ડિફેન્સ મિનિસ્ટ્રીએ સિવિલિયન પોસ્ટ માટે મંગાવી અરજી, 81 હજાર રૂપિયા સુધી મળશે વેતન

પ્રતીકાત્મક તસવીર

મેસેન્જર અથવા સફાઈ કર્મચારીની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ હોવા જોઈએ.

  • Share this:
    સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) ગ્રુપ Cમાં વિવિધ જગ્યાઓની ભરતી (Sarakari Bharti) માટે અરજીઓ આમંત્રિત કરવા અંગે નોટિફિકેશન બહાર પાડી છે. નોટિફિકેશન અનુસાર, સંરક્ષણ મંત્રાલય સ્ટેનોગ્રાફર ગ્રેડ II (stenographer grade II), લોઅર ડિવિઝન ક્લાર્ક (lower division clerk), મેસેન્જર (messenger) અને સફાઈવાલા (safaiwala)ની પોસ્ટ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.

    નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલય લોઅર ડિવિઝન ક્લાર્કની એક પોસ્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ IIની એક પોસ્ટ, સફાઈ કર્મચારીની એક પોસ્ટ અને મેસેન્જરની ત્રણ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે.

    લાયકાત

    સ્ટેનોગ્રાફર ગ્રેડ IIની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા સમકક્ષની લાયકાત ધરાવતા હોવા જોઈએ. જ્યારે મેસેન્જર અથવા સફાઈ કર્મચારીની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ હોવા જોઈએ.

    કેટલો મળશે પગાર?

    અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 25,500થી રૂ. 81,100 સુધીનો પગાર આપવામાં આવશે. તો લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 19,900થી રૂ. 63,200 પગાર આપવામાં આવશે. જ્યારે મેસેન્જર અને સફાઈ કર્મચારીની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 18,000થી રૂ. 56,900ની વચ્ચેનો પગાર મળશે.

    અરજી કરવાની છેલ્લી તારીખ

    મહત્વનું છે કે, રક્ષા મંત્રાલયે 30 ઓક્ટોબરના રોજ ભરતીની નોટિફિકેશન બહાર પાડી હતી. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર છે. આ પદો પર પસંદ કરાયેલા તમામ ઉમેદવારોને કોલકાતામાં પોસ્ટિંગ આપવામાં આવશે.

    આ પણ વાંચો - IBPS SO Recruitment 2021 : 1828 જગ્યા માટે IBPS દ્વારા ભરતી, સરકારી નોકરી માટે સીધા કરો અરજી

    જે અરજદારો વિવિધ હોદ્દા માટે અરજી કરવા ઇચ્છુક છે, તેઓ તેમની અરજીઓ માન્ય દસ્તાવેજો સાથે સંરક્ષણ મંત્રાલય, મુખ્યમથક 111 સબ એરિયા, બેંગડુબી મિલિટ્રી સ્ટેશન, પશ્ચિમ બંગાળ; સ્ટેશન હેડક્વાર્ટર - હાસીમારા અથવા સ્ટેશન હેડક્વાર્ટર - ગંગટોક ખાતે સબમિટ કરી શકે છે.

    સંરક્ષણ મંત્રાલય દ્વારા સિવિલિયન પોસ્ટ માટે શરૂ કરાયેલી ભરતીની વિગતો વિશે વધુ માહિતી મેળવવા માટે તમે રોજગાર સમાચારના 30 ઓક્ટોબરના પ્રકાશનની મદદ લઈ શકો છો.
    First published: