Home /News /career /

Defense recruitment: રક્ષા મંત્રાલયે બહાર પાડી ભરતી, 24 જગ્યા માટે આવી રીતે કરો અરજી

Defense recruitment: રક્ષા મંત્રાલયે બહાર પાડી ભરતી, 24 જગ્યા માટે આવી રીતે કરો અરજી

Ministry of Defense Recruitment : મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા 24 જગ્યાની ભરતી

Ministry of Defense Recruitment 2022 : મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (Ministry of Defense) દ્વારા એડમિનિસ્ટ્રેટીવ અને લીગલ કામ માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે કરી શકે છે અરજી

    Defense recruitment:  સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence Recruitment) એ વહીવટી અને ન્યાયિક સભ્યના પદ (Jobs for Administrative & Judicial Member) પર ભરતી માટે નોટિફીકેશન બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 2 મે 2022 સુધીમાં ઑફલાઇન મોડ દ્વારા અરજી (Apply on offline Mode) સબમિટ કરી શકે છે. મંત્રાલય દ્વારા કુલ 24 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ મેમ્બરના 12 અને ન્યાયિક મેમ્બરના 12 પદનો સમાવેશ થાય છે. તમે અરજીઓ સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળો ટ્રિબ્યુનલની વેબસાઇટ www.mod.qov.In અને www.aftdelhi.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.

    Defense recruitment:  મહત્વની તારીખો

    અરજી કરવાની અંતિમ તારીખ – 2 મે, 2022

    Defense recruitment:  24 પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    વહીવટી સભ્ય – 12 પોસ્ટ

    ન્યાયિક સભ્ય – 12 પોસ્ટ

    Defense recruitment:  પોસ્ટ માટે અરજી કરવા જરૂરી લાયકાત

    વહીવટી સભ્ય

    ટ્રિબ્યુનલ્સ (સેવાની શરતો) નિયમો 2027 મુજબ, ઉમેદવાર વહીવટી સભ્ય તરીકે નિમણૂક માટે પાત્ર થવા ઉમેદવારે આર્મી અથવા નેવી અથવા એરફોર્સમાં મેજરની રેન્કની કુલ ત્રણ વર્ષના જનરલ અથવા સમકક્ષ તરીકે સર્વિસ કરી હોવી જોઇએ. અથવા નેવી અથવા એરફોર્સમાં જજ એડવોકેટ જનરલ તરીકે ઓછામાં ઓછા એક વર્ષ માટે હોદ્દો ધરાવતો હોવો જોઇએ અથવા સર્વિસ કરેલી હોવી જોઇએ.

    આ પણ વાંચો :IB Recruitment 2022 : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં 150 જગ્યાની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

    ન્યાયિક સભ્ય

    ટ્રિબ્યુનલ્સ (સેવાની શરતો) નિયમો 2027 મુજબ, હાઈકોર્ટનો ન્યાયાધીશ હોય તે સિવાયનો ઉમેદવાર ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક માટે પાત્ર નથી અથવા દસ વર્ષથી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં સેવાની બાબતોમાં મુકદ્દમાનો નોંધપાત્ર અનુભવ ધરાવતા વકીલ હોવો જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા24
    શૈક્ષણિક લાયકાતબંને પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઓફલાઇન એપ્લિકેશન દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ2-5-2022
    વહીવટી સભ્યની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ન્યાયિક સભ્યની ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો



    Defense recruitment:  કેટલી રહેશે વયમર્યાદા?

    આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારીની મહત્તમ ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.

    આ પણ વાંચો : RBI Recruitment : RBIની 292 જગ્યાની ભરતી, 62,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    Defense recruitment:  કઇ રીતે કરી શકો છો અરજી?

    આ પદો માટે ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. આ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને 2 મે ના રોજ અથવા તે પહેલાં સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, રૂમ નંબર 199-સી, સાઉથ બ્લોક, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હી-110011ને યોગ્ય રીતે ભરેલું અરજીપત્ર મે 2022 (સોમવાર) સાંજે 5:30 વાગ્યે અથવા તે પહેલાં મોકલી શકે છે. આપને જણાવી દઇએ કે, 2 મે પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
    First published:

    આગામી સમાચાર