Home /News /career /

NABARD Recruitment 2022: નાબાર્ડમાં 1,00,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

NABARD Recruitment 2022: નાબાર્ડમાં 1,00,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

NABARD Recruitment 2022 : નાબાર્ડમાં 04 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

Nabard NABCONS Recruitment 2022 : નાબાર્ડની પેટા કંપની નાબકોન્સ દ્વારા ભરતીનું નોટિફીકેશન ( NABCONS Recruitment ) બહાર પાડવામાં આવ્યું છે, આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 27મી એપ્રિલે છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતી દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    NABARD Recruitment:  નાબાર્ડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને કૃષિ અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ભારતની ટોચની કન્સલ્ટન્સી સંસ્થા નાબાકોન્સ (NABCONS) અથવા નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે હાલમાં પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ (Project Assistant) અને પ્રોજેક્ટ એસોસિએટ પોસ્ટ્સ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા લોકોએ નીચે આપેલી વિગતો ચકાસી લેવી. આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 27મી (NABARD Recruitment Lasty date of Online Application) એપ્રિલ બુધવાર છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ભરતી માટે અરજી કરી શકે છે.

    NABARD Recruitment:  લાયકાત

    પોસ્ટનું નામ - પ્રોજેક્ટ મેનેજર

    શૈક્ષણિક લાયકાત - ઉમેદવારોએ પર્યાવરણીય વિજ્ઞાન અને કૃષિમાં માસ્ટર ડિગ્રી અથવા પર્યાવરણ વિજ્ઞાન અને કૃષિમાં સમકક્ષ લાયકાત/સીવિલમાં એમટેક/જળ સિંચાઇ ઇજનેરી/ હાઇડ્રોલોજી/ જમીન અને જળ સંરક્ષણ ઇજનેરી/ ભૂગર્ભજળ એન્જિનિયરિંગ અથવા કોઈ નામાંકિત સંસ્થામાંથી કોઈપણ સંબંધિત ક્ષેત્રમાં સ્પેશિયલાઈઝેશન સાથે એન્જિનીયરિંગ જરૂરી છે.

    તેમની પાસે ભૂગર્ભજળ રિચાર્જ/વોટર રિસોર્સ મેનેજમેન્ટ, સોલાર પંપ ઇન્સ્ટોલેશન વગેરે સંબંધિત પ્રોજેક્ટ્સમાં પણ ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    આ પણ વાંચો : MAHAGENCO Recruitment: MAHAGENCOમાં 41 જગ્યાની ભરતી, 2,28,000 સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો











































    જગ્યા04
    શૈક્ષણિક લાયકાતચારેય જગ્યા માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઓનલાઈન એપ્લિકેશન દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ27-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    પ્રોજેક્ટ એસોસિએટની ભરતીની અરજી કરવા માટે઼અહીંયા ક્લિક કરો
    પ્રોજેક્ટ સહાયકની ભરતીની અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
    પ્રોજેક્ટ મેનેજરની ભરતીની અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
    વોટર રિસોર્સ એરક્સપર્ટની ભરતીની અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    પોસ્ટનું નામ - પ્રોજેક્ટ એસોસિએટ

    શૈક્ષણિક લાયકાત - અરજદારોએ 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA સાથે માન્યતા પ્રાપ્ત કૉલેજમાંથી સ્ટેટિસ્ટિક્સમાં MBA / PG / કમ્પ્યુટર સાયન્સમાં B.Tech / કમ્પ્યુટર સાયન્સમાં M.Tech કરેલ હોવું જોઈએ. MIS અને M&Eમાં હાથથી અનુભવ જરૂરી છે. તેમની પાસે વિકાસ ક્ષેત્રની યોજનાઓ અને પ્રોજેક્ટ્સમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો સંબંધિત અનુભવ હોવો જોઈએ અને વિવિધ વિકાસલક્ષી અથવા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાં MIS અને M&E સંબંધિત કાર્યોમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    પોસ્ટનું નામ - પ્રોજેક્ટ સહાયક

    શૈક્ષણિક લાયકાત - ઉમેદવારોએ 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA સાથે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી સામાજિક વિજ્ઞાન / કોમર્સમાં માસ્ટર / મેનેજમેન્ટ / સિવિલ એન્જિનિયરિંગમાં B.Techમાં પીજી પૂર્ણ કર્યું હોવું જોઈએ. તેની પાસે MS Office અને ઈન્ટરનેટ એપ્લિકેશનની સંબંધિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન અને કૌશલ્ય હોવું જોઈએ.

    NABARD Recruitment:  પગાર

    પ્રોજેક્ટ મેનેજરને રૂ. 90,000થી 1,00,000 પ્રતિ માસ મળશે.

    પ્રોજેક્ટ એસોસિએટ (મોનિટરિંગ અને મૂલ્યાંકન)ને રૂ. 40,000થી 45,000 પ્રતિ માસ મળશે.

    જળ સંસાધન નિષ્ણાંતોને રૂ. 45,000થી 50,000 મળશે.

    પ્રોજેક્ટ સહાયકને રૂ. 20,000 પ્રતિ માસ

    આ પણ વાંચો :  UPSC Recruitment 2022: UPSC દ્વારા વિવિધ વિભાગોમાં 71 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    NABARD Recruitment:  આવી રીતે કરો અરજી

    રસ ધરાવતા ઉમેદવારોએ 13 એપ્રિલથી 27 એપ્રિલ, 2022 સુધી પંદર દિવસની અંદર ઓફિશિયલ વેબસાઈટ પર નિયત ફોર્મેટમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    નોંધ - આ 1 વર્ષના સમયગાળા માટે કરાર આધારિત ભરતી છે. જે ઉમેદવારોની સંતોષકારક કામગીરીને આધીન આગળ વધારી શકાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર