Home /News /career /MPRL Recruitment 2022: એમપીઆરએલમાં 65 એક્ઝિક્યુટિવની ભરતી, અહીંથી કરો અરજી

MPRL Recruitment 2022: એમપીઆરએલમાં 65 એક્ઝિક્યુટિવની ભરતી, અહીંથી કરો અરજી

MPRL Recruitment 2022 : એમપીઆરએલમાં ભરતી, અહીંથી કરો અરજી

MPRL Recruitment 2022: મેંગ્લોર રિફાઈનરી પેટ્રોકેમિકલ્સમાં (MPRL)માં 65 એક્ઝિક્યુટિવની ભરતી બહાર પડી છે, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

MPRL Recruitment 2022: ઓએનજીસીની સબ્સિડરી સંસ્થા મેંગ્લોર રિફાઈનરી પેટ્રોકેમિકલ્સ દ્વારા 65 એક્ઝિક્યુટિવની ભરતીની (MPRL Recruitment )જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે મેનેજમેન્ટ કેડેરમાં ગેટ 2022ના સ્કોરથી ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ચકાસી અને નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી (MPRL Recruitment  Notification) કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 28-5-2022 છે.

MPRL Recruitment 2022: જગ્યા

આ ભરતીમાં કુલ 65 જગ્યા છે. જેમાં કેમિકલ એન્જિનિયરીંગની 20, મિકેનિકલ એન્જિનિયરીંગ 20, સિવિલ 03, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ 06, ઈન્સ્ટ્રુમેન્ટેશન07, મેટલર્જી 01, કેમેસ્ટ્રી 02, કોમ્યુટર સાયન્સની 06 જગ્યા મળી કુલ 65 જગ્યાની ભરતી છે. આ જગ્યાઓ રિઝર્વ અને અનરિઝર્વ અને ઈડબલ્યૂએસ સહિતની કેટેગરીમાં

MPRL Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે કેમિકલની જગ્યામાં કેમિકલ એન્જિનિયરીંગ, કેમિકલ ટેકનોલોજી, પેટ્રોકેમિકલ એન્જિનિયરીંગ, પેટ્રોકેમિકલ ટેકનોલોજી. મિકેનિકલ માટે મિકેનિકલ એન્જિનિયરીંગ, સિવિલ માટે સિવિલ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ માટે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ/ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરીંગ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરીંગ ઈલેક્ટ્રોનિકસ, વગેરે, મેટલર્જિકલ/સાયન્સ/મટરિયલ્સ સાયન્સ એન્જિનિયરીંગ વગેરેનો સમાવેશ થાય છે.
કેમેસ્ટ્રિ માટે માસ્ટર્સ ઈન કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, પોલીમર કેમેસ્ટ્રી, વગેરે

આ પણ વાંચો :  UPSC CAPF Recruitment : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં 253 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

MPRL Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા65
શૈક્ષણિક લાયકાતવિવિધ વિભાગોમાં એન્જિનિયરીંગ બીઈ અને ગેટ 2022નો સ્કોર
પસંદગી પ્રક્રિયાગેટ 2022ના સ્કોર અને જીડી પીઆઈ દ્વારા
અરજી કરવાની ફી100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ28-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

MPRL Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

આ નોકરી માટે પસંદગી GATE-2022ના સ્કોર દ્વારા અને ગ્રુપ ડિસ્ક્શન અને પર્સનલ ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પરંતુ ઉમેદવારોએ આ માટે ઓનલાઈન અરજીના આધારે પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત ઓપન, ઈડબલ્યૂએસ અને ઓબીસી કેટેગરીમાં મિનિમમ એગ્રેગીટે 60 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. જ્યારે

MPRL Recruitment 2022: પગાર

આ નોકરી માટે શરૂઆતનો પગાર 50,000 રૂપિયા રહેશે. પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવારોએ 3,00,000 રૂપિયા અને ઈડલ્યૂએસ, ઓબીસી અને એસસી, એસટી અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારોએ 50,000 રૂપિયાનો બોન્ડ સાઈન કરવાનો રહેશે.

MPRL Recruitment 2022: અરજી ફી

આ ભરતી માટે જનરલ અને ઓબીસી અને ઈડબ્લૂયએસ કેટેગરીની અરજી ફી 100 રૂપિયા છે. જ્યારે કે એસેસસી, એસટી અને પીડબલ્યૂબીડી કેટેગરીમાં કોઈ અરજી ફી રાખાવમાં આવી નથી.

આ પણ વાંચો : India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી કરવાની સુવર્ણ તક, 38,926 પદો પર ભરતી

MPRL Recruitment 2022: અરજી કરવાની રીત

ઉપર આપેલી લિંક દ્વારા ઉમેદવારોએ તાજેતરનો પાસપોર્ટ ફોટો, સહીની સ્કેન્ડ કોપી, ગેટનું સ્કોરકાર્ડ અને અનામત કેટેગરી માટે પુરાવા અપલોડ કરવાના રહેશે.
First published:

Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર