Home /News /career /

NABARD Recruitment : નાબાર્ડમાં મળી રહી છે 60,000 પગાર સુધીની નોકરી, અહીંથી સીધા કરો અરજી

NABARD Recruitment : નાબાર્ડમાં મળી રહી છે 60,000 પગાર સુધીની નોકરી, અહીંથી સીધા કરો અરજી

NABARD Recruitment 2022 : નાબાર્ડમાં 04 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

NABARD Recruitment 2022 : નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ (NABARD Consultancy Services, NABCONS) દ્વારા ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6-4-2022 છે.

વધુ જુઓ ...
    NABARD Recruitment 2022: નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ (NABARD Consultancy Services, NABCONS)એ નાબાર્ડ (NABARD)ની માલિકીની કંપની છે. આ સાથે જ તે કૃષિ અને ગ્રામીણ વિકાસ (agriculture and rural development) (www.nabcons.com) ક્ષેત્રે પણ એક અગ્રણી કન્સલ્ટન્સી સંસ્થા છે. હાલ નાબાર્ડ કન્સલ્ટન્સી (NABARD Consultancy Services) ભારતીય નાગરિકો પાસેથી કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરવા માટે અરજીઓ ઓનલાઈન આંમત્રિત કરી રહી છે.

    નાબાર્ડની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ બુધવારે 6-4-2022ના રોજ છે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સાથે જાહેરાતની લિંક પણ આપવામાં આવી છે. ઉમેદવારો પોતાની શૈક્ષણિક યોગ્યા ચકાસી અને અરજી કરી શકે છે.

    NABARD Recruitment 2022:  ખાલી જગ્યા 

    અસોસિયેટ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: 2
    પ્રોજેક્ટ અસોસિયેટ્સ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: 2

    આ પણ વાંચો :  DVC Recruitment 2022: DVCમાં 59 જગ્યા માટે ભરતી, 56,100 પગારથી શરૂઆત, અહીંથી કરો અરજી

    NABARD Recruitment 2022: લાયકાત

    ઉમેદવારને અંગ્રેજી અને હિન્દીમાં વાંચન, લેખન અને બોલવામાં પણ નિપુણતા હોવી જોઈએ અને માઈક્રોસોફ્ટ એક્સેલ અને પાવરપોઈન્ટમાં આવડત સાથે મીક્રોસોફ્ટ ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ.

    અસોસિયેટ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ- ફાઈનાન્સ & અકાઉન્ટ્સ

    ઉમેદવારો માન્ય સંસ્થામાંથી બેચલર ઓફ કોમર્સ/ બેચલર ઓફ કોમર્સ (ઓનર્સ) ઓછામાં ઓછા 50 ટકા અથવા સમકક્ષ CGPA સાથે પાસ કરેલ હોવુ જોઈએ.
    ઉમેદવાર પાસે ICAI/ICWA સાથે CA/CFA/ICWA કરેલ હોવુ જોઈએ અથવા માન્ય સંસ્થામાંથી MBA ફાઈનાન્સ અથવા CA (Inter) અથવા M.Comનુ ક્વોલિફિકેશ હોવુ જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા04
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ6-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો


    અસોસિયેટ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ- ફાઈનાન્સ & અકાઉન્ટ્સની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે

    અહીંયા ક્લિક કરો
    પ્રોજેક્ટ અસોસિયેટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    પ્રોજેક્ટ અસોસિયેટ- ફાઈનાન્સ & એકાઉન્ટ્સ

    ઉમેદવારો માન્ય સંસ્થામાંથી બેચલર ઓફ કોમર્સ/ બેચલર ઓફ કોમર્સ (ઓનર્સ) ઓછામાં ઓછા 50 ટકા અથવા સમકક્ષ CGPA સાથે પાસ કરેલ હોવુ જોઈએ.

    ફાઈનાન્સ/ બેન્કિંગ અને અકાઉન્ટિંગમાં વધારાની લાયકાત

    NABARD Recruitment 2022: વય મર્યાદા

    અસોસિયેટ પ્રોજેક્ટ કન્સલટન્ટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: 25 વર્ષ થી 40 વર્ષ
    પ્રોજેક્ટ અસોસિયેટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: 25 વર્ષ થી 35 વર્ષ

    NABARD Recruitment 2022: પગાર

    અસોસિયેટ પ્રોજેક્ટ કન્સલટન્ટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: રૂ. 55,000/- થી રૂ. 60,000/-
    પ્રોજેક્ટ અસોસિયેટ – ફાઈનાન્સ & અકાઉન્ટ્સ: રૂ. 35,000/- થી રૂ. 45,000/-

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડામાં મેનેજરની 159 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

    NABARD Recruitment 2022: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આપેલી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ માંગવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે. ઉમેદવારો 23 માર્ચથી 06 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन