NEET 2022 : મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ નીટ 2022 (Medical Entrance Exam 2022) માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. આ તૈયારી કરવા માટે અગાઉના ટોપર્સે આપેલા સૂચનો
NEET 2022: મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ નીટ 2022 (Medical Entrance Exam 2022) માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. પરીક્ષા (NEET Exam 2022) 17 જુલાઇના રોજ લેવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પોતાની સીટ મેળવવા માટે તૈયારીમાં લાગી ગયા છે. NEETની પરીક્ષામાં માત્ર પાસ થવું જરૂરી નથી, પરંતુ સારો રેન્ક (NEET Rank) મેળવવો મહત્વપૂર્ણ છે. જેથી આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ચેલેન્જ બને છે. શ્રેષ્ઠ તૈયારી કરવા અત્યારે વિદ્યાર્થીએ અનેક અવનવી પુસ્તકો ફંફોળી રહ્યા હશે. આ સંજોગોમાં છાત્રોની અનુકૂળતા માટે આ પરીક્ષામાં ભૂતકાળમાં અવ્વલ રહી ચૂકેલા વિદ્યાર્થીઓએ અમુક પુસ્તકો સૂચવ્યા (Best Books for NEET Preparation) છે. તો ચાલો નજર કરીએ ટોપર્સે રીફર કરેલી આ પુસ્તકોની (Books for NEET)યાદી પર.
કલ્પના કુમારી, NEET 2018માં ટોપર
બિહારની કલ્પના કુમારીએ વર્ષ 2018માં નીટની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેણે 750માંથી 691 ગુણ મેળવ્યા હતા. NEETની તૈયારી માટે કલ્પનાએ NCERTના પુસ્તકો પર ભાર આપ્યો હતો.
મૃણાલ કુટ્ટેરી, NEET 2021માં ટોપર
હૈદરાબાદના મૃણાલ કુટ્ટેરીએ મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામમાં વર્ષ 2021માં ફુલ માર્ક્સ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બેઝિક તૈયારી માટે મૃણાલે NCERTના પાછલા વર્ષના પ્રશ્નપત્રો અનુસર્યા હતા. તેણે જણાવ્યું કે, મેં પરીક્ષાની તૈયારી દરમિયાન ઘણા રૂટિન ફોલો કર્યા. પરંતુ મને સમજાયું કે, તે મારા માટે કામના નથી. કોઇપણ વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેણે નવા રસ્તાઓ અપનાવવા જોઇએ અને જાણવું જોઇએ કે તેમના માટે ક્યો રસ્તો કારગર છે.
યુપીના અમન કુમાર ત્રિપાઠીએ આ પરીક્ષામાં 720માંથી 716 ગુણ સાથે ચોથો ક્રમાંક મેળવ્યો હતો. તેણે પણ મોટાભાગે NCERT પર ધ્યાન આપ્યું હતું અને ફિઝીક્સ અને કેમેસ્ટ્રી માટે પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરી હતી. તે દરરોજ આવરી લેવાય તે રીતે દરેક વિષયોને ધ્યાનમાં લેતો હતો.
હ્રુતુલ છગ, NEET 2021માં 5મો રેન્ક
ગુજરાતના હ્રુતુલે ગત વર્ષે 720માંથી 715 માર્ક્સ મેળવ્યા હતા. હ્રુતુલે પણ પોતાની તૈયારી માટે NCERT પર વધુ ધ્યાન આપ્યું હતું. તેણે કહ્યું કે, NCERT પર ધ્યાન આપો. ઘણા વિદ્યાર્થીઓ NCERT બરાબર વાંચતા નથી. પરંતુ તેમાંથી વધુને વધુ પ્રેક્ટિસ કરો.
નિખાર બંસલ, NEET 2021 5મો રેન્ક
અન્ય વિદ્યાર્થીઓની જેમ જ નિખાર પણ NEET ક્લિઅર કરવા માટે NCERTના પુસ્તકો પર ભારણ આપવાની સલાહ આપે છે. તેણે જણાવ્યુ કે, NCERT જ ચાવી છે. કોઇપણ વિદ્યાર્થી જે તૈયારી કરે છે તેણે એકસાથે અલગ અલગ બુક્સ વાંચવી કે અનેક પરીક્ષા ન આપવી જોઇએ.
NEET 2021માં 23મો રેન્ક મેળવનારી પવિત સિંહ જણાવે છે કે તેણે મોટાભાગની તૈયારી NCERT બુક્સમાંથી કરી હતી. આ સિવાય તેણે તેના કોચિંગ મટિરીયલનો પણ સહારો લીધો હતો.
અનિરૂદ્ધ દાસ, NEET 2021માં 794મો રેન્ક
બેંગલૂરુના અનિરૂદ્ધ દાસે NEET 2021માં 99 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તેણે 720માંથી 681 ગુણ મેળવ્યા હતા. તેણે ફિઝીક્સ પેપર માટે ડીસી પાંડે દ્વારા ઓબ્જેક્ટિવ ફિઝીક્સ ફોર NEET (વોલ્યૂમ 1 અને 2) અને કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે તેણે MTG NCERT એટ યોર ફિંગરટીપ્સનો અભ્યાસ કર્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર