NCL Recruitment 2022:નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (Northern Coalfields Limited) એટલે કે NCAએ ડમ્પર ઓપરેટર સહિતની જગ્યાઓમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 307 (NCL Recruitment 2022 Notification) જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રુચિ ધરાવનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nclcil.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (NCL) ઓપરેટર ભરતી માટે ફક્ત તે જ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે, જેમણે માન્ય બોર્ડમાંથી હાઇસ્કૂલ / મેટ્રિક / એસએસસી પરીક્ષા પાસ કરી હોય અને ખાલી જગ્યાઓ સંબંધિત ટ્રેડમાં ITI / NCVT પ્રમાણપત્ર મેળવ્યું હોવુ જોઇએ.
મેટ્રિક્યુલેટ /ssc / હાઇસ્કૂલ અથવા કોઈપણ રાજ્યની માન્ય સંસ્થાના માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી સમકક્ષ પાસ કરેલ હોવુ જોઇએ.
(ii) ભારતના કોઇ પણ રાજ્યમાંથી RTA/ RTO તરફથી જારી કરાયેલ માન્ય HMV લાઇસન્સ હોવુ જોઇએ.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા | 307 |
લાયકાત | ડ્રેગલાઈન ઓપરેટર-(i) મેટ્રિક્યુલેટ /SSC/ હાઈસ્કૂલ અથવા કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ હોવુ જરુરી છે. (ii) ઉમેદવારે NCVT/ SCVT ટ્રેડ પ્રમાણપત્રો સાથે ડીઝલ મિકેનિક/મોટર મિકેનિક/ફિટર ટ્રેડમાં ITI કરેલ હોવુ જોઇએ. (iii) આ સાથે જ ઉમેદવાર પાસે Heavy motor Vehicle નું લાઇસન્સ પણ હોવું જરુરી છે.અન્ય પોસ્ટ માટે મેટ્રિક્યુલેટ /ssc / હાઇસ્કૂલ અથવા કોઈપણ રાજ્યની માન્ય સંસ્થાના માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી સમકક્ષ પાસ કરેલ હોવુ જોઇએ. (ii) ભારતના કોઇ પણ રાજ્યમાંથી RTA/ RTO તરફથી જારી કરાયેલ માન્ય HMV લાઇસન્સ હોવુ જોઇએ. |
અરજી ફી | નોટિફિકેશનમાં ઉલ્લેખ મુજબ |
અરજી કરવાની અંતિમ તારીખ | 31-1-2022 |
પસંદગી પ્રક્રિયા | NCL ભરતી સૂચના મુજબ, ઉમેદવારોની પસંદગી તેમની અરજીની વિગતો માટે નિર્ધારિત ધોરણો માટે મેળવેલા ગુણ અનુસાર તૈયાર કરવામાં આવેલ મેરિટ યાદીના આધારે કરવામાં આવશે. |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
આવેદન કરવા માટે | અહીંયા ક્લિક કરો |
ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપનીઓ પૈકી મિનીરત્ન કંપની, નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL)માં સરકારી નોકરી ઇચ્છુકો માટે સારી તક છે. જેના માટે ઉમેદવારોને 31 જાન્યુઆરી 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના વાંચી લેવી.
NCL Recruitment 2022: અરજી પ્રક્રિયા
લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો NCLની અધિકૃત વેબસાઇટ nclcil.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
NCL Recruitment 2022: પસંદગી પ્રક્રિયા
NCL ભરતી સૂચના મુજબ, ઉમેદવારોની પસંદગી તેમની અરજીની વિગતો માટે નિર્ધારિત ધોરણો માટે મેળવેલા ગુણ અનુસાર તૈયાર કરવામાં આવેલ મેરિટ યાદીના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને અરજીમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય rectt.ncl@coalindia.in પર જાહેર કરાયેલ ઈમેલ આઈડી પર મેઈલ કરીને મદદ મેળવી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs, Sarkari Naukari, કેરિયર