Home /News /career /MHA Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં 49 જગ્યાઓ માટે કરો અરજી, અહીં જાણો બધી વિગતો

MHA Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં 49 જગ્યાઓ માટે કરો અરજી, અહીં જાણો બધી વિગતો

પ્રતિકાત્મક તસવીર

Ministry Of Home Affairs Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે MHAની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.inની મુલાકાત લઈ શકે છે.

Jobs and Career: ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એલપીએઆઈ)માં ગ્રુપ એ, બી અને સીના વિવિધ પદો માટે અરજી (Ministry of Home Affairs Recruitment 2022)ઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે MHAની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.inની મુલાકાત લઈ શકે છે. આ ખાલી જગ્યાઓ પર અરજી કરવા માટે 24 જૂન, 2022 સુધીનો સમય છે.

ખાલી જગ્યાઓની વિગતો તપાસવા માટે ઉમેદવારોએ સૌ પ્રથમ MHAની સત્તાવાર વેબસાઇટ - mha.gov.inના હોમપેજ પર vacancies ટેબ શોધવાનું રહેશે. હવે vacanciesના વિભાગમાં Filling up of Group ‘A’, ‘B’ & ‘C’ posts at LPAI Secretariat, New Delhi and its ICPs on deputation (Foreign Service) basis from those working in Central/State Governmentની લિંક પર ક્લિક કરો.

ખાલી જગ્યાઓ અંગેની વિગતો
અંડર સેક્રેટરી, સેક્શન ઓફિસર, પ્રાઇવેટ સેક્રેટરી, આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), આસિસ્ટન્ટ, સીનિયર એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ, પર્સનલ આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર (સિવિલ અને ઇલેક્ટ્રિકલ) સહિતની 15 જગ્યાઓ ખાલી છે. જ્યારે ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ્સ (આઈસીપી)માં મેનેજર, આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ-ડી જેવી જગ્યાઓ માટે 34 જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટસ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને અટારી, જોગબાની, રક્સૌલ, અગરતલા, દાવકી, પેટ્રાપોલ અને મોરેહ સ્થિત કોઈપણ આઈસીપીમાં પોસ્ટ કરવામાં આવી શકે છે.

શૈક્ષણિક લાયકાત
ગ્રુપ બી અને સીની પોસ્ટ્સ માટે, ઉમેદવાર પાસે કમ્પ્યુટરની સામાન્ય માહિતી હોવી જરૂરી છે, ખાસ કરીને એમએસ ઓફિસ, ઇ-ઓફિસ અને ઇ-મેઇલની માહિતી હોવી આવશ્યક છે. શૈક્ષણિક લાયકાતો અંગે વધુ માહિતી માટે ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.

આ પણ વાંચોઃ-ONGC Recruitment: ONGCમાં 922 નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટ પર અરજી કરવાની અંતિમ તક, વેતન રૂ. 98,000

આ નોકરી માટે પસંદ થયા પછી ઉમેદવારોનું ડેપ્યુટેશન શરૂઆતમાં ત્રણ વર્ષના સમયગાળા માટે રહેશે. સત્તાવાર નોટિફિકેશન મુજબ ડેપ્યુટેશનના સમયગાળામાં તે જ અથવા કેન્દ્ર સરકારમાંની કોઈ અન્ય સંસ્થા - વિભાગમાં આ નિમણૂક પહેલાં તરત જ યોજાયેલી અન્ય ભૂતપૂર્વ કેડરની પોસ્ટ પર ડેપ્યુટેશનના સમયગાળાનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો ભરતી, છેલ્લી તારીખ નજીકમાં, ફટાફટ ઝડપો તક

અહી નોંધનીય છે કે, ગયા અઠવાડિયે ગૃહ મંત્રાલયે સેક્શન ઓફિસર, પ્રાઇવેટ સેક્રેટરી, સહાયક ઇજનેર, સહાયક, એકાઉન્ટન્ટની સહિતની 34 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી હતી. તે સમયે ઉમેદવારોને ઓફલાઇન મોડમાં અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું,
First published:

Tags: Career News, Home ministry, Jobs and Career, Recruitment 2022