Home /News /career /NEET 2023ની માર્ચમાં જાહેર થશે નોટિફિકેશન, મે મહિનામાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાવાની શક્યતા

NEET 2023ની માર્ચમાં જાહેર થશે નોટિફિકેશન, મે મહિનામાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાવાની શક્યતા

NEET 2023 notification

NEET 2023 Notification: 2020થી મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ પાછળ ઠેલાયું હતું. 2021માં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ સપ્ટેમ્બરમાં યોજાય હતી. 2022માં તે પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી, 2021માં તે 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. 2020માં, પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી. મહામારી પહેલા પરીક્ષા મે મહિનામાં લેવામાં આવતી હતી. હવે NTAને કોરોના સમયગાળાના પહેલાના સમયપત્રક પર પાછા ફરવાની અપેક્ષા છે અને પરીક્ષા મેના પ્રથમ રવિવારે યોજાય તેવી અપેક્ષા છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  NEET 2023 Notification: મેડિકલનો અભ્યાસ કરવા માંગતા વિદ્યર્થિઓ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે MBBS અને BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આગામી પ્રવેશ પરીક્ષા મે મહિનામાં યોજાઈ શકે છે. અહેવાલો અનુસાર, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ વર્ષે પણ મેડિકલની પ્રવેશ પરીક્ષા બે વાર યોજવાની માંગણી થઇ હોવા છતાં પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવામાં આવશે.


  2020થી મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ પાછળ ઠેલાયું હતું. 2021માં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ સપ્ટેમ્બરમાં યોજાય હતી. 2022માં તે પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી, 2021માં તે 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. 2020માં, પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી. મહામારી પહેલા પરીક્ષા મે મહિનામાં લેવામાં આવતી હતી. હવે NTAને કોરોના સમયગાળાના પહેલાના સમયપત્રક પર પાછા ફરવાની અપેક્ષા છે અને પરીક્ષા મેના પ્રથમ રવિવારે યોજાય તેવી અપેક્ષા છે.

  આ પણ વાંચો:  મન હોય તો માળવે જવાય, જ્યુસનો સ્ટોલ ખોલવા મજબૂર યુવાને ક્રેક કરી RPSC

  NEET 2023નું નોટિફિકેશન માર્ચ 2023માં બહાર પાડવામાં આવશે. નોટિફિકેશનની જાહેરાત સાથે રજીસ્ટ્રેશન -કમ-એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થશે. તેમજ પરીક્ષાની ચોક્કસ તારીખો સૂચના સાથે જાહેર કરવામાં આવશે.

  2022માં, NEET માટે 18 લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. તે ભારતની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા માનવામાં આવે છે. આ વર્ષે પણ અરજદારોની સંખ્યા 15 લાખથી વધુ થવાની ધારણા છે. સરકારે ઉચ્ચ વય મર્યાદા દૂર કરી છે. જેથી ઉમેદવારોને મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની એકથી વધુ તકો મળે છે.

  NEET 2022 અને NEET 2021 બંને ઇન્ટરનલ ચોઈસ પ્રશ્નોત્તરી ફોર્મેટમાં લેવાઈ હતી. NEET 2021માં પરીક્ષાનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને દરેક વિભાગમાં 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં તેઓએ દરેક વિષયમાં 45 પ્રશ્નોનો પ્રયાસ કરવાનો હતો. આ આ વર્ષે કદાચ તે લાગુ નહીં થાય. જોકે માર્ચમાં ચોક્કસ વિગતો જાણવા મળશે.

  આ પણ વાંચો:  Job After 10th: 10મા પછી કરો આ શોટ ટર્મ કોર્ષ, મળી શકે છે 20 થી 30 હજારની નોકરી

  અહીં ઉલ્લેખનિય છે કે, મોટાભાગના રાજ્ય અને કેન્દ્રીય બોર્ડ 100 ટકા અભ્યાસક્રમમાં પાછા ફર્યા હોવાથી અને શૈક્ષણિક વર્ગો ફરીથી અગાઉની જેમ શાળામાં યોજવામાં આવી રહ્યા છે, તેથી તેમાં તમામ છૂટછાટની શક્યતા નથી. જેઇઇ મેઇન(JEE Main)- એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ - વર્ષમાં ચાર પ્રયાસો પરથીથી એક વર્ષમાં બે પ્રયાસોના માળખામાં પાછી ફરી છે.
  First published:

  Tags: Career and Jobs, Neet, NEET Exams, શિક્ષણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन