NBCC Recruitment 2022 : : ભારત સરકારની નવરત્ન એન્ટરપ્રાઇઝ નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન એનબીસીસીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કંપની માટે (NBCC Recruitment 2022 Notification)કુલ 70 ઉમેદવારોની જરૂરિયાત છે
NBCC Recruitment 2022: ભારત સરકારની નવરત્ન એન્ટરપ્રાઇઝ નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન એનબીસીસીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કંપની માટે (NBCC Recruitment 2022 Notification)કુલ 70 ઉમેદવારોની જરૂરિયાત છે જેની ભરતી કરવામાં આવશે. બહાર પાડવામાં આવેલા જાહેરાત મુજબ ઉમેદવારો યોગ્ય શૈક્ષણિક (NBCC Recruitment 2022 Qualification) લાયકાત અને અનુભવનો અભ્યાસ કરી અને અને અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન (NBCC Recruitment Last Date of Online application) અરજી કરવાની અંતિમ તારીખ8-1-2022 છે ((NBCC Recruitment 2022 Last date of Online application) . આમ આ નવરત્ન કંપમાં અરજી કરવા માટેના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રસ ધરાવતા યુવકો અહીંયા આપવામાં આવેલી ડાયરેક્ટ એપ્લિકેશનની લિંક પરથી અરજી કરી શકે છે.
જગ્યા : આ નોકરીમાં ડે.પ્રોજેક્ટ મેનેજર ઇલેક્ટ્રિકલની 10 જગ્યા છે. સિવિલ મેનેજમેન્ટ ટ્રેઇનીની કુલ 40 જગ્યા છે.ઇલેક્ટ્રિકલ મેનેજમેન્ટ ટ્રેઇનીની 15 જગ્યા, સિવિલ પ્રોજેક્ટ મેનેજરમેનની 01 જગ્યા છે. સિનિનિયર સ્ટેનોગ્રાફરની એક જગ્યા છે. આમ કુલ 70 જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
ડે. પ્રોજેક્ટ મેનેજર ઇલેક્ટ્રિકલ : આ ભરતી માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાંથી ફૂલટાઇમ ડિગ્રી સાથે 60 ટકા માર્ક્સ જરૂરી છે. આ ઉપરાંત ઓછામાં ઓછો પોસ્ટને લગતો 03 વર્ષનો અનુભવ જરૂરી છે જે વિગતવારે જાહેરાતમાં આપવામાં જણાવ્યા મુજબ હોવો જોઈએ.
પગાર : આ નોકરી માટે 50,000-1,60,000 રૂુપિયા સુધીનો પગાર આપવામાં આવશે. ઉંમર મર્યાદા 1-8-2022ના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ
મેનજમેન્ટ ટ્રેઇની : આ નોકરી માટે સિવિલ એન્જિનિયરીંગમાં ફૂલ ટાઇમ ડિગ્રી સાથે 60 ટકા માર્ક્સ જરૂરી છે.
પગાર : આ નોકરી માટે 40,000 રૂપિયાથી લઈને 1,40,000 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. જ્યારે ઉંમર મર્યાદા 29 વર્ષ છે
મેજમેન્ટ ટ્રેઇની ઇલેક્ટ્રીકલ : આ ભરતી માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાંથી ફૂલટાઇમ ડિગ્રી સાથે 60 ટકા માર્ક્સ જરૂરી છે. નોકરસી માટે ઉંમર મર્યાદા 29 વર્ષ છે
પગાર : આ નોકરી માટેનો પગાર 40,000 રૂપિયાથી લઈને 1,40,000 રૂપિયા સુધી મળશે.
પ્રોજેક્ટ મેનેજર સિવિલ : સિવિલિ એન્જનિયરીંગની ડિગ્રી સાથે 60 ટકા એગ્રીગેટ માર્ક્સ જરૂરી છે. આ ઉપરાંત 06 વર્ષનો પોસ્ટને સંલગ્ન અનુભવ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ હોવો જોઈએ.
પગાર : આ નોકરી માટે 60,000-1,80,000 રૂપિયા પગાર આપવામાં આવશે. જ્યારે ઉંમર મર્યાદા જનરલ ઈડબલ્યૂએસ માટે 47 વર્ષ, ઓબીસી માટે 50 વર્ષ અને એસસી એસટી માટે 52 વર્ષ રાખવામાં આવી છે.
સિનિયર સ્ટેનોગ્રાફર : આ નોકરી માટે ગ્રેજ્યુએટ અને સ્ટેનોગ્રાફી કરતા ઉમેદવારો અરજી કરી શકશે. હિંદીમાં 100/40 અને અને ઇન્ગલિશનમાં 110/50ની સ્પીડ ધરાવતા ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકશે.
પગાર : આ નોકરી માટે 26440 રૂપિયા ફિક્સ પગાર મળશે
ઓફિસ આસિસ્ટન્ટ (સ્ટેનોગ્રાફર) : આ નોકરી માટે ગ્રેજ્યુએટ અને સ્ટેનોગ્રાફી કરતા ઉમેદવારો અરજી કરી શકશે. હિંદીમાં 70/30 અને અને ઇન્ગલિશમાં 70/35ની સ્પીડ ધરાવતા ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકશે.
પગાર : આ નોકરી માટે 18,430 રૂપિયા ફિક્સ પગાર મળશે
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
70
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ પર અલગ અલગ, જાહેરાતમાં આપ્યા મુજબ ડિગ્રી સાથે અનુભવ
પસસંદગી પ્રક્રિયા
ઈન્ટરવ્યૂ દ્વારા ગેટના સ્કોર દ્વારા અને સ્કિલ ટેસ્ટ દ્વારા ત્રણેય પોસ્ટ માટે અલગ અલગ રીતે
અરજી કરવાની ફી
ડે. મેનેજર ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે 1,000 રૂપિયા, અને મેનેજમેન્ટ ટ્રેઇની (સિવિલ, ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે 500 રૂપિયા
આ નોકરીમાં ડે. મેનેજર ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે 1,000 રૂપિયા, અને મેનેજમેન્ટ ટ્રેઇની (સિવિલ, ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે 500 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
સિવિલ અને ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ માટે પર્સલન ઈન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી થશે.઼