MIDHANI Recruitment 2022 : મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI) દ્વારા એક ભરતી નોટીફીકેશન (Job Notification) જાહેર કરવામાં આવી છે. જેમાં મેનેજમેન્ટ ટ્રેની, મેનેજર અને અન્ય પદો સહિત 61 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે મિધાનીમાં નોકરીની સુવર્ણ તકો (MIDHANI Recruitment 2022) આવી છે. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI) દ્વારા એક ભરતી નોટીફીકેશન (Job Notification) જાહેર કરવામાં આવી છે. જેમાં મેનેજમેન્ટ ટ્રેની, મેનેજર અને અન્ય પદો સહિત 61 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી (Apply Online) કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2022 છે. આ નોકરીમાં 1.80 લાખ રૂપિયા મહિના સુધી પગાર મળશે
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેમની પાસે માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી B.E, B.Tech, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, MBA, PG ડિગ્રી છે, તો તે વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ પહેલાં તેમની અરજી સબમિટ કરી શકે છે.
મેનેજમેન્ટ ટ્રેની મેટાલર્જી – 60 ટકા માર્ક્સ સાથે બી.ઇ/બી.ટેક (મેટાલર્જી/મટીરીયલ સાયન્સ)
મેનેજમેન્ટ ટ્રેની મેકેનિકલ – 60 ટકા માર્ક્સ સાથે બી.ઇ/બી.ટેક (મેકેનિકલ/પ્રોડક્શન એન્જીનિયર)
મેનેજમેન્ટ ટ્રેની ઇલેક્ટ્રિકલ – 60 ટકા માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ / ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં BE / B.Tech
મેનેજમેન્ટ ટ્રેઇની સિરામિક એન્જી.: સિરામિક એન્જિનિયરિંગમાં BE/B.Tech માં 60% માર્ક્સ
મેનેજમેન્ટ ટ્રેઇની-કેમિકલ એન્જી.: કેમિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech માં 60% માર્ક્સ
મેનેજર - ઓટોમેશન : ઈલેક્ટ્રીકલ/ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જી.માં BE/B.Tech માં 60% માર્ક્સ.