NBCC Recruitment : ભારત સરકારની નવરત્ન કંપની NBCCમાં 81 જગ્યા પર ભરતી, 70,000 સુધી મળશે પગાર
NBCC Recruitment : ભારત સરકારની નવરત્ન કંપની NBCCમાં 81 જગ્યા પર ભરતી, 70,000 સુધી મળશે પગાર
NBCC Recruitment : એનબીસીસીમાં 81 જગ્યાઓ માટે જુનિયર એન્જિનિયર અને ડીજીએમની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
NBCC Recruitment 2022 : સરકારી નોકરી (Sarkari Naukri)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એનબીસીસી (NBCC)માં ભરતીની તક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી (Online Application) કરી શકે છે.
NBCC Recruitment 2022 : એનબીસીસીએ એક ભરતી નોટિફિકેશન (NBCC Recruitment 2022) બહાર પાડ્યું છે અને તેની વેબસાઇટ (nbccindia.com) પર જુનિયર એન્જિનિયર (JE) અને ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) તરીકે એન્જિનિયર્સની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવી છે. આપને જણાવી દઇએ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ, 2022 છે. કુલ 81 ખાલી જગ્યાઓ સીધી ભરતી (Recruitment) કરવામાં આવશે. અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ પહેલાં નોટિફીકેશન વાંચી અને અરજી કરવી જરૂરી છે.
NBCC Recruitment 2022 ખાલી જગ્યા : કુલ ખાલી જગ્યાઓમાંથી, 60 જુનિયર એન્જિનિયર (સિવિલ), 20 જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) માટે અને 1 ડેપ્યુટી જનરલ મેનેજર માટે ફાળવવામાં આવી છે. એનબીસીસી જેઇની ભરતી માટે વયમર્યાદા 28 વર્ષ છે, જ્યારે એનબીસીસી ડીજીએમ પોસ્ટ્સ 46 વર્ષ છે.
NBCC Recruitment 2022 પગાર
જે લોકોને એનબીસીસી જેઈ પોસ્ટ્સ માટે પસંદ કરવામાં આવશે તેમને પગાર તરીકે રૂ. 27270 ચૂકવવામાં આવશે અને આ ડીજીએમના પદો માટે રૂ. 70,000થી રૂ. 2,00,000 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
JE સિવિલ : 60% કુલ ગુણ સાથે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો આવશ્યક છે.
JE ઇલેક્ટ્રિકલ : સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી 60 ટકા કુલ ગુણ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ ડિપ્લોમા કોર્સ.
DGM : સિવિલ એન્જિનિયરિંગમાં ફુલ ટાઇમ ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી 60 ટકા કુલ માર્ક્સ સાથે સમાન ડિગ્રી સાથે 9 વર્ષનો અનુભવ.
પસંદગી પ્રક્રિયા
જેઇ- લેખિત પરીક્ષા, ડીજીએમ- ઇન્ટવ્યૂ
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
81
શૈક્ષણિક લાયકાત
બંને પોસ્ટ માટે અલગ અલગ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ.500 ફી પેટે ચૂકવવાના રહેશે. જોકે, SC, ST, PWD, અને વિભાગીય ઉમેદવારો માટે કોઇ જ ફી રાખવામાં આવી નથી.