Home /News /career /

Job Alert: NABARD થી લઈને Indian Navy માં શરુ થઇ ગઈ છે ભરતી, જલ્દી કરો અરજી

Job Alert: NABARD થી લઈને Indian Navy માં શરુ થઇ ગઈ છે ભરતી, જલ્દી કરો અરજી

નોકરી માટે બંપર ભરતી

NABARD to Navy recruitment : તાજેતરમાં વિવિધ રોલ માટે રિક્રુટમેન્ટ (Recruitment) શરૂ કરી છે. જુઓ અહીં આપેલ લિસ્ટ અને તમારા માટે સૌથી વધુ યોગ્ય હોય તે નોકરી માટે અરજી કરો.

    શું તમે નોકરીની (Jobs) તક શોધી રહ્યાં છો અને એક પરફેક્ટ નોકરી નથી મળી રહી? તો ચિંતા કરશો નહીં, અહીં અમે એવી કંપનીઓનું લિસ્ટ આપ્યું છે, જેણે તાજેતરમાં વિવિધ રોલ માટે રિક્રુટમેન્ટ (Recruitment) શરૂ કરી છે. જુઓ અહીં આપેલ લિસ્ટ અને તમારા માટે સૌથી વધુ યોગ્ય હોય તે નોકરી માટે અરજી કરો.

    NHM ઉત્તર પ્રદેશ ખાતે CHOSની ભરતી
    ઉત્તર પ્રદેશમાં નેશનલ હેલ્થ મિશન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) તરીકે કોન્ટ્રાકટ આધારિત ઉમેદવારોની ભરતી શરુ કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવ દ્વારા NHM કુલ 5,505 ખાલી જગ્યાઓ ભરવા માંગે છે. જે ઉમેદવારો પસંદ કરવામાં આવશે, તેઓને 35,500 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 9 ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.

    નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (National Bank for Agriculture and Rural Development - NABARD)એ આસિસ્ટન્ટ મેનેજમેન્ટ રોલ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો ઓપન કરી છે. રિક્રુટમેન્ટ ડ્રાઈવ દરમિયાન 170 જગ્યાઓ માટે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. NABARD પસંદગી પામેલા ઉમેદવારને રૂ. 55,600 સુધીનો પગાર ઓફર કરશે. આ માટે 7 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.

    આ પણ વાંચોઃ-GPSC syllabus: પશુચિકિત્સા અધિકારી વર્ગ-2ની પરીક્ષાનો અભ્યાસક્રમ, કેવી કરવી તૈયારી?

    ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી
    ભારતીય નૌકાદળ અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષના કરાર માટે અગ્નિવીર (SSR)ની શોધ કરી રહી છે. આ ભરતી નેવીમાં 2,800 ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. ઉમેદવારોને માસિક પગાર પેકેજ આપવામાં આવશે, જે 30,000 રૂપિયાથી શરૂ થશે અને જે સેવાના અંતિમ વર્ષમાં વધીને 40,000 રૂપિયા પ્રતિ માસ થશે. 22 જુલાઈ અરજી માટેનું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે.

    વિવિધ ભારતીય યુનિવર્સિટીઓમાં JRF, LS અને APની જગ્યાઓ
    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), લેક્ચરશિપ (LS) અને સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયકત નક્કી કરવા 2022માં સંયુક્ત CSIR-UGC NET પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઓનલાઈન અરજી અને ફી ટ્રાન્ઝેક્શનની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ, રાત્રે 11.50 વાગ્યા સુધી છે.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: ક્લાસ-2 અને 3 અધિકારી બનવાની સૂવર્ણ તક હાથમાંથી જતી રહેશે! ફટાફટ કરો અંતિમ તારીખ નજીકમાં

    DRDO, DST અને ADA માં ભરતી
    રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (RAC), DRDO, DST અને ADA ખાતે સાયન્ટીસ્ટ B પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારી રહ્યું છે. આ પોસ્ટ માટે કુલ 630 જગ્યાઓ ઉપલબ્ધ છે. એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવતા અરજદારો અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી તેમના GATE સ્કોરના આધારે કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યુ રાઉન્ડ થશે. અરજી 29 જુલાઈ સુધીમાં સબમિટ કરવાની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Jobs news, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन