Home /News /career /દિવાળી પર હજારો નોકરી વાંછુક ઉમેદવારોને PM મોદી આપશે 'ખાસ' ભેટ, સરકાર તૈયારીઓમાં વ્યસ્ત

દિવાળી પર હજારો નોકરી વાંછુક ઉમેદવારોને PM મોદી આપશે 'ખાસ' ભેટ, સરકાર તૈયારીઓમાં વ્યસ્ત

દિવાળી પર હજારો નોકરી વાંછુક ઉમેદવારોને PM મોદી આપશે 'ખાસ' ભેટ

Mission Mode: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જૂન મહિનામાં ઘોષણા કરી હતી કે કેન્દ્રિય વિભાગોમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જૂનમાં મોદી સરકારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી મિશન મોડમાં થશે.

વધુ જુઓ ...
Mission Recruitment: દિવાળીના તહેવારમાં વડાપ્રધાન (PM Narendra Modi) નોકરી વાંછુક ઉમેદવારોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. જોબ સિકર્સને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં અને મંત્રાલયોમાં 10 લાખ જેટલી મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. મિશન મોડ હેઠળ 22 ઓક્ટોબરે યોજાનારી આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આવા હજારો ઉમેદવારો, જેમણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, તેમને ઈમેલ દ્વારા નિમણૂક પત્રો મોકલવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારો તેમના સીસીએ હેડક્વાર્ટર ખાતે ભેગા થશે. ત્યાં તેમની જોડાવાની પ્રક્રિયા પૂર્ણ થશે. ઉમેદવારોને સંબંધિત વિભાગના હેડક્વાર્ટર અને ઝોનમાં પણ બોલાવવામાં આવ્યા છે. પીએમ મોદી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તમામ પસંદગીના ઉમેદવારોને સામેલ થવાની ભેટ આપશે.

આ પણ વાંચો:  શું તમે ITI કે 10 પાસ છો? તો કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની છે સુવર્ણ તક, અરજીઓ શરૂ

સપ્ટેમ્બર સુધી જોડાવાની આપી હતી ખાતરી


કેન્દ્ર સરકારમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર અને જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોની એક કે બે મહિના અગાઉ નિમણૂક કરવામાં આવી છે.

જે ઉમેદવારો હજુ સુધી જોડાયા નથી તેમાં ગ્રુપ Cના CGDA ઓડિટર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, CBIC અને CBDTમાં ઇન્સ્પેક્ટર/ટેક્સ આસિસ્ટન્ટ, પ્રિવેન્ટિવ ઑફિસર અને એક્ઝામિનર CBICનો સમાવેશ થાય છે. મુંબઈ, ગોવા અને જયપુરમાં CBIC ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

ત્યાં ઉમેદવારો જોડાયા છે. 10 સપ્ટેમ્બર, 2022 સુધીમાં, આ ઉમેદવારોની મેડિકલ સહિતની અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમને 25 સપ્ટેમ્બર સુધીમાં નિમણૂક પત્ર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

જૂનમાં મોદી સરકારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી મિશન મોડમાં થશે. ખાસ વાત એ છે કે પીએમઓએ પોતાની માહિતીમાં કહ્યું હતું કે આ નોકરીઓ દોઢ વર્ષના સમયગાળામાં ઉપલબ્ધ થશે.

PMOના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'PM નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે. આ પછી ઘણા વિભાગોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

જો કે દિવાળી પર જે નિમણૂક પત્રો મળશે, આવી ઘણી ભરતીઓ છે, જે 2018 અથવા 2019માં બહાર આવી હતી, તેમની ભરતી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોનું મેડિકલ થઈ ગયું છે, હવે તેઓ નિમણૂક પત્ર મેળવવા અને જોડાવા માટે રાહ જોઈ રહ્યા છે.

ડીઓપીટી દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને 22મી ઓક્ટોબરે 'મિશન મોડ'ની તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું છે. કેન્દ્રો, ઝોન અને વર્તુળોને ઓળખો જ્યાં પસંદગીના ઉમેદવારો પોસ્ટ કરવાના છે.

આ પણ વાંચો:  આનંદો! નવા વર્ષથી પેટ્રોલ-ડીઝલ મળશે સસ્તું, જાણો શું છે સરકારનો નવો પ્લાન

આવા તમામ ઉમેદવારો જેમણે એપોઇન્ટમેન્ટ મેળવવી હોય તેમણે પીએમ મોદીના મેગા ઈવેન્ટમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ. CBIC દ્વારા જારી કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે આ મેગા ઈવેન્ટમાં 2018 પછી પસંદ કરાયેલા નવા પસંદ કરાયેલા ઉમેદવારો અને CGLE 2019ના ઉમેદવારોએ ભાગ લેવો જોઈએ.
First published:

Tags: Career and Jobs, પીએમ નરેન્દ્ર મોદી

विज्ञापन