Home /News /career /

MUC Bank Recruitment: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં 50 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

MUC Bank Recruitment: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં 50 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

MUC Bank Recruitment 2022 : મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક લિ.માં ભરતી

Mehsana Urban Cooperative Bank Recruitment: મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક દ્વારા 50 ટ્રેઈની ક્લાર્કની ભરતીનું નોટિફીકેશન (Mehsana Urban Cooperative Bank vacancy) બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    Mehsana Urban Cooperative Bank Recruitment: બેન્કમાં નોકરીની તૈયારી કરી રહેલા અથવા બેન્કમાં કારકિર્દી ઘડવા માગતા ઉમેદવારો માટે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક (MUC Bank Recruitment)માં 50 જગ્યાની ભરતી બહાર પડી છે. મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક દ્વારા 50 ટ્રેઈની ક્લાર્કની ભરતીનું ઓનલાઈન નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી અને બેન્કના સરનામે અરજી મોકલી શકે છે. બેન્કની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 15-5-2022 (MUC Bank Recruitment 2022 Last Date of Online Application). ઉમેદવારો નીચે ટેબલમાં આપેલી માહિતી દ્વારા અરજી કરી શકે છે.

    Mehsana Urban Cooperative Bank Recruitment: લાયકાત

    ઉત્તર ગુજરાતની અગ્રણી શિડ્યુલ્ડ બેન્કની ભરતી માટે ઉમેદવારોની લાયકાત યુજીસી માન્યત ગુજરાતની યુનિવર્સિટીમાંથી M.com, Msc. (સાયન્સ) એમસીએ કે એમબીએ થયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા માર્કસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

    Mehsana Urban Cooperative Bank Recruitment: પસંદગી પ્રક્રિયા

    આ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા IBPS દ્વારા લેનારી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થશે. ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ મૌખિક ઈન્ટરવ્યૂમાથી સિલેક્ટ કરવામાં આવશે.

    આ પણ વાંચો : CRIS Recruitment: રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં 150 જગ્યાની ભરતી, ટૂંક સમયમાં આવી શકે છે નોટિફીકેશન

    Mehsana Urban Cooperative Bank Recruitment: પગાર

    નોકરીમાં પસંદ થનારા ટ્રેઈની ક્લાર્કને પ્રથમ વર્ષે 14,000, બીજા વર્ષે 15,000 હજાર, ત્રીજા વર્ષ 16,000 પગાર આપવામાં આવશે અને ત્યારબાદ સ્કેલ મુજબ સેલેરી આપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા50
    શૈક્ષણિક લાયકાતM.com, Msc. (સાયન્સ) એમસીએ કે એમબીએ
    પસંદગી પ્રક્રિયાIBPSની ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ15-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Mehsana Urban Cooperative Bank Recruitment: ઉંમર મર્યાદા

    અરજી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર મહત્તમ 1-5-2022ના રોજ 21 વર્ષથી લઈને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

    આ પણ વાંચો :  District Judge Recruitment: રાજ્યમાં 34 ડિસ્ટ્રિક્ટ જજની સીધી ભરતી, અહીંથી કરો અરજી

    Mehsana Urban Cooperative Bank Recruitment: અરજી કરવાની રીત

    અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી ઓનલાઈન અરજી કરી તેની પ્રીન્ટ કોપી સાથે 100 રૂપિયાનો બેન્કના નામનો નો રિફન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલી, એલ.સી.ની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટા રજિસ્ટર્ડ એડીથી બેન્કના સરનામે મોકલવાના રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર