Mega Job Fair: જો તમે બેરોજગાર છો અને રોજગારીની શોધમાં છો? તો આ માહિતી આપવા માટે ચોંક્કસપણે ઉપયોગી થશે. આગામી 19 જાન્યુઆરીએ તમામ રોજગાર વાંચ્છુઓને ગાંધીનગર ઉપસ્થિત રહેવા જિલ્લાની રોજગાર વિનિમયકચેરી દ્વારા જણાવાયુ છે.
ગાંધીનગર: જો તમે બેરોજગાર છો અને રોજગારીની શોધમાં છો? તો આ માહિતી આપવા માટે ચોંક્કસપણે ઉપયોગી થશે. આગામી 19 જાન્યુઆરીએ તમામ રોજગાર વાંચ્છુઓને ગાંધીનગર ઉપસ્થિત રહેવા જિલ્લાની રોજગાર વિનિમયકચેરી દ્વારા જણાવાયુ છે. કારણ કે, આગામી 19 જાન્યુઆરીના રોજ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરીના મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા કોસમોસ મેનપાવર પ્રાઈવેટ લિમીટેડ તેમજ એમટેક ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લી. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં 19 જાન્યુઆરીએ ભરતી મેળો યોજાશે
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પાસ, આઇટીઆઇ ફિટર-ઇલેક્ટ્રીશીયન અને ડિપ્લોમા મિકેનિકલની ડીગ્રી ધરાવતા ઉમેદવારોને આગામી 19 જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે કોસમોસ મેનપાવર પ્રા. લી. પ્લોટ નંબર બી-183-184, મધુર ડેરીની બાજુમાં, ક રોડ, જી.આઈ.ડી.સી. સેક્ટર-25, ગાંધીનગર ખાતે તેમજ આઇટીઆઇ ફિટર, વાયરમેન, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રીશીયન અને ઇલેક્ટ્રોનિક્સની પદવી ધરાવતા ઉમેદવારોને 19મી જાન્યુઆરીના રોજ સવારે 11:30 કલાકે એમટેક ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લી. ઇ-6, જી.આઇ.ડી.સી., ટાટા ક્રોસ રોડની બાજુમાં સેક્ટર-26, ગાંધીનગર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા ગાંધીનગર જિલ્લા ના રોજગાર અધિકારીએ જણાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઇલ એપનો પ્રારંભ કરાયો છે. જિલ્લાના રોજગાર અધિકારીએ આ મુદ્દે ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જેઓ રોજગારની શોધમાં હોય તેવા તમામ લોકો વધુ માહિતી માટે anubandham.gujarat.gov.in પોર્ટલ દ્વારા સંપર્ક કરી શકે છે. આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી રોજગારવાંચ્છુ ઉમેદવાર ઘરબેઠાં રોજગારની તકો, અરજી કરવી, જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની માહિતી ઓનલાઇન મેળવી શકે છે.
નોંધનીય છે કે, બેરોજગારી ઘટાડવા માટે ગાંધીનગરમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આઇટીઆઇ ફિટર, વાયરમેન, ટર્નર, વેલ્ડર, ઇલેક્ટ્રીશીયન અને ઇલેક્ટ્રોનિક્સની પદવી ધરાવતા ઉમેદવારોને માટે પણ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બની શકે તેટલા ઉમેદવારોને રોજગારી આપી શકાય.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર