Home /News /career /

MIDHANI Recruitment 2022 : મીનીરત્ન કંપનીમાં રૂ.1.80 લાખ પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

MIDHANI Recruitment 2022 : મીનીરત્ન કંપનીમાં રૂ.1.80 લાખ પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

MIDHANI Recruitment : મિશ્ર ધાતુ નિગમ લિમીટેડમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

MIDHANI Recruitment 2022 : મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI) દ્વારા એક ભરતી નોટીફીકેશન (Job Notification) જાહેર કરવામાં આવ્યું હતું. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 15મી જાન્યુઆરી છે

    MIDHANI Recruitment 2022 : નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે મિધાનીમાં નોકરીની સુવર્ણ તકો (MIDHANI Recruitment 2022) આવી છે. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI) દ્વારા એક ભરતી નોટીફીકેશન (Job Notification) જાહેર કરવામાં આવી છે. જેમાં મેનેજમેન્ટ ટ્રેની, મેનેજર અને અન્ય પદો સહિત 61 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.

    ઓનલાઇન અરજી (Apply Online) કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2022 છે. આ નોકરીમાં 1.80 લાખ રૂપિયા મહિના સુધી પગાર મળશે.આમ આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન અરજી કરવાની લિંક દ્વારા અરજી કરી શકે છે.

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેમની પાસે માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી B.E, B.Tech, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, MBA, PG ડિગ્રી છે, તો તે વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ પહેલાં તેમની અરજી સબમિટ કરી શકે છે.

    MIDHANI Recruitment 2022 ખાલી જગ્યા

    મેનેજમેન્ટ ટ્રેની – મેટાલર્જીઃ 22 પોસ્ટ , મેનેજમેન્ટ ટ્રેની મેકેનિકલ – 15 પોસ્ટ ,મેનેજમેન્ટ ટ્રેની ઇલેક્ટ્રિકલ – 06 પોસ્ટ. મેનેજમેન્ટ ટ્રેની સિરામિક એન્જીનિયર – 01 પોસ્ટ, મેનેજમેન્ટ ટ્રેની કેમિકલ એન્જીનિયર – 01 પોસ્ટ, મેનેજમેન્ટ ટ્રેની એડમિનિસ્ટ્રેશન//એચઆર – 04 પોસ્ટ, મેનેજમેન્ટ ટ્રેની સિવિલ – 03 પોસ્ટ, મેનેજમેન્ટ ટ્રેની સેફ્ટી – 01 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર – મટીરીયલ્સ મેનેજમેન્ટ – 03 પોસ્ટ. આસિસ્ટન્ટ મેનેજર – કોર્પોરેટ કોમ્યુનિકેશન – 01 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર- મેડિકલ – 01 પોસ્ટ , મેનેજર ઓટોમેશન -01 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર આઇટી – 01 પોસ્ટ, મેનેજર મેકેનિકલ – 01 પોસ્ટ

    MIDHANI Recruitment 2022  શૈક્ષણિક લાયકાત

    મેનેજમેન્ટ ટ્રેની મેટાલર્જી – 60 ટકા માર્ક્સ સાથે બી.ઇ/બી.ટેક (મેટાલર્જી/મટીરીયલ સાયન્સ)

    મેનેજમેન્ટ ટ્રેની મેકેનિકલ – 60 ટકા માર્ક્સ સાથે બી.ઇ/બી.ટેક (મેકેનિકલ/પ્રોડક્શન એન્જીનિયર)

    મેનેજમેન્ટ ટ્રેની ઇલેક્ટ્રિકલ – 60 ટકા માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ / ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં BE / B.Tech

    મેનેજમેન્ટ ટ્રેઇની સિરામિક એન્જી.: સિરામિક એન્જિનિયરિંગમાં BE/B.Tech માં 60% માર્ક્સ

    મેનેજમેન્ટ ટ્રેઇની-કેમિકલ એન્જી.: કેમિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech માં 60% માર્ક્સ

    આ પણ વાંચો : SBI Recruitment : SBIમાં ડિજિટલ બેન્કિંગ હેડની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    મેનેજમેન્ટ ટ્રેઇની - એડમિનિસ્ટ્રેશન/એચઆર : એન્જી./ ફિઝિકલ સાયન્સમાં ડિગ્રી અને MA (IR&PM)/MSW(IR&PM)/MBA (HR) અથવા 2 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી

    મેનેજમેન્ટ ટ્રેઇની - સિવિલ: સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech માં 60% માર્ક્સ

    મેનેજમેન્ટ ટ્રેની- સેફ્ટી: BE/ B.Tech (ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી)માં 60% માર્ક્સ

    આસિસ્ટન્ટ મેનેજર - મટીરીયલ્સ મેનેજમેન્ટ: BE/B.Tech અને MBA માં 60% માર્કસ ખાસ કરીને મટીરીયલ્સ મેનેજમેન્ટ / PG ડિપ્લોમા ઇન મટીરીયલ્સ મેનેજમેન્ટ.

    MIDHANI Recruitment 2022  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 61
    શૈક્ષણિક લાયકાત વિવિધ કેટેગરી મુજબ એન્જિનિયરીંગ, ડિપ્લોમાંથી લઈને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જરૂરિયાત મુજબ
    પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
    અરજી કરવાની અંતિમ તારીખ 15-1-2022
    ભરતીની જાહેરોત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    આસિસ્ટન્ટ મેનેજર -કોર્પોરેટ કોમ્યુનિકેશન: ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન્સ/જર્નાલિઝમ /માસ કોમ્યુનિકેશનમાં 55% માર્ક્સ

    આસિસ્ટન્ટ મેનેજર-મેડિકલ: કોઈપણ રાજ્ય અથવા ભારતીય રાષ્ટ્રીય તબીબી પરિષદમાં નોંધણી સાથે MBBS

    આસિસ્ટન્ટ મેનેજર - IT: BE/B.Tech - કોમ્પ્યુટર સાયન્સ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં 60% માર્કસ

    મેનેજર - ઓટોમેશન : ઈલેક્ટ્રીકલ/ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જી.માં BE/B.Tech માં 60% માર્ક્સ.

    આ પણ વાંચો : HAL Recruitment 2022 : HALમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

    મેનેજર - મિકેનિકલ : BE/B.Tech - મિકેનિકલમાં 60% માર્ક્સ

    MIDHANI Recruitment 2022  કઇ રીતે કરવી અરજી

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ www.midhani-india.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन