Home /News /career /MS University Job: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે ભરતી, ₹50,000 સુધીનો પગાર અપાશે

MS University Job: વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે ભરતી, ₹50,000 સુધીનો પગાર અપાશે

એમએસ યુનિવર્સિટીમાં આ જગ્યાઓ માટે ભરતી આવી છે

WOMEN'S SAFETY AUDIT IN THE CITY OF GWALIOR: વડોદરાની પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હંગામી ધોરણે કરવામાં આવનારી આ ભરતીમાં 25,000થી 50,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

વધુ જુઓ ...
    MS University JOB: ગુજરાતની અને સંસ્કારીનગરીની ખ્યાતનામ યુનિવર્સિટી (MS University Of Baroda)માં WOMEN'S SAFETY AUDIT IN THE CITY OF GWALIOR પ્રોજેક્ટ માટેની વિવિધ જગ્યાઓ માટે હંગામી ભરતી કરવામાં આવી રહી છે. જેમાં રિસર્ચ અધિકારી/આંકડાશાસ્ત્રી, પ્રોજેક્ટ સ્ટાફ તરીકે રિસર્ચ અને ફાઈનાન્સ તથા એડમિનના પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જગ્યાઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકત ધરાવતા ઉમેદવારોની અરજી મગાવવામાં આવી રહી છે. જેના માટેનું માસિક પગાર ધોરણ 25,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોવ તો ગણતરીના દિવસો જ બાકી છે. અહીં જાણો કયા ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હંગામી ભરતીમાં 12 મહિનાના સમય માટે નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી રહી છે.

    ભરતી પરીક્ષાને લગતી મહત્વની વિગતો


    રિસર્ચ ઓફિસર/સ્ટેટેસ્ટિસિયનની એક જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જ્યારે પ્રોજેક્ટ સ્ટાફની કુલ 4 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ ભરતી પર્સનલ ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

    ફોર્મ ભરવાની અંતિમ તારીખ


    આ ભરતીમાં ભાગ લેવા માગતા ઉમેદવારો 17/01/2023 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે દર્શાવવામાં આવેલી લાયકાતના અસલ પ્રમાણપત્રો ઈન્ટરવ્યુ/જોઈનિંગ સમયે દર્શાવવાના રહેશે.

    ઈન્ટરવ્યુની તારીખ


    લાયકાત ધરાવનારા ઉમેદવારોને વિભાગ દ્વારા ઈ-મેઈલ દ્વારા ઈન્ટરવ્યુની તારીખ અંગે જાણ કરવામાં આવશે. આ સમયે ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત સહિતના અસલ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.

    લાયકાત અને અનુભવ


    રિસર્ચ ઓફિસર/સ્ટેટેસ્ટિસિયનઃ આ પદ માટે એક જગ્યા પર ભરતી કરવામાં આવસે જેના માટે ઉમેદવારે માસ્ટર ડિગ્રી ઈન સાયકોલોજી/ સોશિયલ વર્ક/સ્ટેટેસ્ટિક/સોશિયલ સાયન્સિસ/પોપ્યુલેશન સ્ટડિસ/હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડિસ/એક્સ્ટેન્સન એન્ડ કમ્યુનિકેશન/એજ્યુકેશન/મેનેજમેન્ટ/લૉ/રૂરલ સ્ટડી/વૂમન સ્ટડિસ/જર્નાલિઝમ એન્ડ માસકમ્યુનિકેશન/ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સિસમાં ઓછામાં ઓછા 55% મેળવેલા હોય તેઓ અરજી કરી શકશે.

    પ્રોજેક્ટ સ્ટાફ (રિસર્ચ): આ પદ માટે પણ ઉપર પ્રમાણેનો અભ્યાસક્રમ જરુરી છે. આ પદ માટે કુલ 3 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

    પ્રોજેક્ટ સ્ટાફ (ફાઈનાન્સ એન્ડ એડમિન): અહીં 1 જગ્યા માટે ભરતી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારે માસ્ટર ડિગ્રી ઈન ફાઈનાન્સ, અકાઉન્ટિંગ કે પદને અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે જરુરી છે.

    આ ભરતીમાં લાગતા વળગતા વિષયમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તે જરુર છે, જેના માટે મુખ્ય અરજીનો અભ્યાસ કરવો.

    નોકરીનું સ્થળઃ વડોદરા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ તેમણે નોકરી દરમિયાન વિવિધ વિસ્તારમાં જરુરિયાત પ્રમાણે પ્રવાસ પણ કરવાનો રહેશે.



    નોધઃ આ ભરતીમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા વધુ વિગતો માટે ભરતીની જાહેરાતનો અભ્યાસ કરવો.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: Job Alert, Job and Career, MS University, Vadodara, એમએસ યુનિ., નોકરી, ભરતી, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन