Home /News /career /Sarkari Naukri : NHBમાં ભરતી, 84890 રૂ. સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
Sarkari Naukri : NHBમાં ભરતી, 84890 રૂ. સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
Housing Bank NHB Recruitment 2021 : નેશનલ હાઉસિંગ બેંકમાં 16 જગ્યા માટે ભરતી, મેનેજરની પોસ્ટ માટે આવેદન કરવા કરો અરજી
National Housing Bank Recruitment : નેશનલ હાઉસિંગ બેન્ક (The National Housing Bank Vacancy (NHB) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને રિજનલ મેનેજરની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી હતી. ઓનલાઇન અરજી કરવાની આ અંતિમ તક છે.
ઁNational Housing Bank Recruitment 2021-2022: નેશનલ હાઉસિંગ બેન્ક (The National Housing Bank Vacancy (NHB) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને રિજનલ મેનેજરની વિવિધ પોસ્ટ પર ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. આ પદો માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પદો પર ઓનલાઈન અરજી કરવાની (National Housing Bank Last date of Online Application) અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2021 છે. આમ ગુરૂવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે.