Sarkari Naukri : શ્રમ અને રોજગાર મંત્રાલયની 112 જગ્યા માટે ભરતી, 50 હજાર મળશે પગાર, અહીંથી કરો અરજી
Sarkari Naukri : શ્રમ અને રોજગાર મંત્રાલયની 112 જગ્યા માટે ભરતી, 50 હજાર મળશે પગાર, અહીંથી કરો અરજી
Ministry of Labor Employment Recruitment : મિનિસ્ટ્રી ઓફ લેબર એમ્પલોયમેન્ટની ભરતી, અહીંથી કરો અરજી, અરજી કરવાની અંતિમ તક
Ministry of Labor and Employment Recruitment : મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પલોયમેન્ટ (Ministry of Labor and Employment) દ્વારા 112 જગ્યા માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે, આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ મંગળવારે 12-4-2022ના રોજ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
Ministry of Labor and Employment Recruitment: શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour and Employment) દ્વારા 112 યંગ પ્રોફેશનલના ખાલી પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ખાલી જગ્યાઓ પર પસંદ કરવામાં આવેલા ઉમેદવારો નેશનલ કરિયર સર્વિસ (National Career Service)માં કાર્યરત રહેશે. દેશભરમાં આવેલા કરિયર સેન્ટર્સની એફિશિયન્સી વધારવા માટે દરેક મોડલ કરિયર સેન્ટર (Model Career Centre) પર એક યંગ પ્રોફેશનલની નિમણૂંક કરવામાં આવશે. જે સુનિશ્ચિત કરશે કે દરેક મોડલ કરિયર સેન્ટર યોગ્ય અને અસરકારક કામગીરી કરી રહ્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂંક કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે સાથે જ તેમને માસિક રૂ. 50,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.
આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ આવતીકાલે મંગળવારે 12-4-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપેલી માહિતીના આધારે પોતાની લાયકાત ચકાસી અને ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટેની અને જાહેરાતની લિંક ટેબલમાં આપવામાં આવેલી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયની ભરતી માટે કયા ઉમેદવારો અરજી કરી શકે છે?
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર કુલ 112 યંગ પ્રોફેશનલ્સના પદો પર ભરતી કરવામાં આવશે. બીએ, બીટેક, બીઈ અથવા બીએડ જેવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો જેમને ઓછામાં ઓછા 4 વર્ષનો અનુભવ હોય અથવા તો જે એમબીએ, માસ્ટર ઈન ઈકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, ઓપરેશન રિસર્ચ, સ્ટેટિસ્ટિક, સોશિયલ વર્ક, મેનેજમેન્ટ, ફાઈનાન્સ, કોમર્સ અને કોમ્પ્યૂટ એપ્લિકેશનમાં બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉપર જણાવવામાં આવેલી તમામ ડિગ્રીઓ AICTE અથવા UGC દ્વારા માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટીટ્યુટમાંથી હોવી અનિવાર્ય છે. આ સાથે જ ઉમેદવારોએ ધોરણ 10, ધોરણ 12 અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ, અંગ્રેજી અથવા અન્ય કોઈ પ્રાદેશિક ભાષામાં ઉમેદવારની નિપુણતા હોવી જોઈએ.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
112
શૈક્ષણિક લાયકાત
બીએ, બીટેક, બીઈ અથવા બીએડ જેવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો જેમને ઓછામાં ઓછા 4 વર્ષનો અનુભવ હોય અથવા તો જે એમબીએ, માસ્ટર ઈન ઈકોનોમિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, ઓપરેશન રિસર્ચ, સ્ટેટિસ્ટિક, સોશિયલ વર્ક, મેનેજમેન્ટ, ફાઈનાન્સ, કોમર્સ અને કોમ્પ્યૂટ એપ્લિકેશનમાં બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
આ સિવાય ઉમેદવાર દેશમાં એકથી બીજા સ્થળે જવા માટે તૈયાર હોવો જોઈએ. આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોની લધુત્તમ વય 24 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષની હોવી જોઈએ. ઉમેદવાર પાસે સારી કોમ્યૂનિકેશન સ્કિલ્સ અને ઓર્ગેનાઈઝેશનલ સ્કિમ પણ હોવી જોઈએ.
શ્રમ અને રોજગાર મંત્રાલયની ભરતી માટે પસંદ કરાયેલ ઉમેદવારની જવાબદારીઓ
મોડેલ કરિયર સેન્ટર પર યોગ્ય અને એફિશિયન્ટ કામગીરી થાય તેનુ ધ્યાન રાખવું.
મલ્ટીપલ સ્ટેકહોલ્ડર્સ માટે નેશનલ કરિયર સર્વિસનુ પ્રમોશન કરવું.
નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ પર કેપેસિટી બિલ્ડિંગ, બ્રાન્ડિંગ અને ટ્રેનિંગમાં સામેલ થઈને કરિયર સેન્ટરમાં રોજગારનુ નિર્માણ કરવું.
વિવિધ રાજ્યોમાં સ્ટેટ ગવર્મેન્ટ અને ઈન્સ્ટીટ્યુટમાં નવા મોડલની સ્થાપના કરવી.
શ્રમ અને રોજગાર મંત્રાલયની ભરતી માટે કઈ રીતે અરજી કરવી?
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ 12 એપ્રિલ 2022 પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. ઉમેદવારે NCS પોર્ટલમાં જોબસીકર અકાઉન્ટ બનાવવું પડશે અને તેમની પ્રોફાઇલ 100% સુધી કમ્પ્લીટ કરવી પડશે. યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર