Home /News /career /

NEET 2022: આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસની કોલેજોમાં નર્સિંગમાં એડમિશન નીટ દ્વારા થશે, રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ

NEET 2022: આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસની કોલેજોમાં નર્સિંગમાં એડમિશન નીટ દ્વારા થશે, રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ

NEET 2022 Registration : નીટના રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

NEET 2022 AFMS Bsc Nursing Admission : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નીટ 2022 (NEET)ની રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ લંબાવી છે. નીટ 2022ના સ્કોરના માધ્યમથી આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ માટે બી.એસ.સી નર્સિંગ (B.sc) નર્સિંગમાં એડમિશન મળશે.

વધુ જુઓ ...
    NEET UG 2022 Entrance exam નેશનલ ટેસ્ટિંગ એજન્સી - NTAના નવા અપડેટ મુજબ નીટ યુજી 2022 પ્રવેશ પરીક્ષા (NEET UG 2022 Entrance exam) માટે અરજીની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવાયો છે. યુજી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2022 (National Eligibility cum Entrance Test 2022)ની અરજી પ્રક્રિયા 6 મે, 2022ના રોજ પૂર્ણ થવાની હતી. જો કે, AMFSની નર્સિંગ કોલેજોના BSc નર્સિંગના ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તેને વધુ એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે.

    નીટ યુજી 2022 અરજીની તારીખ વધારવામાં આવી છે, પરંતુ પરીક્ષાની તારીખ 17 જુલાઈ, 2022 યથાવત છે. નીટ 2022 પરીક્ષા ન કરાવનાર ઉમેદવારો હવે neet.nta.ac.in લોગ ઇન કરીને ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વૈકલ્પિક રીતે નીટ 2022 એપ્લિકેશન ફોર્મની સીધી લિંક પણ નીચે આપવામાં આવી છે.

    NEET UG 2022 Entrance Exam   રજિસ્ટ્રેશનની તારીખ

    નીટ 2022ની અરજીની તારીખમાં ફેરફાર બાબતે NTAએ તેની વેબસાઇટ પર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે, નીટ યુજી 2022 પરીક્ષાનો ઉપયોગ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS) નર્સિંગની કોલેજોમાં B.Sc (Nursing) કોર્સ 2022માં પ્રવેશ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે પણ કરવામાં આવશે. આને અનુલક્ષીને એજન્સીએ નીટ યુજી 2022 માટે અરજીની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં બીએસસી નર્સિંગના ઉમેદવારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

    NEET UG 2022 Entrance Exam   ટૂંકી વિગતો



















    AFMS કોલેજોમાં નર્સિંગની બેઠકો220
    NEET 2022 UG રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ15-5-2022
    NEET 2022 UGનું નવું નોટિફીકેશન વાંચવાઅહીંયા ક્લિક કરો
    NEET 2022 UG ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેઅહીંયા ક્લિક કરો



    NEET UG 2022 Entrance Exam  આ કોલેજોમાં મળશે પ્રવેશ

    NTA દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિસમાં જણાવાયું છે કે, નર્સિંગ ઓફ ધ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS)ની નીચેની કોલેજો નીટ 2022ની પરીક્ષાના આધારે યુજી મેડિકલ અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

    આ પણ વાંચો : NEET exam 2022: NEETના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળશે વધુ સમય, જાણો અગત્યની સૂચનાઓ



































    કોલેજબેઠકોની કુલ સંખ્યા
    કોલેજઓફનર્સિંગ, એ.એફ.એમ.સી. પુણે40
    કોલેજઓફનર્સિંગ, સીએચ(ઇસી) કોલકાતા30
    કોલેજઓફનર્સિંગ, આઈએનએચએસઅશ્વિની, મુંબઈ40
    કોલેજઓફનર્સિંગ, એએચ(આરએન્ડઆર) નવીદિલ્હી30
    કોલેજઓફનર્સિંગ, સીએચ(સીસી) લખનઉ40
    કોલેજઓફનર્સિંગ, સીએચ(એએફ) બેંગ્લોર40
    કુલ220



    આ પણ વાંચો : GTU Placement : જીટીયુની પીજી સ્કૂલના 75% વિદ્યાર્થીઓનું MNCમાં પ્લેસમેન્ટ, જાણો કેટલો મળ્યો હાઈએસ્ટ પગાર

    AFMS સંસ્થાઓ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને www.joinindianarmy.nic.in મુલાકાત લો. વૈકલ્પિક રીતે ઉમેદવારો નીટ (યુજી) - 2022ને લગતી વધુ વિગતો અથવા સ્પષ્ટતા માટે neet@nta.ac.in પર અથવા 011-40759000 નો સંપર્ક કરી શકે છે.
    First published:

    Tags: Entrance Exams, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર