Home /News /career /NEEPCO Recruitment 2022 : એપ્રેન્ટિસની 56 જગ્યા માટે ભરતી, રૂ.14877 મળશે સ્ટાઇપેન્ડ

NEEPCO Recruitment 2022 : એપ્રેન્ટિસની 56 જગ્યા માટે ભરતી, રૂ.14877 મળશે સ્ટાઇપેન્ડ

NEEPCO Recruitment 2022 : નીપકોમાં ભરતી, સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે 55 જગ્યા માટે તક

NEEPCO Recruitment 2022 : નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (NEEPCO) એ 56 ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ્સ પરથી અરજીઓ મંગાવી છે. આ જોબ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 17 ફેબ્રુઆરીના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

NEEPCO Recruitment 2022 : નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (NEEPCO) એ 56 ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ્સ પરથી અરજીઓ મંગાવી છે. આ જોબ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 17 ફેબ્રુઆરીના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ એ નોંધવું કે, પસંદગી મેરીટ મુજબ થશે અને મેરીટ ITI અભ્યાસક્રમના માર્ક મુજબ નક્કી કરવામાં આવશે. તમામ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પોસ્ટ વાઇઝ લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ, કેવી રીતે અરજી કરવી વગેરે જાણકારી અહીં મેળવી શકે છે.

NEEPCO Recruitment 2022 આસામ ગેસ આધારિત પાવર સ્ટેશન

ઇલેક્ટ્રિશિયન- 8, ફિટર/ બોઇલર એટેન્ડન્ટ- 6, પ્લમ્બર-1

અગરતલા ગેસ આધારિત પાવર સ્ટેશન

ઇલેક્ટ્રિશિયન- 8, ફિટર/ બોઇલર એટેન્ડન્ટ- 4 , પ્લમ્બર-1 દોયાંગ હાઇડ્રો પાવર સ્ટેશન (DHPS), વોખા,ઇલેક્ટ્રિશિયન- 1, ફિટર- 1, કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન (KHPS), પશ્ચિમ કામેંગ, ઇલેક્ટ્રિશિયન- 2, ફિટર-૧, પ્લમ્બર-1,

NEEPCO Recruitment 2022 કોપીલી હાઇડ્રો પાવર સ્ટેશન (KHPS)

ઉમરોંગસો,  ઇલેક્ટ્રિશિયન- 5,  ફિટર- 3, પ્લમ્બર- 1, નીપકો કોર્પોરેટ ઓફિસ, બ્રુકલેન્ડ, ઇલેક્ટ્રિશિયન- 3, ત્રિપુરા ગેસ આધારિત પાવર, ઇલેક્ટ્રિશિયન- 5, ફિટર/ બોઇલર એટેન્ડન્ટ- 5

આ પણ વાંચો : Indian Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં ભરતી, એક લાખ રૂપિયા સુધી મળશે પગાર

NEEPCO Recruitment 2022 શૈક્ષણિક લાયકાત:

ટ્રેડ એપ્રેન્ટિસ: માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને આઈટીઆઈ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ જરૂરી છે.

NEEPCO Recruitment 2022  નોકરીની ટૂંકી વિગતો
જગ્યા55
શૈક્ષણિક લાયકાતટ્રેડ એપ્રેન્ટિસ: માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને આઈટીઆઈ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયાITIના મેરિટના આધારે
અરજી કરવાની અંતિમ તારીખ17-2-2022
એપ્રેન્ટિસની નોંધણી કરાવવા માટેઅહીંયા ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેનીપકો એપ્રેન્ટિસશીપ એપ્લિકેશન ફોર્મ (આઇટીઆઇ ટ્રેડ માટે) ડાઉનલોડ કરવું અને પ્રિન્ટ આઉટ લેવું. તમામ સંબંધિત માહિતી ભરવી અને યોગ્ય રીતે ભરેલું ફોર્મ neepco.apprentices21@gmail.com પર મોકલવું.
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો

NEEPCO Recruitment 2022 કઈ રીતે કરવી અરજી?

ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in ખાતે ઓનલાઇન મારફતે નેશનલ પ્રમોશન સ્કીમ (NAPS)માં પોતાની નોંધણી કરાવવી. નોંધણી કરાવવી ફરજિયાત છે અને નોંધણી પછી જનરેટ કરાયેલું માન્ય રજિસ્ટ્રેશન આઇડી જરૂરી છે.

આ પણ વાંચો : સરકારી નોકરી : RBIમાં આસિસ્ટન્ટની 950 જગ્યાઓ પર થશે ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

ઓનલાઇન અરજી સબમિટ કર્યા પછી અરજદારે કોર્પોરેશનની વેબસાઇટ પરથી નીપકો એપ્રેન્ટિસશીપ એપ્લિકેશન ફોર્મ (આઇટીઆઇ ટ્રેડ માટે) ડાઉનલોડ કરવું અને પ્રિન્ટ આઉટ લેવું. તમામ સંબંધિત માહિતી ભરવી અને યોગ્ય રીતે ભરેલું ફોર્મ neepco.apprentices21@gmail.com પર મોકલવું. આ ફોર્મ સાથે સેલ્ફ-એટેસ્ટેડ સ્કેન કોપીઓ એટલે કે ITI પાસ સર્ટિફિકેટ, માર્કશીટ, એજ પ્રુફ (HSLC સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ), જાતિ/પીડબલ્યુડી સર્ટિફિકેટને PDF ફોર્મેટમાં જોડવાના રહેશે.
First published:

Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર, સરકારી નોકરી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો