Home /News /career /નવો સર્વે: પતિ-પત્ની મળીને જો બચત કરે, તો સૌથી વધુ સુખી જીવન જીવશો, જાણો કેવી રીતે આ સારી આદત પાડશો

નવો સર્વે: પતિ-પત્ની મળીને જો બચત કરે, તો સૌથી વધુ સુખી જીવન જીવશો, જાણો કેવી રીતે આ સારી આદત પાડશો

બચત કરવાની ખાસ ટિપ્સ

બેન્ક, ક્રેડિટ કાર્ડ અને જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ખોલાવનારા કપલ લાંબા ગાળામાં ખુશ રહે છે અને તેમની મદદથી તે લાફઈમાં ઘર ખરીદીથી લઈને રિટાયરમેન્ટ લાઈફ સુધી દરેક મોટા ટાર્ગેટની પૂર્તિ કરવામાં સક્ષમ થાય છે.

દરેક મેરિડ કપલ મળીને પોતાની જિંદગી બનાવે છે અને પોતાની ઈચ્છાઓને પુરી કરે છે, પણ આર્થિક બાબતો હોય કે, બચતને લઈને કોઈ વાત હોય, મોટા ભાગે આ ટકરાવ જોવા મળતા હોય છે. અમેરિકામાં થયેલા એક સર્વેમાંથી જાણવા મળે છે કે, જે પતિ-પત્ની મળીને ફાઈનાન્સિયલ ગોલને લઈને મળીને બચત કરે છે અથવા તો રણનીતિ બનાવે છે, તે આર્થિક રીતે વધારે ખુશ રહે છે. કેમ કે લાઈફ સાથે જોડાયેલ ડિસિજન પતિ-પત્ની મળીને લે છે, તો પછી એક સાથે પૈસા બચાવવા અથવા સેવિંગની વાત આવે છે તો મોટા ભાગે આપણે પાછળ કેમ રહેતા હોઈએ છીએ.

આ પણ વાંચો:  દરેક હાઉસવાઇફ આ નાની-નાની રીતે પૈસાનું સેવિંગ કરો, ઘડપણમાં છોકરાઓ સલામ ભરશે

બેન્ક, ક્રેડિટ કાર્ડ અને જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ખોલાવનારા કપલ લાંબા ગાળામાં ખુશ રહે છે અને તેમની મદદથી તે લાફઈમાં ઘર ખરીદીથી લઈને રિટાયરમેન્ટ લાઈફ સુધી દરેક મોટા ટાર્ગેટની પૂર્તિ કરવામાં સક્ષમ થાય છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, એક મેરિડ કપલ અવિવાહીત લોકોની સરખામણીમાં ચાર ગણી વધારે સંપત્તિ રાખે છે. જો આવું છે તો, આપ આ ક્લબમાં સામેલ કેમ નથી થઈ જતાં?

મળીને ખર્ચ અથવા બચત કરવાના કેટલાય ફાયદા


CreditCards.comના 2022ના સર્વે અનુસાર, 43 ટકા કપલે કહ્યું કે, તેમની પાસે ફક્ત જોઈન્ટ બેન્ક અકાઉન્ટ્સ છે, આ પોલમાં 34 ટકા કપલ પાસે જોઈન્ટ અને ઈંડિવિઝ્યુઅલ અકાઉન્ટ નું મિશ્રણ છે અને 23 ટકા લોકો પાસે નાણાકીય મામલાને એકદમ અલગ રાખે છે.

એક રિસર્ચ અનુસાર, બેન્ક ખાતાને મર્જ કરવાના અમુક ફાયદા છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે, પૈસા શેર કરનારા કપલ પોતાના સંબંધોમાં વધારે સંતુષ્ટિનો દાવો કરે છે, તેનાથી આર્થિક બાબતોને લઈને બંને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે અને સાથે જ કપલ એકબીજાના ખર્ચા અને બચતની આદતને વધારે ઝીણવટની નજરથી જુએ છે.

આ પણ વાંચો: Money Investment: સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ કે FD, શેમાં રોકાણથી છે વધુ ફાયદો?

જોઈન્ટ અકાઉન્ટ- લગ્નજીવનમાં એક-બીજાના ખર્ચ પર કંટ્રોલ અને નજર રાખવા માટે જોઈન્ટ બેન્ક અકાઉન્ટ ખોલાવાનું સારુ રહેશે. આ અકાઉન્ટમાં ઘર ખર્ચ માટે સેલરીનો એક ભાગ રાખવો જોઈએ. આ ઉપરાંત બંને પોત-પોતાના પર્સનલ અકાઉન્ટ રાખી શકે, તેમના પોતાના ખર્ચાના પૈસા નાખે.

મળીને નક્કી કરો નાણાકીય બજેટ- નકામા ખર્ચાથી બચવા માટે મળીને બજેટ બનાવવું જોઈએ, જે સારી બાબત છે, તેનાથી ફાઈનાન્સિલ ટાર્ગેટને સેટ કરવામાં મદદ મળે છે, તેના માટે જરુરી છે બંને પાર્ટનર મળીને બેસે અને પ્લાનિંગ કરે.

રોકડ રૂપિયામાં કરો શોપિંગ- ક્રેડિટ કાર્ડની જગ્યાએ કેશથી શોપિંગ કરવાથી પૈસા બચાવામાં વધારે મદદ મળે છે. જો ખર્ચ કંટ્રોલમાં નથી તો આપ જીવનસાથીને ક્રેડિટ કાર્ડ મુકી રાખવાનું કહી શકો છો. આ ઉપરાંત પ્રયત્ન કરો કે, ઓનલાઈન શોપિંગ ઓછી કરે અને આપ આપના પાર્ટનરને પણ આવું કરવા માટે કહી શકો.
First published:

Tags: Saving Account