Home /News /career /

NCERT Recruitment 2022 : NCRETમાં વિવિધ પોસ્ટ પર ભરતી, 60,000 રૂ. સુધી મળશે પગાર

NCERT Recruitment 2022 : NCRETમાં વિવિધ પોસ્ટ પર ભરતી, 60,000 રૂ. સુધી મળશે પગાર

NCRET Recruitment 2022 : એનસીઆરઈટીમાં ભરતી, ઓનલાઇન અરજી કરવાનો એક દિવસ બાકી

NCRET Recruitment 2022 : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ કરારના ધોરણે અનેક જગ્યાઓ પર ભરતી (NCERT Recruitment 2022) માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઓનલાઇન અરજી કરવા માટે એક દિવસ બાકી છે

    NCERT Recruitment 2022 :  નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ કરારના ધોરણે અનેક જગ્યાઓ પર ભરતી (NCERT Recruitment 2022) માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી NCERT દ્વારા સંકલિત કરવામાં આવતા કાર્યક્રમો/પ્રોજેક્ટો માટે શિક્ષણ મંત્રાલય (Ministry of Education) સરકારના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ (PAB) દ્વારા મંજૂર કરાયેલ સમગ્ર શિક્ષા-ઇન્ટીગ્રેટેડ યોજના હેઠળ કરવામાં આવશે. જે વર્ષ 2021-22 માટે આગામી નાણાંકીય વર્ષમાં 31 માર્ચ, 2022 સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. રસ ધરાવતા ઉમેદવારોએ 15 જાન્યુઆરી, 2022 સુધીમાં ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.

    આટલી પોસ્ટ પર થશે ભરતી

    - સિનિયર કન્સલ્ટન્ટ(એકેડેમીક) – 6 પોસ્ટ

    આ પોસ્ટ માટે પસંદ થનારા ઉમેદવારોને માસિર 60,000 રૂપિયા વેતન આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, સિનિયન કન્સલ્ટન્ટના પદો માટે 65 વર્ષની ઉંમરના કે કોઇ સેવા નિવૃત્ત ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

    - કન્સલ્ટન્ટ (એકેડેમિક) – 29 પોસ્ટ

    કન્સલ્ટન્ટના પદો પર પસંદગી પામનાર ઉમેદવારને માસિક 45,000 રૂપિયા સુધી વેતન આપવામાં આવશે. આ પદો માટે પણ 65 વર્ષની ઉંમરના કે કોઇ સેવા નિવૃત્ત ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

    - પ્રોજેક્ટ એસોસિએટ/સર્વે એસોસિએટ/ સિનિયર રીસર્ચ એસોસિએટ – 5 પોસ્ટ

    આ પદો પર પસંદ થનાર ઉમેદવારોને 30000 પ્રતિ માસ વેતન આપવામાં આવશે. આ પદો માટે 65 વર્ષની ઉંમરના કે કોઇ સેવા નિવૃત્ત ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

    - જૂનિયર પ્રોજેક્ટ ફેલો – 12 પોસ્ટ

    NET ક્વોલિફાય કરેલ હોય અને પસંદ થનાર ઉમેદવારને માસિક 25,000 રૂપિયા સેલેરી આપવામાં આવશે, જ્યારે NET વગરના ઉમેદવારોને માસિક 23,000 રૂપિયા પગાર આપવામાં આવશે.

    આ પદો માટે ઉમેદવારની ઉંમર યુજીસીની માર્ગદર્શિકા મુજબ 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. (SC/ST અને મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ). આપને જણાવી દઇએ કે, જે ઉમેદવારો પહેલાથી જ કાઉન્સિલમાં અઢી વર્ષથી JPF તરીકે કામ કરી ચૂક્યા છે તેઓ આ પદ માટે લાયક નથી.



























    જગ્યા 54
    શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 15-1-2022
    ભરતી ની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ક્લિક કરો



    - ઓફિસ આસિસ્ટન્ટ – 1 પોસ્ટ

    ઓફિસ આસિસ્ટન્ટના પદ પર નોકરી મેળવાનાર ઉમેદવારને પ્રતિ માસ 25,000 રૂપિયા સેલેરી આપવામાં આવશે.

    - એકાઉન્ટન્ટ – 1 પોસ્ટ

    આ પદ માટે ઉમેદવારને માસિક મહેનતાણું 25,000 આપવામાં આવશે.
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, નોકરી, ભરતી, સરકારી નોકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन