Home /News /career /NEET 2022: નીટ અમદાવાદ ટોપર જય રાજ્યગુરુએ પરીક્ષા તૈયારી સાથે કરતો હતો આવા કામ

NEET 2022: નીટ અમદાવાદ ટોપર જય રાજ્યગુરુએ પરીક્ષા તૈયારી સાથે કરતો હતો આવા કામ

જય રાજ્યગુરુ

NEET ahmedabad topper: અમદાવાદ ટોપર રહેલા જય રાજ્યગુરૂએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા નીટ ક્લિયર કરવાનો સફળતાનો મંત્ર આપ્યો હતો.

અમદાવાદઃ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટ 2022નું (Neet Result 2022) પરિણામ જાહેર થયું છે જેમાં વડોદરાની (vadodara) ઝીલ વ્યાસે ઓલ ઇન્ડિયા મેરીટ 9મુ અને અમદાવાદના (ahmedabad) જય રાજ્યગુરુએ 16મું સ્થાન હાસિલ કર્યું છે. અમદાવાદ ટોપર રહેલા જય રાજ્યગુરૂએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા નીટ ક્લિયર કરવાનો સફળતાનો મંત્ર આપ્યો હતો.

જયને કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસમાં તો કોઈ તકલીફ પડી નહિ પરંતુ પરીક્ષાની તૈયારી સાથે બેડમિન્ટન રમતો, ક્રાઈમ કે થ્રિલર ફિલ્મો પણ જોતો સાથે અભ્યાસમાં સ્માર્ટ વર્કની પણ ટિપ્સ જય એ શેર કરી. NEET યુજી 2022નું પરિણામ જાહેર થયું. જેમાં સમગ્ર દેશમાં રાજસ્થાનની તનિક્ષા 99.99 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ આવી છે. ઓલ ઇન્ડિયા ટોપ 50માં ગુજરાતના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જેમાં વડોદરાની ઝીલ વ્યાસે ઓલ ઇન્ડિયા મેરીટ 9મુ અને અમદાવાદના જય રાજ્યગુરુએ 16મું સ્થાન હાસિલ કર્યું. ઝીલ વ્યાસે 720 માંથી 710 અને જય રાજ્યગુરુએ 706 માર્ક મેળવ્યા છે. ઓલ ઇન્ડિયા રેંકિંગમાં 16મુ સ્થાન અને ગુજરાતમાં બીજું સ્થાન મેળવનાર જય રાજ્યગુરુ સાથે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે ધારેલું પરિણામ મળવાનો આનંદ છે.

આ પણ વાંચોઃ-Celeb Education: દેશની આ સંસ્થામાં ભણી છે મૌની રોય, એક્ટિંગની કળા વારસામાં મળી છે

પહેલાથી જ મેં વિચાર્યું હતું કે, AIIMS દિલ્લીમાં પ્રવેશ મેળવી ડોક્ટર બનવું છે. મેં મારા ટેબલ પર AIIMS દિલ્લીનું સ્ટીકર લગાવ્યું હતું. તેણે કહ્યું કે, મારા પરિવારમાં તમામ લોકો ડોક્ટર છે, મેં પણ ડોક્ટર બનવાનું વિચાર્યું હતું. માતા - પિતા અને બહેન ડોક્ટર છે, હવે હું પણ ડોક્ટર બનીને માતા - પિતાનું સ્વપ્ન પૂરું કરીશ.

આ પણ વાંચોઃ-AIIMS Recruitment: ટ્યુટર અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી, જલદી કરો અરજી

જયના માતાએ કહ્યું કે, પરિવારમાં તમામ સભ્યો ડોક્ટર જ હતા, એટલે પુત્ર પણ ડોક્ટર બને એવી ઈચ્છા હતી. મારા પુત્રએ આખરે જે પરિણામ મળ્યું છે, એનાથી ડોક્ટર બનવાનું અમારું સ્વપ્ન પૂરું થયું છે, પરિવારમાં બધા ડોક્ટર હતા એટલે પુત્ર પણ ડોક્ટર બને એવી ઈચ્છા હતી.
Published by:ankit patel
First published:

Tags: Career News, Jobs and Career

विज्ञापन
विज्ञापन