Home /News /career /

Ministry of Defence Recruitment 2022: રક્ષા મંત્રાલયમાં 10 પાસ માટે આ પદો પર આવી ભરતી, મળશે 45,000 રૂપિયા પગાર

Ministry of Defence Recruitment 2022: રક્ષા મંત્રાલયમાં 10 પાસ માટે આ પદો પર આવી ભરતી, મળશે 45,000 રૂપિયા પગાર

Ministry of Defence Recruitment 2022: મુખ્યાલય ઉત્તરી કમાન, રક્ષા મંત્રાલયે ફાયરમેન અને અન્ય પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે

Ministry of Defence Recruitment 2022: ઉમેદવાર કોઇપણ માન્યતા બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ. સાથે આ પદો માટે સંબંધિત સ્કીલ નોલેજ હોવું જોઈએ

    Ministry of Defence Recruitment 2022: મુખ્યાલય ઉત્તરી કમાન, રક્ષા મંત્રાલયે ફાયરમેન અને અન્ય પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો (Ministry of Defence Recruitment 2022) પર અરજી કરવા માંગે છે તો તે Ministry of Defence ની આધિકારિક વેબસાઇટ mod.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો પર અરજી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. આ ભરતીમાં 45,000 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.

    આ સિવાય ઉમેદવારો સીધા આ લિંક https://www.mod.gov.in/ પર ક્લિક કરીને પણ આ પદો (Ministry of Defence Recruitment 2022) માટે અરજી કરી શકે છે. સાથે આ લિંક Ministry of Defence Recruitment 2022 Notification PDF દ્વારા પણ આધિકારિક નોટિફિકેશનને ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 23 પદો પર ભરતી કરાશે.

    Ministry of Defence Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    અરજી કરવાની તારીખ - 30 દિવસોની અંદર

    કુલ પદોની સંખ્યા - 23

    સિવિલિયન મોટર ડ્રાઇવર (સાધારણ ગ્રેડ) - 5 પદ
    વ્હીકલ મેકેનિક - 1 પદ
    ક્લીનર - 1 પદ
    ફાયરમેન - 14 પદ
    મજૂર - 2 પદ

    આ પણ વાંચો - ઑલ ઇન્ડિયા ટોપર અનિકા ગુપ્તા બનવા માંગે છે ડૉક્ટર, જાણો કેવી રીતે બની નંબર-1

    Ministry of Defence Recruitment 2022 માટે યોગ્યતા માનદંડ

    ઉમેદવારો કોઇપણ માન્યતા બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ. સાથે આ પદો માટે સંબંધિત સ્કીલ નોલેજ હોવું જોઈએ.

    Ministry of Defence Recruitment 2022 માટે ઉંમર મર્યાદા

    ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

    Ministry of Defence Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા સામેલ રહેશે. લેખિત પરીક્ષા સમગ્ર યોગ્યતા બનાવશે અને ન્યૂનતમ અંક 33% છે. બધા શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

    SSCએ ટ્રાન્સલેટરના પદો માટે બહાર પાડી ભરતી

    સ્ટાફ સિલેક્શન કમિશને (SSC JHT Recruitment 2022 Notification) 20 જુલાઈએ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, જુનિયર ટ્રાન્સલેટર અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટરની ગ્રુપ 'બી' નોન-ગેઝેટેડ પોસ્ટ્સ પર (SSC JHT 2022 Recruitment) ભરતી માટે નોટિસ જાહેર કરી હતી. અરજદારોએ ઓક્ટોબર 2022માં લેવામાં આવનાર SSC JHT પરીક્ષા 2022 આપવાની રહેશે. પસંદગી પામેલા અરજદારોને CSOLS, રેલવે બોર્ડ, AFHQ વગેરે સહિત ભારત સરકારના વિવિધ વિભાગો હેઠળ ભરતી કરવામાં આવશે. SSC JHT 2022ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ SSC વેબસાઇટ પર SSC JHT 2022 માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. SSC JHT માટેની અરજી 04 ઓગસ્ટ, 2022 સુધી કરી શકાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Army Jobs, Career and Jobs, Jobs alert, Jobs news, Jobs Vacancy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन