ માનસિક આઘાતમાં ધકેલી દેવામાં આવ્યા.

    આ પણ વાંચોઃ-GPSC syllabus: નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષાનો અભ્યાસક્રમ, કેવી કરવી તૈયારી?

    પરીક્ષા આપી બહાર આવીને જોયું તો! 
    વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, રવિવારે પરીક્ષા આપ્યા બાદ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને તમામ અંડરગારમેન્ટ કમ્પાર્ટમેન્ટમાં એકસાથે ફેંકેલા જોવા મળ્યા. કેરળમાં માર્થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ખાતે સ્થિત અયુર મંગલમ કેન્દ્રએ જવાબદારીનો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે બહારની એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીનીઓની બાયોમેટ્રિક તાપસ કરવામાં આવી હતી.

    એનટીએ(NTA) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં રવિવારે લગભગ 95% હાજરી નોંધાઈ હતી. દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા માટે કુલ 18,72,329 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 10.64 લાખ વિદ્યાર્થીનીઓ હતી. જે દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયરની ભરતી, આ છે છેલ્લી તારીખ

    આ પ્રથમ વખત હતું જ્યારે NEET મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નોંધણીની સંખ્યા 18 લાખને વટાવી ગઈ હતી, જેમાં 2021 ની સરખામણીમાં 2.5 લાખ વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ગયા વર્ષે, નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-અંડરગ્રેજ્યુએટ) 12 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી, જેમાં 95 ટકાથી વધુ નોંધાયેલા ઉમેદવારોએ હાજરી આપી હતી. સમગ્ર દેશમાં 3,858 કેન્દ્રો પર આયોજિત પરીક્ષામાં 15.44 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. તેમાંથી ઓછામાં ઓછા 8.70 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Neet, NEET Exams

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन