National Housing Bank Recruitment 2021-2022: નેશનલ હાઉસિંગ બેન્ક (The National Housing Bank Vacancy (NHB) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને રિજનલ મેનેજરની વિવિધ પોસ્ટ પર ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. આ પદો માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પદો પર ઓનલાઈન અરજી કરવાની (National Housing Bank Last date of Online Application) અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2021 છે.
National Housing Bank Recruitment 2021-2022- ખાલી પડેલા પદો : આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ I) – 14 , ડેપ્યુટ મેનેજર (સ્કેલ II) – 02 રિજનલ મેનેજર (સ્કેલ IV) - 01, રિસ્ક મેનેજમેન્ટ
National Housing Bank Recruitment 2021-2022- વય મર્યાદા ડિસેમ્બર 2021 સુધી ઉમેદવારોની વય મર્યાદા નીચે પ્રમાણે હાવી જોઈએ.
1. આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ I) – 21થી 30 વર્ષ
2. ડેપ્યુટ મેનેજર (સ્કેલ II) – 23થી 32 વર્ષ
3. રિજનલ મેનેજર (સ્કેલ IV) રિસ્ક મેનેજમેન્ટ – 30થી 45 વર્ષ
સરકારી ધારાધોરણો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
National Housing Bank Recruitment 2021-2022: પગાર 1 . આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ I) – રૂ. 36000 - 1490/ 7 – 46430 - 1740/ 2 – 49910 - 1990/ 7-63840
2. ડેપ્યુટ મેનેજર (સ્કેલ II) – રૂ. 48170 – 1740/ 1 – 49910 – 1990/ 10 - 69810
3. રિજનલ મેનેજર (સ્કેલ IV) રિસ્ક મેનેજમેન્ટ – રૂ. 76010 – 2220/ 4 – 84890 – 2500/ 2 – 89890
આ પણ વાંચો : Sarkari Naukri 2021: ધોરણ 8-10 પાસ માટે 1290 પદો પર ભરતી, અરજી કરવાની છેલ્લી તક National Housing Bank Recruitment 2021-2022: શૈક્ષણિક લાયકાત 1. આસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ I): (1) માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ (SC/ST/PwBDના કિસ્સામાં 55%) સાથે કોઈપણ વિષયમાં ફુલ ટાઈમ ગ્રેજ્યુએશન (બેચલર) ડિગ્રી અથવા ઓછામાં ઓછા 55% ગુણ (SC/ST/PwBDના કિસ્સામાં 50%) સાથે કોઈપણ વિષયમાં ફુલ ટાઈમ માસ્ટર ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત.
(2) અકાઉન્ટન્ટ/ CMA/ કમ્પની સેક્રેટરી ની શૈક્ષણિક લાયકાત ઘરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
(3) ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ/ ડિગ્રી પ્રમાણપત્ર/ વ્યવસાયિક લાયકાતનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી કરનાર ઉમેદવાર 01.12.2021ના રોજ સ્નાતક/અનુસ્નાતક/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ/સીએમએ/કંપની સેક્રેટરીમાં મેળવેલા માર્ક્સ સાથેનું પ્રમાણ પત્ર ધરાવતો હોવો જોઈએ.
2. ડેપ્યુટ મેનેજર (સ્કેલ II): (1) કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી
(2) ઈચ્છનિય: MBA (ફાઈનાન્સ)
(3) ઓછામાં 2 વર્ષનો અનુભવ.
રિજનલ મેનેજર (સ્કેલ IV) રિસ્ક મેનેજમેન્ટ
ગ્રેજ્યુએશન ડિગ્રી (a) ગ્લોબલ અસોસિયેશન ઓફ રિસ્ક પ્રોફેશનલ્સમાંથી રિસ્ક મેનેજમેન્ટ (b) PRMIA ઈન્સ્ટીટ્યુટમાંથી પ્રોફેશનલ રિસ્ક મેનેજમેન્ટ સર્ટીફિકેટ.
ઓછામાં ઓછા 02 વર્ષનો અનુભવ.
નોકરીની ટૂંકી વિગતો જગ્યા 16 શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ડિગ્રી સાથે વ્યાવસાયિક અનુભ પસંદગી પ્રક્રિયા ઓનલાઇન પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે અરજી કરવાની ફી SC / ST / PwBD ઉમેદવારો માટે- ₹ 175/- (ઈન્ટિમેશન ચાર્જ)સામાન્ય અને ઓબીસી વર્ગ માટે- ₹ 850/- (એપ્લિકેશન ફી + ઈન્ટિમેશન ચાર્જ) અરજી કરવાની અંતિમ તારીખ 30/12/2021 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઇન અરજી કવા માટે અહીંયા ક્લિક કરો
National Housing Bank Recruitment 2021-2022: પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટેસ્ટ)
ઈન્ટરવ્યૂ
National Housing Bank Recruitment 2021-2022: એપ્લિકેશન ફી SC / ST / PwBD ઉમેદવારો માટે- ₹ 175/- (ઈન્ટિમેશન ચાર્જ)
સામાન્ય અને ઓબીસી વર્ગ માટે- ₹ 850/- (એપ્લિકેશન ફી + ઈન્ટિમેશન ચાર્જ)
ઉમેદવારોએ અરજી કરવાની ફી ઓનલાઈન ભરવાની રહેશે.
આ પણ વાંચો : ONGC Recruitment 2021:HR એક્ઝિક્યૂટીવ અને PROની ભરતી, અહીંથી સીધા કરો અરજી National Housing Bank Recruitment 2021-2022: આ રીતે કરો અરજી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો NHB ની ઓફિશિયલ વેબસાઈટ nhb.org.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2021 છે.
National Housing Bank Recruitment 2021-2022: મહત્વની તારીખો ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ- 1/12/2021
અરજી કરવાની અંતિમ તારીખ- 30/12/2021
અરજીમાં સુધારો કરવાની અંતિમ તારીખ- 30/12/2021
પ્રિન્ટિંગ કરવાની અંતિમ તારીખ- 14/01/2022
ઓનલાઈન પેમેન્ટ- 1/12/2021થી 31/12/2021
Published by: Jay Mishra
First published: December 20, 2021, 15:36 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bank Jobs , Sarkari Naukri 2021