Mission School of Excellence: અમદાવાદની કોર્પોરેશન સંચાલિત SVP સ્કૂલ 97.95 % સાથે અવ્વલ
Mission School of Excellence: અમદાવાદની કોર્પોરેશન સંચાલિત SVP સ્કૂલ 97.95 % સાથે અવ્વલ
સરદાર પટેલ વિદ્યા સંકુલ
Mission School of Excellence: મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (Mission School of Excellence) હેઠળ 6 વર્ષમાં 20,000 શાળાઓને આવરી લઇ શાળાનું ભૌતિક અને ડિજિટલ માળખું સુદ્રઢ બનાવવાનું આયોજન છે.
અમદાવાદ: વિધાર્થીઓને અદ્યતન શિક્ષણ અને ભૌતિક સુવિધા સાથે સ્કીલબેઝડ એજ્યુકેશન (Skill based education) મળે તે હેતુથી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ હાથ ધરાયો છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (Mission School of Excellence) હેઠળ 6 વર્ષમાં 20,000 શાળાઓને આવરી લઇ શાળાનું ભૌતિક અને ડિજિટલ માળખું સુદ્રઢ બનાવવાનું આયોજન છે. તેમાં AMC સંચાલિત 22 સ્કૂલ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સિલેક્ટ થઈ છે તેમાંય નવા નરોડાની સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ 97.95 ટકા સાથે અવ્વલ રહી છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સએ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટા પાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરવામાં આવેલ દેશનો સર્વ પ્રથમ પ્રોજેક્ટ છે. જેને ગુજરાતની સરકારી શાળાઓમાં શરૂ કરાયો છે. ગુજરાતની અંદાજે ૩8 હજાર કરતાં વધુ સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને ભૌતિક સુવિધાઓ વધારવા માટે શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
AMC સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા જણાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અમદાવાદમાં 22 શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સિલેક્ટ થઈ છે. વિધાર્થીને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેવો પ્રયાસ છે. સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રકાન્તભાઈ જણાવે છે કે શાળાઓનાં અધ્યયન, અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધાનો અને તેનો ઉપયોગ ક્ષેત્ર સરદાર પટેલ શાળા સંકુલને 100માંથી 97.95 ટકા A પ્રાપ્ત થયા છે.
મહત્વનુ છે કે આ પ્રોજેકટ માટે ગાંધીનગરના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર , દ્વારા સપોર્ટ અને મોનિટરિંગ માટે ટેકનોલોજીનો કરવામાં આવી રહ્યો છે . શિક્ષકો , મુખ્ય શિક્ષકો , અધિકારીઓનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
આ પ્રોજેક્ટના કારણે આવતા છ વર્ષમાં રાજ્યના અંદાજે ૭૦ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણનો લાભ મળશે. પ્રોજેકટ હેઠળ ૬ વર્ષમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ મળી પ્રથમ તબક્કે કુલ ૨૦,૦૦૦ સરકારી તથા અનુદાનિત શાળાઓને આવરી લેવાનું આયોજન છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર