શું તમે નોકરી કરીને કંટાળી ગયા છો? આ 10 વિકલ્પોથી પણ કમાઈ શકાય છે પૈસા

પ્રતિકાત્મક તસવીર (Image: Shutterstock)

job news- નોકરી વગર પૈસા કઈ રીતે કમાવા તેનો માર્ગ શોધી રહ્યા છે. આવા લોકો માટે અહીં કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે

  • Share this:
ઘણા લોકોએ કોરોના મહામારીમાં (Corona epidemic)નોકરી ગુમાવી છે અથવા પગારકાપનો ભોગ બન્યા છે. અનેક લોકો કામ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવકના અલગ અલગ સોર્સની તપાસ કરવામાં આવે છે. ઘણા લોકો તેમની સામાન્ય નોકરીથી (Job)કંટાળી ગયા છે અને ડેસ્ક જોબ (Desk job)કરવા ઈચ્છતા નથી. તેઓ નોકરી વગર પૈસા કઈ રીતે કમાવા તેનો માર્ગ શોધી રહ્યા છે. આવા લોકો માટે અહીં કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે.

સ્ટ્રીટ પર્ફોમન્સ: સંગીતના જાણકાર, જાદુ દેખાડનાર કે કોઈ અનોખુ ટેલેન્ટ ધરાવતા લોકો માટે આ ખૂબ સારો વિકલ્પ છે. સ્ટ્રીટ પરફોર્મન્સ થકી ઝડપી પૈસા કમાઈ શકાય છે.

બ્લોગિંગ: તમે સારા લેખક હોવ અને કોઈ વિષય પર લખવાની આવડત હોય તો તમે બ્લોગર બની શકો છો. અલબત, આ સરળતાથી પૈસા કમાઈ આપશે નહીં. બ્લોગિંગમાં સફળ થવામાં ઘણો સમય લાગી શકે છે. આ સાથે તમને SEO, tags અંગે પણ જાણકારી હોવી જરૂરી છે.

ટ્યુટર: તમે કોઈ ચોક્કસ વિષયના નિષ્ણાંત હોવ અને તમારામાં શિખવવાનું કૌશલ્ય હોય તો તમે અન્ય લોકોને ટ્યુશન આપી શકો છો. જ્ઞાન વહેંચવાથી ઝડપી પૈસા કમાઈ શકો છો.

બુક લખવી: ઝડપી પૈસા કમાવા માટે આ મુશ્કેલ રસ્તો છે. પરંતુ જો તમે સારા લેખક હોવ અને માર્કેટિંગ સ્કીલ જાણતા હોવ તો તમારે પ્રકાશકની પાછળ પાછળ રહેવાની કે પૈસા ચુકવવાની જરૂર નહી પડે.

Airbnb પર ઘર ભાડે આપો: ઘરમાં વધારાનો રૂમ હોય તો Airbnb પર તે ભાડે આપવો સારો વિકલ્પ છે. તેમાં તમને કોઈ નોકરી કર્યા વગર પૈસા મળશે. તમારે Airbnb ફી ચૂકવવાના રહે છે. આ સિવાય તમારે પ્લેટફોર્મ માટે સાઇન અપ કરી ગ્રાહકોને આકર્ષવા સારી તસવીરો અપલોડ કરવાની રહે છે.

આ પણ વાંચો - હોમ લોન પર ઘર ખરીદવાથી આવી રીતે મળે છે ટેક્સ બેનિફિટ્સ, અહીં જાણો બધું જ

ડોગ વોકર: પશુપ્રેમીઓ માટે આ ખૂબ સારી નોકરી છે. પ્રાણીઓ સાથે સમય પસાર કરી તેની કાળજી રાખવાના પૈસા મળે છે.

યુટ્યુબ વિડીયો બનાવો: યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે વિડીયો બનાવીને પણ આવક થઈ શકે છે. આ માટે તમારામાં ક્રિએટિવિટી હોવી જોઈએ. સબસ્ક્રાઇબર અને વ્યુવ દ્વારા આવક થશે.

જૂની વસ્તુઓને વેચી દેવી: તમારી પાસે બિનઉપયોગી ઘણી વસ્તુઓ હશે. જેને વેચીને પણ આવક થઈ શકે છે. તેનાથી તમારા જૂના સમાનથી પણ છુટકારો મળી જશે. તમે કપડાં, ઇલેક્ટ્રોનિક, ફર્નિચર, બુક્સ સહિતનું વેચી શકો છો.

વર્ચ્યુઅલ અસિસ્ટન્સ: વર્ચ્યુઅલ અસિસ્ટન્સ બીજા માટે કામ કરે છે. તે ઘરે બેઠા પોતાની અનુકૂળતા મુજબ કામ કરી શકે છે. વર્ચ્યુઅલ અસિસ્ટન્સ પર શિડ્યુઅલ ગોઠવવા, સોશિયલ મીડિયા હેન્ડલ કરવા જેવી ઘણીની જવાબદારી હોય છે.

બેબીસીટર: બેબીસીટીંગ કરીને એટલે કે કોઈના બાળકો સાચવીને પૈસા કમાવાની આ રીત ખૂબ જૂની છે. આ માટે તમને બાળકો સાથે રમતા અને તેમની કાળજી લેતા આવડવું જોઈએ.
Published by:Ashish Goyal
First published: