Home /News /career /Ministry of Defence Recruitment 2022: ધો.10 પાસ ઉમેદવાર માટે રક્ષા મંત્રાલયમાં નોકરીની તક, રૂ.45000 સુધી હશે પગાર
Ministry of Defence Recruitment 2022: ધો.10 પાસ ઉમેદવાર માટે રક્ષા મંત્રાલયમાં નોકરીની તક, રૂ.45000 સુધી હશે પગાર
રક્ષા મંત્રાલયમાં ભરતી
Ministry of Defence Recruitment 2022 Sarkari Naukri: સંરક્ષણ મંત્રાલયે ફાયરમેન અને અન્ય 23 જગ્યાઓ જગ્યાઓ માટે 10ધોરણ પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે, પોસ્ટ્સની ભરતી માટે અરજી પ્રક્રિયા હાલ શરૂછે, 45000 સુધી પગાર આપવામાં આવશે.
Ministry of Defence Recruitment 2022: ચારે બાજુથી સરકારી નોકરીઓની બંપર ભરતી થઈ રહી છે. મુખ્ય મથક ઉત્તરી કમાન્ડ, સંરક્ષણ મંત્રાલયે ફાયરમેન અને અન્ય જગ્યાઓ (Government Job) ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો, જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે. (10 Pass Job) તેઓ સંરક્ષણ મંત્રાલયની અધિકૃત વેબસાઇટ mod.gov.in પર જઈ અરજી કરી શકે છે. હાલ આ પોસ્ટ્સની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.(career Job Opportunity)
ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અહીં આપેલી લિંક https://www.mod.gov.in/ પર ક્લિક કરીને સીધી અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 23 જગ્યાઓ ભરવામાં આવશે. તેમજ, આ લિંકનો ઉપયોગ કરી, સંરક્ષણ મંત્રાલય ભરતી 2022ની સત્તાવાર માહિતી PDF ડાઉનલોડ કરી વધુ વિગત મેળવી શકો છો.
સંરક્ષણ મંત્રાલય ભરતી 2022 માટેની મહત્વપૂર્ણ તારીખ- અરજી કરવાની તારીખ - 30 દિવસની અંદર
રક્ષા મંત્રાલય ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો- કુલ પોસ્ટની સંખ્યા- 23
રક્ષા મંત્રાલય ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા- પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટીનો સમાવેશ થશે. લેખિત પરીક્ષાના આધારે મેરિટ બનાવાશે અને મિનીમમ પાસિંગ માર્ક્સ 33% છે. ત્યાર બાદ તમામ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર