Home /News /career /

NBCC Recruitment : NBCCમાં 81 જગ્યા પર ભરતી, 70,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

NBCC Recruitment : NBCCમાં 81 જગ્યા પર ભરતી, 70,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક

NBCC Recruitment : એનબીસીસીમાં 81 જગ્યાઓ માટે જુનિયર એન્જિનિયર અને ડીજીએમની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

NBCC Recruitment 2022 : ભારત સરકારની નવરત્ન કંપની એનબીસીસી (NBCC)માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે બુધવારે અરજી કરવાની અંતિમ તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિક દ્વારા અરજી કરી શકે છે.

    NBCC Recruitment 2022 : એનબીસીસીએ એક ભરતી નોટિફિકેશન (NBCC Recruitment 2022) બહાર પાડ્યું છે અને તેની વેબસાઇટ (nbccindia.com) પર જુનિયર એન્જિનિયર (JE) અને ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) તરીકે એન્જિનિયર્સની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવી છે. આપને જણાવી દઇએ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ, 2022 છે. કુલ 81 ખાલી જગ્યાઓ સીધી ભરતી (Recruitment) કરવામાં આવશે. અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ગુરૂવારે 14મી એપ્રિલના રોજ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    NBCC Recruitment 2022  ખાલી જગ્યા : કુલ ખાલી જગ્યાઓમાંથી, 60 જુનિયર એન્જિનિયર (સિવિલ), 20 જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) માટે અને 1 ડેપ્યુટી જનરલ મેનેજર માટે ફાળવવામાં આવી છે. એનબીસીસી જેઇની ભરતી માટે વયમર્યાદા 28 વર્ષ છે, જ્યારે એનબીસીસી ડીજીએમ પોસ્ટ્સ 46 વર્ષ છે.

    NBCC Recruitment 2022  પગાર

    જે લોકોને એનબીસીસી જેઈ પોસ્ટ્સ માટે પસંદ કરવામાં આવશે તેમને પગાર તરીકે રૂ. 27270 ચૂકવવામાં આવશે અને આ ડીજીએમના પદો માટે રૂ. 70,000થી રૂ. 2,00,000 પગાર ચૂકવવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત

    JE સિવિલ  : 60% કુલ ગુણ સાથે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો આવશ્યક છે.

    JE ઇલેક્ટ્રિકલ  : સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી 60 ટકા કુલ ગુણ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ.

    આ પણ વાંચો :  BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    DGM  : સિવિલ એન્જિનિયરિંગમાં ફુલ ટાઇમ ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી 60 ટકા કુલ માર્ક્સ સાથે સમાન ડિગ્રી સાથે 9 વર્ષનો અનુભવ.

    પસંદગી પ્રક્રિયા

    જેઇ- લેખિત પરીક્ષા,  ડીજીએમ- ઇન્ટવ્યૂ

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા81
    શૈક્ષણિક લાયકાતબંને પોસ્ટ માટે અલગ અલગ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી

    આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ.500 ફી પેટે ચૂકવવાના રહેશે. જોકે, SC, ST, PWD, અને વિભાગીય ઉમેદવારો માટે કોઇ જ ફી રાખવામાં આવી નથી.

    અરજી કરહવાની અંતિમ તારીખ14-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    કઇ રીતે કરશો અરજી

    - સૌપ્રથમ NBCCની ઓફિશ્યલ વેબસાઇટ ઓપન કરી તેમાં કરિયર સેક્શનમાં જાઓ.

    - ત્યાર બાદ ભરતી નોટિફીકેશન અંતર્ગત એપ્લાય નાઉ પર ક્લિક કરો.

    - હવે રજીસ્ટર પર ક્લિક કરી. તમારું રજીસ્ટ્રેશન કરો.

    - સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો. એપ્લિકેશન ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અટેચ કરીને ફોર્મ સબમિટ કરો.

    - ઉમેદવારો અરજી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ પોતાની પાસે રાખી શકે છે. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    આ પણ વાંચો : Exim Bank Recruitment: EXIM બેંકમાં ઓફિસરની 30 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

    એપ્લિકેશન ફી

    આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ.500 ફી પેટે ચૂકવવાના રહેશે. જોકે, SC, ST, PWD, અને વિભાગીય ઉમેદવારો માટે કોઇ જ ફી રાખવામાં આવી નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર