Jobs and Career: અત્યારે સરકારી નોકરીઓની બંપર ભરતીઓ નીકળી છે. નેવલ ડોકયાર્ડ મુંબઈએ નેવી ડોકયાર્ડ ભરતી 2022 હેઠળ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ માટે સત્તાવાર વેબસાઇટ - www.dasapprenticembi.recttindia.in દ્વારા અરજી કરી શકે છે. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ, 2022 છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 338 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોપ્લેટર, મરીન એન્જિનિયર ફિટર અને પેટર્ન મેકર જેવા વિવિધ ક્ષેત્રોમાં એક વર્ષના તાલીમ અભ્યાસક્રમ માટે પાત્ર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. 338 જગ્યાઓમાંથી, 35 ખાલી જગ્યાઓ એવા ઉમેદવારો માટે છે જેઓ શિપરાઈટ સ્ટીલ, રિગર અને ફોર્જર અને હીટ ટ્રેકરમાં બે વર્ષની એપ્રેન્ટિસશિપ માટે જોડાવા ઈચ્છે છે.
6: એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
નેવલ ડોકયાર્ડ ભરતી 2022: પાત્રતા માપદંડ
વયમર્યાદા :
ઉમેદવારોનો જન્મ 1 ઓગસ્ટ, 2001થી 31 ઓક્ટોબર, 2008ની વચ્ચે થયો હોવો જોઈએ.
ડેઝિગ્નેટેડ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસશીપની તાલીમ લેવા માટેની વ્યક્તિ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવી જોઈએ અને સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI પરીક્ષા કુલ 65% માર્ક્સ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
વધુમાં, ઉમેદવારે NCVT દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થામાંથી સંબંધિત ITI/ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ હોવો જોઈએ અને અરજીની છેલ્લી તારીખે તેની પાસે લાયકાત હોવી જોઈએ.
નેવલ ડોકયાર્ડ ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
ઇન્ટરવ્યુ/કૌશલ્ય કસોટી
લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રારંભિક મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને સપ્ટેમ્બર 2022માં ઇન્ટરવ્યુ/કૌશલ્ય કસોટી માટે બોલાવવામાં આવશે.
અનામત યાદીમાં પર્યાપ્ત ઉમેદવારો સાથે એપ્રેન્ટિસશીપ ટ્રેડ મુજબ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ/કૌશલ્ય કસોટીના એકીકૃત ગુણને ધ્યાનમાં લઈને અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
ટાઈના કિસ્સામાં ITI પરીક્ષામાં ઉચ્ચ માર્કસ મેળવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યારબાદ હાઈસ્કૂલની પરીક્ષામાં વધુ ગન મેળવનારને તક મળશે.