Home /News /career /મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક જગ્યાઓ માટે થશે ભરતી, જાણો વિગતવાર

મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક જગ્યાઓ માટે થશે ભરતી, જાણો વિગતવાર

મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં વિવિધ શૈક્ષણિક જગ્યાઓ માટે થશે ભરતી

3 મહિના પહેલા મોકલવામાં આવેલી દરખાસ્તને સરકાર દ્વારા આ મંજૂરી મળતા જ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ અરજી ફેબ્રુઆરી 2021થી પેન્ડિંગ હતી. એક્ટિંગ વાઇસ ચાન્સેલર આઇ. વી. ત્રિવેદીની અધ્યક્ષતામાં કાઉન્સિલ ઓફ ડીન્સની બેઠકમાં આવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    Careers and Jobs: શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી (Jobs) બનાવવા તત્પર ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક સામે આવી છે. મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી (Mohanlal Sukhadiya university Recruitment) પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 57 જગ્યાઓ ભરવામાં આવી શકે છે. આ ઉપરાંત શૈક્ષણિક પદ પર પહેલાથી જ કાર્યરત 60થી વધુ શિક્ષકોને બઢતી આપવામાં આવશે.

    ક્યારે શરૂ થશે ભરતી પ્રક્રિયા


    3 મહિના પહેલા મોકલવામાં આવેલી દરખાસ્તને સરકાર દ્વારા આ મંજૂરી મળતા જ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ અરજી ફેબ્રુઆરી 2021થી પેન્ડિંગ હતી. એક્ટિંગ વાઇસ ચાન્સેલર આઇ. વી. ત્રિવેદીની અધ્યક્ષતામાં કાઉન્સિલ ઓફ ડીન્સની બેઠકમાં આવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

    આ પણ વાંચો:  BECIL Recruitment 2022: ડાયેટિશિયન, પરફ્યુઝનિસ્ટ અને લાઇબ્રેરિયનની જગ્યાઓ પર ભરતીની જાહેરાત

    રજીસ્ટ્રાર ચોગા રામ દેવાસી અને ફાઇનાન્સ કંટ્રોલર સુરેશ જૈનની હાજરીમાં મળેલી બેઠકમાં પરીક્ષાની જૂની પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને છૂટછાટ આપવાના હેતુથી કોરોના મહામારી દરમિયાન પ્રશ્નોની સંખ્યા અને સમયમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થતા તમામ છૂટછાટ પરત ખેંચી લેવામાં આવી રહી છે. મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

    બેઠકમાં લેવાયા આ નિર્ણયો


    - એક સમયે 2 ડિગ્રી માટે યુજીસી દ્વારા નિર્ધારિત જોગવાઇઓ અનુસાર દરખાસ્ત તૈયાર કરવાનો અને તેને એકેડેમિક કાઉન્સિલ દ્વારા પાસ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

    - વિદ્યાર્થીઓને મેડિકલ સુવિધા આપવા માટે યુનિવર્સિટીમાં મેડિકલ સેન્ટર ખોલવામાં આવશે.

    - યુનિવર્સિટીના કેમ્પસમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે.

    - ઇ-રીક્ષાની કામગીરી ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો:  career Tips: જાણો કેમ ભણવા માટે યુરોપ બેસ્ટ છે, આ રહી યુરોપની ટોપ 10 યુનિવર્સીટીઓ

    - પરીસરમાં સીસીટીવી કેમેરા લગાવવા અને મહિલા સુરક્ષા દણની તહેનાતી ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jobs, Jobs and Career, કેરિયર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन