NBCC Recruitment: NBCCમાં 25 જગ્યાની ભરતી, રૂપિયા 2 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
NBCC Recruitment: NBCCમાં 25 જગ્યાની ભરતી, રૂપિયા 2 લાખ સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
NBCC Recruitment : એનબીસીસીમાં 81 જગ્યાઓ માટે જુનિયર એન્જિનિયર અને ડીજીએમની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
NBCC Recruitment: એનબીસીસી (NBCC) દ્વારા 25 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ ગુરૂવારે 5-5-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NBCC Recruitment: એનબીસીસી ઇન્ડિયા (NBCC India) લિમિટેડે ડેપ્યુટી જનરલ મેનેજર (એન્જી)-(સિવિલ) (ઇ-4)ની 25 જગ્યાઓ પર ભરતી (NBCC DEPUTY GENERAL MANAGER RECRUITMENT) પ્રક્રિયા હાથ ધરવા માટે નોટિફિકેશન (એડવિટ નંબર 07/2022) બહાર પડી છે. NBCCમાં ડેપ્યુટી મેનેજર ભરતી માટે અરજી ફોર્મ 6 એપ્રિલ 2022થી શરૂ થઈ ચૂક્યા છે. આ ફોર્મ 5 મે 2022 સુધી ઓફિશિયલ વેબસાઇટ www.nbccindia.com દ્વારા ઓનલાઇન મોડ થકી ભરી શકશે. આ પોસ્ટમાં અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે અહીં સંપૂર્ણ વિગતો, પ્રક્રિયની જાણકારી અને નવી અપડેટ આપવામાં આવી છે.
NBCC Recruitment: ભરતી અંગે જાણકારી
NBCC (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા ડેપ્યુટી જનરલ મેનેજરની 25 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
ડેપ્યુટી જનરલ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની મહત્તમ ઉંમર 41 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અલબત્ત, સરકારના અનામતના નિયમો અનુસાર અનામત વર્ગ માટે ઉપલી ઉંમરમાં છૂટછાટ રહેશે
NBCC Recruitment: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
25
શૈક્ષણિક લાયકાત
- આ પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં 60% ગુણ સાથે ફુલ ટાઇમ ડિગ્રી અથવા સમકક્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ પર નોકરી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુમાં કરેલા પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી ફી
તમામ ઉમેદવારોને રૂ. 1000 ભરવાના રહેશે. જ્યારે SC/ ST/ PWD અને વિભાગીય ઉમેદવારો માટે ફી શૂન્ય છે.
આ પોસ્ટ પર નોકરી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુમાં કરેલા પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
NBCC Recruitment: પગાર માળખું શું છે?
ડેપ્યુટી જનરલ મેનેજરની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 70000થી 200000 રૂપિયા સુધીનું વેતન આપવામાં આવશે.
NBCC Recruitment: આ પોસ્ટ માટે કઈ રીતે કરવી અરજી?
- અરજી કરવા માટે સૌપ્રથમ NBCCની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- હવે Human Resource પર ક્લિક કરી જોબ ઓપનિંગ્સ શોધો.
- ત્યાંથી એપ્લિકેશન પેજ પર પહોંચી જશો.
- ત્યાં એપ્લિકેશન ભર્યા બાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી દો.
- અંતે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
NBCC Recruitment: રજી માટેની ફી
તમામ ઉમેદવારોને રૂ. 1000 ભરવાના રહેશે. જ્યારે SC/ ST/ PWD અને વિભાગીય ઉમેદવારો માટે ફી શૂન્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર