Home /News /career /

MESCOM Recruitment 2022: MESCOMમાં 183 એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

MESCOM Recruitment 2022: MESCOMમાં 183 એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

MESCOM Recruitment 2022 : મેસકોમમાં 183 એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

MESCOM Recruitment 2022 : મેંગલોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (Mangalore Electricity Supply Company Limited)માં ડિગ્રી અને ડિપ્લોમાં એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી

    MESCOM Recruitment 2022:  મેંગલોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (Mangalore Electricity Supply Company Limited)માં સ્નાતક અને ટેકનિશિયન એપ્રેન્ટિસની 183 ખાલી જગ્યાઓ માટે મેસ્કોમ ભરતી (MESCOM Recruitment 2022) ચાલી રહી છે.  સ્નાતકો અને ડિપ્લોમા ધારક ખાલી જગ્યાઓ માટે અરજી (Jobs for Graduates and diploma holder) કરી શકે છે અને પસંદ પામનારને એપ્રેન્ટિસશિપ એમેન્ડમેન્ટ એક્ટ 1973 હેઠળ રોકવામાં આવશે. ગ્રેજ્યુએટ ટેકનિશિયનને માસિક રૂ. 9000નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે, જ્યારે ડિપ્લોમા અથવા ટેકનિશિયન એપ્રેન્ટિસને દર મહિને રૂ. 8000 ચૂકવવામાં આવશે.

    MESCOM Recruitment 2022:  કોણ કરી શકે છે અરજી?

    તાજેતરની MESCOM ભરતી સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એપ્રેન્ટિસશીપની તક વર્ષ 2019, 2020 અથવા 2021માં ડિગ્રીઓ પાસ કરનાર ઉમેદવારો માટે ખુલ્લી છે. જરૂરી લાયકાતની વિગતો નીચે મુજબ છે:

    MESCOM Recruitment 2022:  ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 112 પોસ્ટ

    માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરીંગમાં ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

    આ પણ વાંચો :   ISRO NRSC Recruitment 2022: ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, 47,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    MESCOM Recruitment 2022:  ટેક્નિશિયન અથવા ડિપ્લોમા એપ્રેન્ટિસ – 71 પોસ્ટ

    માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરીંગમાં ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે

    નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, ઉમેદવારોએ તે વાતની નોંધ લેવી કે એપ્રેન્ટિસશીપ સમયગાળા પછી મેંગલોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ દ્વારા કોઈ નોકરી આપવામાં આવશે નહીં.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા183
    શૈક્ષણિક લાયકાતડિપ્લોમાં અને ડિગ્રી સંબંધિત વિષયમાં
    પસંદગી પ્રક્રિયામેરીટ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ10-6-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    MESCOM Recruitment 2022: કઇ રીતે કરશો આ પોસ્ટ માટે અરજી?

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ MHRDNATS પોર્ટલ પર 10 જૂન 2022 પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. પ્લેટફોર્મ પર નોંધણી અને ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

    - એનરોલ પર ક્લિક કરો

    - અરજી ફોર્મ ભરો

    - દરેક વિદ્યાર્થી માટે એક યુનિક એનરોલ નંબર જનરેટ કરવામાં આવશે.

    અરજદારોએ એનરોલમેન્ટ વેરીફીકેશન અને મંજૂરી માટે ઓછામાં ઓછો એક દિવસ રાહ જોવી પડશે. એનરોલમેન્ટ નંબર પ્રાપ્ત કર્યા પછી અરજદારોએ નીચેના સ્ટેપ્સ અનુસરીને 15 જૂન 2022 પહેલાં મેસ્કોમ માટે અરજી સબમિટ કરવી પડશે:

    - સૌ પ્રથમ લોગીન કરો.

    - ત્યાર બાદ એસ્ટાબ્લિશમેન્ટ રીક્વેસ્ટ મેનુ પર ક્લિક કરો.

    - હવે ‘Find Establishment’ પર ક્લિક કરો.

    - તમારું રીઝ્યૂમ અપલોડ કરો.

    - એસ્ટાબ્લિશમેન્ટનું નામ પસંદ કરો.

    આ પણ વાંચો : SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાનમાં 62 જગ્યાની ભરતી, 20,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    - Mangalore Electricity Supply Company Limited ટાઇપ કરો અને સર્ચ કરો.

    - હવે એપ્લાય બટન પર ક્લિક કરો.

    - ત્યાર બાદ ફરી એપ્લાય પર ક્લિક કરો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર